બોટાદ ફાયર વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોકડ્રિલ તેમજ ફાયર સેફટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ     સમગ્ર રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-2024ની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ ફાયર વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે ફાયર ડેમોન્સ્ટ્રેશન, મોકડ્રિલ તેમજ ફાયર સેફટી માટે ફાયરના વિવિધ ટૂલ્સના ઉપયોગની સમજ આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકો, શિક્ષકો અને વાલીઓને આગ,પુર જેવી ઘટના બને ત્યારે કેવી રીતે એકબીજાને મદદરૂપ બનવુ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બચાવ કામગીરીના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે નિદર્શન કરાયું…

Read More

જળપ્લાવિત વિસ્તારો કુદરત તરફથી સમગ્ર જીવસૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ

વિશ્વ વેટલેન્ડ દિવસ હિન્દ ન્યુઝ, અમદાવાદ     બીજી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. જળપ્લાવિત વિસ્તારો જેવા કે નદી, સરોવરોના સંરક્ષણ અને જાળવણી અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આ દિવસ ઉજવાય છે. ઈરાનમાં ર ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ રામસર કન્વેન્સન ઓક વેટલેન્ડનું આયોજન થયું હતું ત્યારથી દર વર્ષે આ દિવસને વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં ગુજરાત જળપ્લાવિત પ્રદેશની દ્રષ્ટીએ સૌથી સમૃદ્ધ રાજ્ય છે. જળપ્લાવિત વિસ્તારો કુદરત તરફથી સમગ્ર જીવસૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા જળપ્લાવિત વિસ્તારોના…

Read More

મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા નેહા કુમારી

હિન્દ ન્યુઝ, મહીસાગર  ૨૦૧૫ ની બેચના IAS ઓફિસર શ્રીમતી નેહા કુમારી આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત હતા. અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ સેવારત રહી ચૂક્યા છે શ્રીમતી નેહાકુમારી. મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરિકે નિમણૂંક થતા નેહા કુમારીએ કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. નેહા કુમારી આ અગાઉ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. તેથી મહીસાગરની ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. જેનો લાભ જિલ્લાને ચોક્કસ મળશે. તેમની જિલ્લાની પરિચિતતાથી જિલ્લાના નિર્ણયોમાં ચોક્કસ ઝડપ આવશે અને વહીવટી કામમાં ગતિશીલતા જોવાં મળશે. ભારતીય…

Read More

ઓડમાં વિદેશી મહેમાનોનુ આગમન ભારતીય સંસ્કૃતિ તેમજ અયોધ્યામા રામ મંદિર જોવાની ઈચ્છા દર્શાવી 

હિન્દ ન્યુઝ, આણંદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિદેશ પ્રવાસે જતાં હતાં ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને આહવાન કરતા કે જ્યારે તમે ભારત આવ્યો ત્યારે વિદેશી મિત્રોને આપણી ભારતીય સંસ્કૃતિ બતાવવા લાવજો. વિદેશમાં વસતા ગુજરાતીઓ ડિસેમ્બરમાં – જાન્યુઆરીમાં પોતાના વતન આવતા હોય છે પોતાના પરિજનો તેમજ સંબંધિતોના પ્રસંગોમાં હાજરી આપી સન્માનિત થતાં હોય છે. આણંદના ઓડ ખાતે અમેરિકામાં સ્થાયી થયેલો હિતેશભાઈ પટેલનો પરિવાર પોતાના વતન ઓડમાં પ્રસંગ કરવા આવી રહેલો ત્યારે ત્યાંના ૨૪ અમેરિકનો ભારત આવવા તૈયાર થઈ ગયા તેમને ભારતીય હિન્દુ સંસ્કૃતિ તેમજ અયોધ્યામાં રામ મંદિર દર્શન કરવાની ઇચ્છા સાથે…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, તાલુકાની મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપી લલચાવીને…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં હથિયારો ઉપર મુકાયો પ્રતિબંધ 

