ભાવનગરમા તા.૨૬ માર્ચનાં રોજ “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી યોજાનાર છે. જેમાં મહાનગરપાલિકાકક્ષા કાર્યક્રમ સ્થળ – ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું સ્થળ- મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાનાર છે. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરશે. આ કાર્યક્રમમાં ભાવનગરનાં તમામ લોકોને આ…

Read More

શહીદ દિન નિમિત્તે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર દ્વારા કચ્છમાં મેડીકલ કેમ્પ યોજાયા

હિન્દ ન્યુઝ, ભુજ        દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ભુજ તથા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર માધાપર, સુખપર, નારાણપર તથા અંજાર દ્વારા શહીદ દિન તથા ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલના જન્મદિન નિમિત્તે નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન  તથા નિ:શુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાન જોરાવરસિંહ રાઠોડ, કિરીટસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત સદસ્ય મનજીભાઇ ખેતાણી, નરનારાયણ દેવ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ મનજીભાઇ ગોરસીયા, કેશરાભાઇ વેકરીયા, કાનજીભાઇ વેકરીયા, ભાવનાબેન વેકરીયા, મહેન્દ્રભાઇ સેંઘાણી, ભગવતીબેન સેંઘાણી , હરજીભાઇ વેકરીયા, નારણ વેકરીયા, અરજણભાઇ છાંગા, રણછોડભાઇ વરચંદ,…

Read More

કેન્દ્ર સરકારની “કોલ બીફોર યુ ડીગ” એપ અંગે માહિતગાર કરવા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ ઝોનનાં ટેકનિકલ સ્ટાફ માટે વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ            શહેરી વિસ્‍તારમાં વોટરવર્કસ પાઇપ લાઇન નેટવર્ક, સીવર લાઇન નેટવર્ક, સ્‍ટ્રોમ વોટર નેટવર્ક વિગેરે યુટીલીટી અન્‍ડર ગ્રાઉન્‍ડ હોય છે. આ યુટીલીટીની સાથે, પાવર સપ્‍લાઇ, ગેસ, ટેલીફોન નેટવર્ક વિગેરે પણ અન્‍ડર ગ્રાઉન્‍ડ કરવામાં આવી રહેલ છે. જાહેર રસ્‍તાઓ પર જુદી-જુદી યુટીલીટી માટે ખોદાણ કામ કરવાની જરૂરીયાત રહેતી હોય, ઘણાં વિસ્‍તારોમાં ઇમરજન્‍સી ખોદાણ કરવાનું થતું હોય, હૈયાત યુટીલીટી નેટવર્કની જાણકારી ન હોય, યુટીલીટીને નુકશાન થતું હોય છે. જેનાં નિરાકરણ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા ‘‘કોલ બીફોર યુ ડીગ એપ’’ કાર્યરત કરવામાં આવેલ છે. આ એપ અંગે…

Read More

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૦૩ કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૧૫૩ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. દ્વારા મંજુર

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકામાં તા.૦૪/૦૩/૨૦૨૩ના રોજ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડી.પી.સી.)નું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૦૩ કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૧૫૩ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. દ્વારા મંજુર કરવામાં આવેલ. ડી.પી.સી.માં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાં ખાલી પડેલ ૦૧(એક) જગ્યા પર બઢતી તેમજ સેનેટરી સબ ઇન્‍સ્પેક્ટર સંવર્ગમાંથી સેનેટરી ઇન્‍સ્પેક્ટર સંવર્ગમાંખાલી પડેલ ૦૨(બે) જગ્યા પર…

Read More

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ (WINS) એવોર્ડ્સ-૨૦૨૩નું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ           સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અગામી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ને ધ્યાને લઈને સ્વચ્છોત્સવ – ૨૦૨૩નું આયોજન કરેલ છે. છેલ્લા આઠ વર્ષથી મહિલાઓ સ્વચ્છતા માટેના જન આંદોલનમાં મોખરે છે. સ્વચ્છતામાં મહિલાઓની સહભાગિતા અને નેતૃત્વને મજબૂત કરવા અને વધારવા માટે, માનનીય કેન્દ્રીય મંત્રી, MoHUAએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ૭મી માર્ચ ૨૦૨૩ના રોજ ‘સ્વચ્છોત્સવ-૨૦૨૩’ની શરૂઆત કરી છે. ‘સ્વચ્છતામાં મહિલાઓ’ માંથી ‘મહિલાઓની આગેવાની હેઠળની સ્વચ્છતા’ સુધીના પરિવર્તન કાળની ઉજવણી કરવા અને તેને ઉત્તેજન આપવા માટે છે. ‘વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ (WINS) એવોર્ડ્સ-2023ની પ્રથમ આવૃત્તિમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં મહિલા ચેમ્પિયનને…

Read More

જિલ્‍લા /પેટા તિજોરી કચેરીઓ સહિત એસબીઆઇની સહિતની બેન્‍કીંગ શાખાઓ  તા.૩૧ માર્ચના  સાંજે ૬.૧૦ વાગ્‍યા પછી પણ લેવડ દેવડનું કામકાજ ચાલુ રાખવાનું રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ         જિલ્‍લા કલેકટર દિલીપ રાણાએ એક આદેશ દ્વારા તા.૩૧/૦૩/૨૦૨૩, શુક્રવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીઓ સરકારી લેવડ-દેવડના કામકાજ અર્થે સાંજે ૬.૧૦ સુધી અને ૬.૧૦ પછી પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ની સમાપ્‍તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બીલો/ચેક્સ ઇત્યાદી દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે જીટીઆર-૨૦૦૦ના નિયમ ૩૦૫ અને તા.૧૭/૪/૧૯૯૮ના ઠરાવ અન્‍વયે આદેશ કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની (ભુજ, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલીયા, દયાપર  શાખાઓ)  અને બેંક ઓફ બરોડા રાપર સહિત સરકારી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ કરતી અનેક બેંકીંગ ટ્રેઝરી/સબ ટ્રેઝરી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ ચાલુ રાખવા સંબંધિત બ્રાંચ મેનેજર્સને  ટ્રેઝરી ઓફિસરના પરામર્શમાં રહી ૩૧/૦૩/૨૦૨૩ના ૬.૧૦ અને પછી પણ નાણાંકીય લેવડ-દેવડ માટે ચાલુ રાખવા જણાવાયું છે.

Read More

ગીર સોમનાથમાં સીનીયર સિટિઝન બહેનો માટે યોજાઈ જિલ્લાકક્ષાની રમતગમત સ્પર્ધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઇ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરીવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તક જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ કચેરી દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કક્ષા સીનીયર સિટીઝન બહેનો (60 વર્ષથી ઉપર) માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તાજેતરમાં સરસ્વતી વિદ્યાલય, વેરાવળ ખાતે યોગાસન અને ચેસ સ્પર્ધા અને સોમનાથ ડી.એલ.એસ.એસ. સ્કુલ, કોડીનાર ખાતે એથ્લેટીક્સ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ખેલો ઈન્ડિયા’ અંતર્ગત યોજાયેલ રમતોત્સવમાં જિલ્લામાંથી એથ્લેટીક્સમાં ૪૨,…

Read More

ઉના તાલુકા “સ્વાગત” કાર્યક્રમમાં ૧૬ પ્રશ્નોનો નિકાલ કરાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ઉના તાલુકા કક્ષાનાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉના ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.     ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ફરિયાદ” નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા યોજવામાં આવે છે. જે અંતર્ગત ઉના ખાતે કાર્યક્રમમાં વિવિધ  કુલ ૧૬ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Read More

ધોરણ ૬થી ૧૨ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટે યોજાશે રાજ્યસ્તરની કોમન પ્રવેશ પરીક્ષા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ  ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શ્યિલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ તેમજ રક્ષાશક્તિ સ્કૂલ્સ તેમજ મોડેલ સ્કૂલ્સમાં ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ.૬માં પ્રવેશ માટે રાજ્યસ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન છે.             જેમાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ ૧થી ૫નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ ૫નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે અને તેમજ સ્વનિર્ભર/ખાનગી શાળાઓમાં ધોરણ-૫નો અભ્યાસ કરનાર…

Read More

વેરાવળના ભીડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે સેમીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળના ભિડીયામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં આવેલ ભીડીયા વિસ્તારની સરકારી કન્યા શાળામાં દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં સખી વન સ્ટોપ સેન્ટર અને મહિલા સહાયતા કેન્દ્રની ટીમ સહભાગી થવાની સાથે દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલાઓને સંકટ સમયમાં કઈ રીતે સલામતી અને સુરક્ષા મળી રહે તે અંગે સમજણ આપી પોતાના વિભાગ તેમજ મહિલાલક્ષી યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સેમીનારમાં…

Read More