પ્રભાસ પાટણ ખાતે તા.૦૩ ફેબ્રુ.ના રોજ યોજાશે સીનિયર સીટીઝન રમતોત્સવ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમતગમત અધિકારી ગીર સોમનાથ દ્વારા સંચાલિત સીનિયર સીટીઝન સ્પર્ધા ૨૦૨૩-૨૪ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ તા.૦૩ ફેબ્રુઆરીના રોજ સેન્ટ મેરી હાઇસ્કુલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે યોજાશે.

સીનિયર સીટીઝનોનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા હેતુસર સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે યોજનાર સીનિયર સીટીઝન રમતોત્સવમાં એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, કેરમ, અને રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓ યોજાશે.

 

Related posts

Leave a Comment