આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની આધાર નોંધણીની કામગીરી ચૂંટણી શાખા હસ્તક કરવામાં આવે છે. આધાર કેન્દ્રો ખાતે આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ મીટિંગ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ નીચે મુજબની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) આધાર નોંધણીની કામગીરીનો અનુભવ ધરાવનાર તથા નીચે મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ તા૨૪/૦૩/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મીટીંગ હોલ, પ્રથમ…

Read More

વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારના જૂના ગણેશનગરમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૦-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારના જૂના ગણેશનગરમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામા સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં શ્રમિકોએ લાભ લીધો હતો. આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી એન્જીનીયર પી.…

Read More

બાગાયતી પાકોમાં રોગ- જીવાતના ઉપદ્રવ ને ડામવા વૈજ્ઞાનિકોએ ખેડૂતોને સુચવ્યા પગલા

ભુજ          કચ્છ જિલ્લાના નખત્રાણા તેમજ માંડવી તાલુકાના ખેડૂતો તરફથી ચાલુ વર્ષે બાગાયતી પાકોમાં વેજીટેટીવ, ફ્લાવરીંગ તથા ફળ સેટીંગ જેવી અવસ્થામાં થ્રીપ્સ, માલફોરમેશન, ભૂકીછારો, મધિયો, સ્ટેમ બોરર જેવા રોગ-જીવાતના ઉપદ્રવના કારણે પાક નિષ્ફળ થયેલ હોતા વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવા બાબતની રજૂઆત કરાતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આ અનુંસંધાને વૈજ્ઞાનિકોની ટીમ મોકલવામાં આવી હતી. જેણે સ્થળ મુલાકાત કરીને ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી માંથી વૈજ્ઞાનિકોની ટીમ બોલાવવામાં આવેલી હતી. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ડો. મનીષ…

Read More

જસદણ સરકારી હોસ્પીટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજોટ રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓનું મેડીકલ હેલ્થ ચેકઅપ કરાવવા સૂચના આપેલ હોય જે અન્વયે કે.જી.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ ડીવીઝનના માર્ગદર્શન હેઠળ જસદણ, આટકોટ, ભાડલા તથા વિછાયા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારજનનું ગિરિરાજ હોસ્પીટલ, જસદણ સિવિલ હોસ્પીટલ તથા જસદણના નામાંકિત ડોક્ટરના સહયોગથી જશદણ સિવિલ હોસ્પીટલ ખાતે સર્વરોગ નીદાન કેમ્પ તથા મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ જેમાં ઉપરોક્ત ચારેય પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવાર જનોએ લાભ…

Read More

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, સોમનાથ           કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી સ્થળાંતર કરીને તમિલનાડુ રાજ્યમાં સ્થાયી થયેલા લોકોને સન્માનિત કરવા તેમજ બંને રાજ્યો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરી સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.૧૯મી માર્ચના રોજ ચેન્નાઈ ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયા, અનુરાગ ઠાકુર, ડૉ. એલ.મુરુગ્ગન તેમજ ગુજરાતના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી  ગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક…

Read More

કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા ભુજ ખાતે માજી સૈનિક મહા સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, ભુજ         ભુજ ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા માજી સૈનિકો, તેમના આશ્રિતોને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળી રહે અને તેમની ફરિયાદોનું નિવારણ આવે તે માટે માજી સૈનિક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા કલેકટર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મહા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, દેશમાં સૈનિકો રાત દિવસ વિષમ પરિસ્થિતિઓ વચ્ચે સીમાઓનું રક્ષણ કરે છે. પોતાના સ્વજનોથી દૂર રહીને રાષ્ટ્રીય સુરક્ષા માટે તેઓ નિર્ભયપણે ફરજ બજાવે છે.…

Read More

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહ આજરોજ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિતભાઈ શાહે દર્શન કર્યા હતા સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. તેમની સાથે તેમના ધર્મપત્ની તેમજ પૌત્રી દર્શન અને પૂજામાં જોડાયા હતા. તેઓ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પૂજા સમાપન બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા…

Read More

આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનાં ભાગરૂપે સિનિયર સીટીઝન બહેનોની રમતોનું આયોજન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮ મી માર્ચનાં દિવસે આંતર રાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિન ઉજવાનો હેતુ વિશ્વની તમામ મહિલાઓમાં નારી ઉત્કર્ષ માટે લોક અગૃતિ લાવવાનો અને શિક્ષણની સાથે સાથે તેમાં રમતો રસ તેમના સ્વાસ્થયમાં પણ સુધારો લાવી શકે તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત સિનિયર સીટીઝન બહેનોની ચાર રમતો એથ્લેટિક, યોગાસન, ચેસ અને રસ્સાખેંચની રમતોનું આયોજન તા.૧૭/૦૩/૨૦૩ ના રોજ સરદાર પટેલ રમત…

Read More

ફરિયાદકા ખાતે યોજાયેલ આયુષ મેળામાં આરોગ્યતંત્રની કામગીરીને બિરદાવતા જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ફરીયાદકા ખાતે તા ૧૮ માર્ચ ના રોજ આયુષ મેળો યોજાયો હતો. આ આયુષ મેળામાં ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે સમગ્ર આરોગ્યતંત્ર દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરીને બિરદાવી હતી. તેમને આર્યુવેદિક વિભાગ, તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, દરેક સબ સેન્ટર નાં તમામ કર્મચારી એ જીવના જોખમે કાર્ય કર્યું તેની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે આરોગ્ય સમિતિ ચેરમેન વિક્રમ ભાઇ ડાભી દ્વારા યોગ આર્યુવેદના ફાયદાની સમજણ આપી હતી.

Read More

રાજ્ય સરકાર/ પંચાયતના પેન્શનરોની આવકવેરા કપાત કરવા અંગે સુચન

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ પ્રવર્તમાન નિયમો મુજબ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી આવકવેરા કાયદા હેઠળ OLD રકમ REGIME અનુસાર (રૂ.૫,૦૦,૦૦૦/- તથા નિયમોનુસાર રોકાણો બાદની રકમ) તથા NEW REGIME અનુસાર (રૂ.૭,૫૦,૦૦૦/-) કરતા વધુ વાર્ષિક આવક થતી હોય તેઓના પેન્શનમાંથી આવકવેરાની કપાત કરવાની થતી હોય તો OLD REGIME અથવા NEW REGIME અંગેનો વિકલ્પ આપવાનો રહે છે. જે પેન્શનરઓ OLD REGIME નો વિકલ્પ સ્વીકારવા માગતા હોય તેઓએ જ અત્રેની કચેરીને લેખિતમાં મોડામાં મોડુ તા.૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનર દ્વારા OLD REGIME…

Read More