બોટાદ નગરપાલિકા દ્વારા રાત્રી સફાઇ કામગીરી દરમિયાન નદી પાસેના સ્થળોની સફાઈ ઝુંબેશ

“સ્વચ્છતા હી સેવા” હિન્દ ન્યુઝ, બોટાદ “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ દરમિયાન નદી અને આસપાસના સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આપણાં શહેરને સ્વચ્છ રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે કે વહીવટી તંત્રની કામગીરીને સહકાર આપીએ. આપણી આસપાસ સ્વચ્છતા જાળવી રાખીએ અને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિયપણે સહભાગી બનીએ. રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ

Read More

તાલાલા તાલુકાના બોરવાવ ખાતે તા.૨૯ ડિસેમ્બરના રોજ સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       ગીર-સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત જિલ્લાના તાલાલા તાલુકાના વિવિધ ગામો માટે બોરવાવ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમનુ તા.૨૯ ડિસેમ્બરના સવારે ૯ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાશે. તાલાલાના પ્રાથમિક શાળા બોરવાવ ખાતે સેવાસેતુ કાર્યક્રમમા આંબળાશ, બોરવાવ, ચિત્રાવડ, ચિત્રોડ, ધણેજ, ધાવા, ધ્રામણવા, ગાભા, ગલીયાવડ, ઘુંસીયા, હિરણવેલ, જેપુર, ખીરધાર, લુશાળા, માલજીંજવા, પીપળવા, ૨મરેચી,…

Read More

વેરાવળ અને ઉના નગરપાલિકા વિવિધ વોર્ડ માટે તા.૩૦ ડિસેમ્બરના રોજ સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત ઉના અને વેરાવળ નગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડ માટે સેવાસેતુ”કાર્યક્રમ તા.૩૦ ડિસેમ્બરના સવારે ૯ કલાકથી યોજાશે. જેમા ઉના નગરપાલીકાના વોર્ડ નંબર ૧ થી ૫ માટે યોગા કેન્દ્ર ઉના ખાતે યોજાશે તેમજ વેરાવળ નગરપાલિકા વોર્ડ નંબર,૨,૩,૪,૫,૬ માટે “કેવટ ભુવન”ખારવા સમાજની વાડી ભીડીયા ખાતે નિયત સમય મુજબ યોજાશે.

Read More

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બીયારણ, ખાતર લેવા મદદરૂપ થાય છે : ચીમનભાઈ ચાવડા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમો થકી યોજનાકિય લાભો છેવાડા લોકોને મળી રહ્યા છે. જેમા તાલાલા તાલુકાના હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ચીમનભાઈ ચાવડાએ પોતાના પ્રતિભાવ વર્ણવ્યા હતા. ચીમનભાઈએ ગ્રામજનો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, હું હિરણવેલ ગામનો એક સામાન્ય નાગરિક છું સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મને વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા મળે છે. તેમાંથી આ રકમ અમારા જેવા અનેક નાના ખેડુતોને બીયારણ, ખાતર અને…

Read More

ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભીડીયા ખાતે મહિલા સુરક્ષા અંગે જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા મહિલા લક્ષી કાયદાઓ યોજનાઓ તથા મહિલા સુરક્ષા અંગે જાગૃતિ શિબિરનું આયોજન પેસેન્ટર શાળામાં ભીડીયા ખાતે કરવામાં આવ્યુ હતું. જેમા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ કાયદા સંબંધે તેમજ જો કોઇ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓનીમાહિતી ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – DHEW કોર્ડીનેટર આંનંદ ભાઇ પરમાર દ્વારા માહિતી પુરી પાડવામાં…

Read More