હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની સહાયના લીધે ભાવનગરના મારુતિનગરમાં રહેતા મુકેશભાઈ સોલંકીનું જાવન વધુ સરળ બન્યું ભાવનગરના મારૂતિનગરમાં વસવાટ કરતા મુકેશભાઈ સોલંકીને મુદ્રા યોજના અંતર્ગત ૩ લાખ રૂપિયાની લોન મળી છે. મુકેશભાઈ સોલંકીના પરિવારમાં ૬ વ્યક્તિઓ છે અને તેઓ શાકભાજી વેચવાનો વ્યવસાય છે. મુકેશભાઈ સોલંકીએ સૌપ્રથમ પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત રૂ. ૧૦ હજાર ત્યારબાદ ૨૦ હજાર અને ત્યારબાદ રૂ. ૫૦ હજારની લોન મળી હતી. ત્યારબાદ મુકેશભાઈને બેન્ક દ્વારા મુદ્રા લોન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. જેથી તેમણે મુદ્રા લોનનું ફોર્મ ભર્યું અને અંતે તેમને ૩ લાખ રૂપિયાની લોન મળી હતી. આ રકમનો…
Read MoreDay: December 5, 2023
મેરી કહાની મેરી ઝુબાની – ભાવનગરના લક્ષ્મણભાઈ જાંબુચા ને મળ્યો ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચે તે માટે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ છેવડાના અને ગરીબ ઘરના લોકોને સરકારશ્રીના તમામ લાભ પહોચાડવાનો છે. ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાંઓમાં સાથે ભાવનગર મહાનગરપાલિકા ના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ભાવનગરમાં રહેતા લક્ષ્મણભાઈ કરશનભાઈ જાંબુચાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પીજીવીસીએલ ની ઝૂંપડા વીજળીકરણ યોજનાનો લાભ મળતા નિ:શુલ્ક વીજ મીટર નો…
Read Moreભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૦૫ ડિસેમ્બરનાં રોજ ફરશે
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે. જેમાં આવતીકાલે તા.૦૫/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં દેવળીયા અને પાળીયાદ, તળાજા તાલુકામાં પીથલપુર, મહુવા તાલુકામાં અમૃતવેલ અને મોટા જાદરા, પાલિતાણા તાલુકામાં ઠાડચ અને રાજપરા (ઠા), સિહોર તાલુકામાં પીપળીયા અને ઉસરડ, વલ્લભીપુર તાલુકામાં નવા રામપર અને પીપળી, ઘોઘા તાલુકામાં ભવાનીપરા અને છાયા, ઉમરાળા તાલુકામાં ઉજળાવાવ અને વડોદ તેમજ ગારીયાધાર તાલુકામાં માનગઢ અને ચોમલ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નાં રથ ફરશે.
Read Moreઆઇ-ખેડૂત પોર્ટલ પર કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના માટે અરજીઓ મંગાવાઇ
આઇ-ખેડૂત પોર્ટલ પર કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના માટે અરજીઓ મંગાવાઇ હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લાનાં ખેડૂત મિત્રોને કાંટાળી તારની વાડ/તાર ફેન્સિંગ યોજના પાકસંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના માટે તા.૦૮/૧૨/૨૦૨૩ સવારે ૧૦:૩૦ કલાક થી i-khedut પોર્ટલ પર અરજી કરી શકાશે. પાકસંરક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના ૨ હેક્ટર જમીન ધરાવતો ખેડૂત અથવા તેનાથી ઓછી જમીન હોય તો ગ્રુપમાં બાજુનાં સર્વે નંબર વારા ખેડૂત ભેગા મળી એકને લીડર બનાવી અરજી કરી શકશે. ખેડૂતોના મહામુલ્ય પાકને રોઝ/ ભૂંડ જેવા પ્રાણીઓનાં ત્રાસથી રક્ષણ માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. …
Read More