હિન્દ ન્યુઝ, ભાવનગર ગારીયાધાર તાલુકાના નવમાં તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૧૨/૦૧/૨૪ ને શુક્રવારના રોજ સવારના ૯-૦૦ કલાકે વેળાવદર ગામની શાળામાં રાખેલ છે. જેમાં વેળાવદર, મોટાચારોડીયા, મોરબા, વિરડી, નાની વાવડી, ફાચરીયા, નવાગામ, ખોડવદરી, બેલા, સરંભડા, લુવારા, મેસણકા, ઠાંસા, ગુજરડા, ભંડારીયા, ગણેશગઢ, રૂપાવટી, પાલડી, સારીંગપુર, ડમરાળા, સાતપડા, સમઢીયાળા, રાણીગામ ગામોને આવરી લેવામાં આવેલ છે. જેથી આ ગામોના લોકોને આવક, જાતિ, ડોમીસાઇલ પ્રમાણપત્રો, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ વિગેરે વિવિધ કામો માટે હાજર રહેવા વિનંતિ છે જે તાલુકા વિકાસ અધિકારી ગારીયાધારની યાદીમાં જણાવેલ છે.
Read MoreDay: January 7, 2024
તળાજા તાલુકાનાં દિહોર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ઉમળકાભેર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને તેમના વિકાસને આકાર આપવાની સાથે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જે અનવ્યે ભાવનગર જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ હતું. ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં દિહોર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ ગામડાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.૦૭ જાન્યુઆરીના રોજ ભ્રમણ કરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નાં રથો ગામે ગામ ફરી રહ્યાં છે. જેમાં આવતીકાલે તા.૦૭/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં નેસવડ, મહુવા તાલુકામાં તલગાજરડા, શિહોર તાલુકામાં બોરડી
Read Moreવલભીપુર તાલુકામાં તા. ૧૨ જાન્યુઆરીના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, વલભીપુરમાં સરકારનાં “સેવા સેતુ કાર્યક્રમ” અંતર્ગત તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ સુધી નગરપાલિકા ખાતે યોજાનાર છે. જેમાં આવક, જાતિ, નોન-ક્રીમીલેયર, ડોમીસાઇલ, સિનીયર સીટીઝન, દિવ્યાંગતાના પ્રમાણપત્ર, નવા રેશનકાર્ડ તથા રેશન કાર્ડ સુધારા, આધાર કાર્ડ એનરોલમેન્ટ, વાત્સલ્ય કાર્ડ, જમીન અંગેની નવી નોંધ, કુંવરબાઇનું મામેરૂ, બેંકેબલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મરણોત્તર સહાય યોજના, આવક- બી.પી.એલ.-રહેણાંક દાખલા વગેરે આજ દિવસે સવારના ૯:૦૦ થી બપોરના ૨:૦૦ દરમ્યાન આધાર-પૂરાવા રજુ કર્યેથી અરજીઓ સ્વીકારી આ યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરના લોકો લાભ લેવા ઇચ્છતા હોય કાર્યક્રમમાં પધારવા ચીફ ઓફિસર, વલભીપુર…
Read More