મહિલા આઈ.ટી.આઈ.જામનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અન્વયે બાઇક રેલી યોજાઇ

ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, જામનગર મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન (SVEEP) હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ સહિત કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી આઈ.ટી.આઈ. ખાતે સમાપન કરવામાં…

Read More

હીટવેવથી પશુધનનું રાખો ખાસ ધ્યાન : પશુપાલકો અને ખેડૂતોએ લેવી વિશેષ કાળજી

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પોતાની આસપાસ વસતાં પશુપક્ષીઓને લૂથી બચાવવા તથા પશુપાલકો તેમજ ખેડૂતો પાકના રક્ષણ કરવા માટે કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. ખેડૂતોએ ઉભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું જોઈએ. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટવેવ કે ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લરથી સિંચાઈ કરો. પશુઓને છાયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું…

Read More

મતદાનના દિવસે હીટવેવની અસરને ધ્યાને લઈ મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ     ભારતના હવામાન વિભાગે આગામી ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દીપક પરમારને હિટવેવ નોડલ ઓફિસર તરીકે જાહેર કર્યા છે. ડો. દીપક પરમારના જણાવ્યા પ્રમાણે આગામી મે મહિનાની ૭ મી તારીખના રોજ યોજાનાર મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે…

Read More

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિનો નવતર પ્રયોગ

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ   લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઇને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની અઘ્યક્ષતામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં મતદાતાઓનો એક એક મત કિંમતી છે.જેનું મહત્વ જાણીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરવા માટેના સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આટલાથી નહીં અટકીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહી પર્વની ઉજવણી માટે લગ્નપ્રસંગમાં તથા અન્ય પ્રસંગોમાં સહભાગી બનીને મતદાન જાગૃતિની અનોખી પહેલ કરેલ છે. મતદાર જાગૃતિ કાર્યક્રમ…

Read More

બોમ્બે રાજ્ય અને ત્યારબાદના ગુજરાત રાજ્યમાં ૧૯૫૧ થી ૧૯૮૦ સુધીની યોજાયેલી તમામ ચૂંટણી કરતા ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારો ૧૯૮૪ ની આઠમી લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યા હતા

૧૯૮૪ ની લોકસભાની ચૂંટણીના લેખા જોખા હિન્દ ન્યુઝ, આનંદ     ભારતની આઝાદી બાદ ૧૯૫૧ ના વર્ષમાં સમગ્ર દેશમાં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ ક્રમશઃ ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૭૭ અને ૧૯૮૪ ના વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષમાં જોઈએ તો, લોકસભાની આ પ્રથમ બે ચૂંટણીમાં બોમ્બે રાજ્ય હતું, અને બૃહદ મુંબઈ હેઠળ ગુજરાતના પ્રદેશનો સમાવેશ થતો હતો. જેના કારણે બોમ્બે રાજ્ય નીચે ગુજરાતની કેટલીક બેઠકો આવતી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના પછી ૧૯૬૨ માં ગુજરાતમાં ૨૨ બેઠકો હતી, તેમાં ૧૯૬૭ માં ૨ (બે) બેઠકોનો વધારો થતાં…

Read More

જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ફરજ માટે નિમાયેલા ઝોનલ ઓફિસરની નિમણુંકમાં સુધારા હુકમ જાહેર કરાયો

હિન્દ ન્યુઝ, જામનગર     લોકસભા સામાન્ય ચૂંટણી–2024 ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે 1 ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી હોય અને તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-1973…

Read More

જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહનોની તમામ જૂની નંબર સિરીઝના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.19/04/2024 થી 21/04/2024 ના બપોરના 04:00 કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.21/04/2024 થી 23/04/2024 ના બપોરના 04:00 કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.23/04/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી…

Read More

જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ? (1) સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ તથા અખબાર વાંચો. (2) પુરતું પાણી પીવું જોઈએ. તેમજ ORS લિકવીડ, ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ, કાચી કેરી, લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે. (3) હળવા વજનના, હળવા રંગના, ઢીલા…

Read More

ભાવનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે ભાવનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ? (1) પુરતું પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે. (૨) બને તેટલું ઘરની અંદર રહો. (3) હળવા, હળવા રંગના, ઢીલા અને…

Read More

ઉના ખાતે રામનવમીના તહેવારની ઉજવણી સંદર્ભ વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લામાં આગામી તા.૧૭/૦૪/૨૦૨૪ના રોજ  ઉના શહેર વિસ્તારમાં રામનવમીના પર્વની ઉજવણી સંદર્ભ ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થવાની છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને. તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુસર કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા વૈકલ્પીક રુટ માટેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગીર સોમનાથ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૬)ના  મુજબ જિલ્લાના ઉના શહેર મુકામે ઉના લામધાર ગામના પાટીયા પાસેથી તેમજ ઉના રોકડીયા હનુમાન મંદિર પાસેથી ઉના શહેરમાં થઈ રાજય ધોરી…

Read More