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શૈલેશ ગોકલાણીએ પોલીસ અધિક્ષકની દરખાસ્તને આધારે જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.   જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૦૩/૦૨/૨૦૨૪ થી તા.૦૨/૦૪/૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય…

Read More

છોટાઉદેપુર જિલ્લાના હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ પથિક સોફટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   છોટાઉદેપુર જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોટલ/ગેસ્ટ હાઉસના સંચાલકોએ તેમના હોટલ/ગેસ્ટ હાઉસમાં આવતા આગંતુકોને રૂમ ભાડે આપતી વખતે રૂમ ભાડે રાખનાર પાસેથી તેઓની ઓળખાણના પુરાવા જેવા કે, ઓળખકાર્ડ, આધારકાર્ડ, ઇલેકશનકાર્ડ, પાનકાર્ડ વિગેરેની નકલો મેળવીને રૂમ આપે તેનું અલાયદું રજીસ્ટર નિભાવવું જરૂરી છે. સાથો સાથ રીસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર, સ્કેનર રાખી અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઇન્સ્ટોલ કરાવી તેમાં રોજે રોજની વિગતો અપલોડ કરી અદ્યતન રાખવા માટે છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શૈલેશ ગોકલાણીએ પોલીસ…

Read More

મિલ્કતો ભાડે આપતા માલિકોએ ભાડૂઆતની વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી  

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર  છોટાઉદેપુર જિલ્લામાં કોઇ રહેણાંક મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ અગર તો આવી મિલ્કતો ભાડે આપે તો તેની માહિતી નિયત નમૂનામાં તૈયાર કરી નજીકના પોલીસ સટેશન અને મામલતદાર કચેરીમાં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શૈલેષ ગોકલાણીએ પોલીસ અધિક્ષકની દરખાસ્તને આધારે જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે.   જાહેરનામામાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં કોઇ મકાન, દુકાન, ઓફિસ, ઔદ્યોગિક એકમોના માલિકો/સંચાલકોએ એકમો ભાડે આપ્યા હોય તેવી મિલ્કતોની માહિતી, ભાડૂઆત અને સંબંધિત સંચાલક કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી વિગતો નિયત નમૂનામાં તૈયાર કરી જે…

Read More

જામનગર જિલ્લાના માછીમારોએ માછીમારી કરતી વખતે QR કોડ સાથેનું અસલ આધારકાર્ડ સાથે રાખવા અનુરોધ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના તમામ માછીમારી બોટ માલીકો, દરેક માછીમારી બોટ કે જે દરીયામાં માછીમારી માટે જાય ત્યારે તેમા જનાર ટંડેલ તથા ખલાસીઓએ પોતાના ઓળખના પુરાવા તરીકે પોતાનું આધાર કાર્ડ ફરજીયાત સાથે લઇ જવાનુ રહે છે. હાલમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ અમુક બોટમાં ખલાસીઓ પાસે અસલ આધાર કાર્ડ હોતા નથી અથવા આધારકાર્ડમાં QR કોડ હોતો નથી જેથી ઓળખની ખરાઇ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. દરીયાઇ સુરક્ષાને ધ્યાને લઇ દરેક માછીમારની દરીયામાં યોગ્ય ખરાઇ થઇ શકે તે જરુરી છે. જેથી જામનગર જિલ્લાના તમામ બોટ માલીકો ખલાસીઓ તથા…

Read More

પ્રભાસ પાટણ ખાતે તા.૦૩ ફેબ્રુ.ના રોજ યોજાશે સીનિયર સીટીઝન રમતોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારી ગીર સોમનાથ દ્વારા સંચાલિત સીનિયર સીટીઝન સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ તા.૦૩ ફેબ્રુઆરીના રોજ સેન્ટ મેરી હાઇસ્કુલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે યોજાશે. સીનિયર સીટીઝનોનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા હેતુસર સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે યોજનાર સીનિયર સીટીઝન રમતોત્સવમાં એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, કેરમ, અને રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓ યોજાશે.  

Read More