ગારીયાધાર ટોળપાણા પાંચટોબરા રોડ પાસેથી જાહેરમાં જુગાર રમતા ૦૯ શકુનીઓ, મોબાઇલ નાં મુદ્દામાલ સાથે પકડી પડતા ગારીયાઘાર પોલીસ

હિન્દ ન્યૂઝ, ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ આપેલ સુચના મુજબ પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે ગારીયાઘાર પોલીસ સ્ટેશન પો. સબ ઈન્સ્પેકટર વી.વી.ધ્રાંગુ સા. ની સુચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો. કોન્સ.અમીતભાઈ ડાંગર તથા પો.કોન્સ. રાજુભાઈ ડાંગર નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ગારીયાધાર ટોળપાણા, પાંચટોબરા રોડ વાડી વિસ્તાર ગાડાના માર્ગ પર બાવળની કાંટમા અમુક ઇસમો જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૯ ઇસમો જાહેરમાં ગંજીપતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં (૧) હારૂનભાઈ આદમભાઈ થારાણી જાતે.મેમણ ઉ.વ.૪૫ રહે.પઠાણ શેરી,ગારીયાધાર, (૨) અરશીભાઈ ઉર્ફે બકાલી સલીમભાઈ લોહીયા જાતે.મેમણ ઉ.વ.૩૦ રહે.બોરડાવાડી, ગારીયાધાર, (૩) વિજયભાઈ શંભુભાઈ મેર જાતે.કોળી ઉ.વ.૨૨ રહે.લુવારા તા.ગારીયાધાર, (૪) ઈકબાલભાઈ સમનભાઈ દલ જાતે.સંધી ઉ.વ.૩૮ રહે.ખોડવદરી તા.ગારીયાધાર, (૫) સલીમભાઈ ઉર્ફે ભયલુ મહમદભાઈ થારાણી જાતે.મેમણ ઉ.વ.૪૮ રહે.ઘાંચીવાડ,ગારીયાધાર, (૬) બાબુભાઈ કેશુભાઈ સિંગલ જાતે.અનુ.જાતી ઉ.વ.૪૦ રહે.મીઠાકુવા ગારીયાધાર (૭) કાળુભાઈ માવજીભાઈ મારૂ જાતે.અનુ.જાતી ઉ.વ.૩૨ રહે.ટોળપાણા,ગારીયાધાર (૮) સુરેશભાઈ ધનજીભાઈ કંટારીયા જાતે.અનુ.જાતી ઉ.વ.૩૫ રહે.મીઠાકુવા,ગારીયાધાર, (૯) ઈમરાનભાઈ ઉર્ફે ડાલાબાપુ ઈસ્માઈલભાઈ શેખ જાતે.ફકીર ઉ.વ.૩૯ રહે.ધણકુવા પ્લોટ,ગારીયાધાર.

ઉપરોકત ૦૯ ઇસમોને જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીન પત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપાના નંગ- ૫૨ કિં.રૂ. ૦૦/૦૦ તથા રોકડ રૂ.૧૦,૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ.૫ કિ.રૂ.૪,૦૦૦/- મળી કુલ રૂ.૧૪,૧૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તમામ સામે જુ.ધા.કલમ ૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. આ કામગીરીમા જોડાયેલ ટીમ માં (૧) પી.કે.ગામેતી અના.એ.એસ.આઈ, (૨) રાજુભાઈ ડાંગર પો. કોન્સ, (૩) અમીતભાઈ ડાંગર પો. કોન્સ, (૪) લક્ષ્મણભાઈ ભંમ્મર પો. કોન્સ, (૫) વિજયભાઈ ચુડાસમા પો.કોન્સ ઉપસ્થિત હતા.

રિપોર્ટ : મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment