બોટાદ શહેર ખાતે આવેલા શેલ્ટર હોમના સંચાલન બાબતે ફેલાયેલી ભ્રામકતા અંગે બોટાદ નગરપાલિકાનો ખુલાસો

હિન્દ ન્યુઝ, બોટાદ

     બોટાદ શહેર ખાતે આવેલા શેલ્ટર હોમના સંચાલન બાબતે ફેલાયેલી ભ્રામકતા અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા રદિયો આપતા જણાવાયું છે કે, બોટાદ શહેરમાં નવનિર્મિત શેલ્ટર હોમના સંચાલન અર્થે સેવાભાવી સંસ્થાઓને કામગીરી સોંપવા માટે તા.૧૨/૦૩/૨૦૨૪ના રોજ જાહેરાત અપાઈ હતી. જે અન્વયે તા.૧૪/૦૩/૨૦૨૪ થી ૧૬/૦૩/૨૦૨૪ સુધી શેલ્ટર હોમના સંચાલન સેવાભાવી સંસ્થાઓને કામગીરી સોપવા પ્રક્રિયા કરવામાં આવી. ત્યારબાદ લોકસભા સામાન્ય ચૂંટણીની આચારસંહિતા તા.૧૬/૦૩/૨૦૨૪થી અમલમાં આવતા સમગ્ર કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. તા.૦૬/૦૬/૨૦૨૪ના રોજ ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા શેલ્ટર હોમ સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરી યોગ્ય સેવાભાવી સંસ્થાને કામગીરી સોંપવામાં આવશે. સમગ્ર ટેન્ડર ખોલવાની પ્રક્રિયા તા.૦૫/૦૬/૨૦૨૪ના રોજ થઈ છે.

રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ


Advt.

 

Related posts

Leave a Comment