જામનગર જિલ્લાના માછીમારોએ માછીમારી કરતી વખતે QR કોડ સાથેનું અસલ આધારકાર્ડ સાથે રાખવા અનુરોધ

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લાના તમામ માછીમારી બોટ માલીકો, દરેક માછીમારી બોટ કે જે દરીયામાં માછીમારી માટે જાય ત્યારે તેમા જનાર ટંડેલ તથા ખલાસીઓએ પોતાના ઓળખના પુરાવા તરીકે પોતાનું આધાર કાર્ડ ફરજીયાત સાથે લઇ જવાનુ રહે છે. હાલમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ અમુક બોટમાં ખલાસીઓ પાસે અસલ આધાર કાર્ડ હોતા નથી અથવા આધારકાર્ડમાં QR કોડ હોતો નથી જેથી ઓળખની ખરાઇ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. દરીયાઇ સુરક્ષાને ધ્યાને લઇ દરેક માછીમારની દરીયામાં યોગ્ય ખરાઇ થઇ શકે તે જરુરી છે. જેથી જામનગર જિલ્લાના તમામ બોટ માલીકો ખલાસીઓ તથા માછીમારોએ માછીમારી માટે જતા સમયે પ્રત્યેક ખલાસીએ QR કોડ સાથેનુ અસલ આધાર કાર્ડ ફરજીયાત સાથે રાખવાનુ રહેશે. અને દરીયામાં કોઇપણ સુરક્ષા એજન્સી દ્વારા જ્યારે પણ માંગવામાં આવે ત્યારે બતાવવાનુ રહેશે.

તમામ બોટ માલીકોને ઉક્ત સુચનાનુ ચોક્કસાઇથી પાલન કરવા તેમજ સુચનાનુ ઉલંઘન કરનારને એજન્સી દ્વારા રીપોર્ટ કરવામાં આવશે તેવા બોટ માલીક વિરૂધ્ધ મત્સ્યોદ્યોગ કાયદો અને અધિનિયમ – ૨૦૦૩ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment