શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી શાળા ગૌરવ સન્માન થી સન્માનિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શાળા તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુ ના વરદહસ્તે તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ હતા આવા ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈને પરેશકુમાર હિરાણીએ સમગ્ર શાળા પરિવાર, પરવડી ગામ, ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લાનુ ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક તથા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ થી પણ પરેશકુમાર હિરાણી સન્માનિત થઈ ચુક્યા છે. ત્યારે પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ…

Read More

કમોસમી વરસાદની આગાહીનાં પગલે આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રો માટે માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર નાયબ બાગાયત નિયામક, ભાવનગર દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે, હાલ કમોસમી વરસાદ ની આગાહી ને ધ્યાને લેતા આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/ સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળ છાયું વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ ૫ % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા…

Read More

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ભાવનગર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૧૫ માર્ચથી તા.૧૯ માર્ચ દરમિયાન અશાન્ત: વાદળછાયું રહેવાનું અને છુટા છવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૬ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધી ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે…

Read More

Old Regimeનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેવા પેન્શનરઓએ જિલ્લા તિજોરી કચેરી ભુજ ખાતે આધારો આપવાના રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ- કચ્છ ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરઓને જણાવવાનું કે, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪થી આવકવેરા કાયદા હેઠળ New Regime અને Old Regime એમ વિકલ્પ આપવામાં આવેલા છે. જે પેન્શનરઓ Old Regime નો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ જ અત્રેની કચેરીને લેખિતમાં તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં નિયત નમૂના ફોર્મ 12BB અને આધારો તથા વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનર દ્વારા OId Regime નો વિકલ્પ આપેલ હશે તે સિવાયના તમામ પેન્શનરઓ New Regime નો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે…

Read More

ઈણાજ ખાતે પ્રાદેશિક કચેરી કક્ષાનો વિલેજ પ્રોફાઈલ અને તાલુકા પ્લાનિંગ એટલાસ સંબંધિત તાલિમ કમ વર્કશોપ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જિલ્લા પંચાયત, ગીર સોમનાથ આંકડાશાખા તથા નિયામક અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર (સામાન્ય વહીવટ વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કચેરી કક્ષાનો વિલેજ પ્રોફાઈલ અને તાલુકા પ્લાનિંગ એટલાસ સંબંધિત તાલિમ કમ વર્કશોપ કાર્યક્રમ ઈણાજ ખાતે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાયો હતો. જેમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લાના સંબંધિત વિભાગના કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ તાલિમમાં વિલેજ પ્રોફાઈલ નકશા આધારિત અસરકારક આયોજન અંગેની પ્રણાલી અંગેનું સર્વગ્રાહી વિકાસ પ્રેરતું આયોજન, સંકલિત ડેટાબેઝ, નકશા આધારિત એપ્લીકેશન તેમજ ખૂટતી સવલતો સહિત માહિતીનું એકત્રીકરણ, માહિતીની ખરાઈ વગેરે વિશે પ્રાદેશિક નિયામક…

Read More

એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય ૧૦:૦૦ કલાક થી ૬:૩૦ કલાક સુધી રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા…

Read More

જીલ્લા કલેકટરે ઉનાળામાં પાણીની જરૂરિયાતને પહોચી વળવા તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ઉનાળાની શરૂઆતને પગલે જીલ્લામાં પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા અને પાણીની સમસ્યાને પહોચી વળવા તેમજ જીલ્લા જળ અને સ્વચ્છતા એકમ અતર્ગત નલ સે જલ યોજનાના પ્રશ્નોને નિવારવા માટે જીલ્લા કલેકટર કચેરી કક્ષાએ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં એમજીવીસીએલ, વાસ્મો, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, કા.ઇજનેર-મીકેનીકલ, વાસ્મો યુનિટ મેનેજર, તેમજ માહિતી ખાતાના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. કલેકટર સુ સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે જે એજન્સીઓને કામ આપવામાં આવેલું છે તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવશે અને જો ખાનગી એજન્સીઓના કામમાં બેદરકારી જણાશે તો કલેકટર કચેરીથી…

Read More

 (૧) ભક્તિભુમી એપાર્ટમેન્ટ અને (૨) ભગીની નિવેદિતા ટાઉનશીપનાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ ભક્તીભુમી એપાર્ટમેન્ટ, નવો ૪૦ ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મવડી  રાજકોટ તથા (૨) તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપ, રેલનગર, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ…

Read More

રાજ્યકક્ષાના કલામહાકુંભમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અમરેલી ખાતે કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલયમાં રાજ્યકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી ૧૫-૨૦ વર્ષના ગ્રુપમાં મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની મકવાણા પ્રિયા સંજયભાઈએ લોકવાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ગીર સોમનાથનું નામ રોશન કર્યુ છે. મોડેલ સ્કૂલ ઈણાજમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી તાંતીવેલા ગામના સામાન્ય મજૂરી કરતા પિતાની દીકરીની સફળતા પર શાળાના આચાર્ય અલ્પાબહેન તારપરાએ…

Read More

તૃણધાન્ય પાકોથી વધ્યો કાજરડીના ખેડૂતનો વૈભવ, મેળવે છે માર્કેટ કરતાં પણ વધુ ભાવ

આંતરરાષ્ટ્રીય મિલેટ યર-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                પ્રકૃતિની સંભાળ સાથે જ ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આજના યુગની માંગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દેશભરના ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત પ્રયાસરત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે રાસાયણિક કૃષિના દુષ્પ્રભાવમાંથી ઉગારવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો છે ત્યારે ગીર સોમનાથના ઉના તાલુકાના કાજરડી ગામના ચારણીયા ભાયાભાઈ રામભાઈ નામના ખેડૂત વિવિધ સરકારી સહાય દ્વારા પ્રાકૃતિક ખેતી થકી તૃણધાન્ય પાકોનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી ઉત્તમ નફો મેળવી…

Read More