વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારના જૂના ગણેશનગરમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામાં સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ વધુને વધુ નાગરિકો મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તા. ૨૦-૦૩-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૧૮ કોઠારીયા વિસ્તારના જૂના ગણેશનગરમાં વસવાટ કરતા શ્રમજીવી લોકોને ઈ-શ્રમ કાર્ડ મેળવવામા સગવડતા અને સરળતા રહે તે માટે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં શ્રમિકોએ લાભ લીધો હતો.

આ ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનું આયોજન ઈસ્ટ ઝોનમાં સીટી એન્જીનીયર પી. ડી. અઢીયાના માર્ગદર્શન દર્શન હેઠળ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સ્ટાફ તથા કોર્પોરેટરના સંકલનથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કોર્પોરેટરઓ તથા વોર્ડનાં ડેપ્યુટી એન્જીનીયર એન. એ. મકવાણામદદનીશ ઇજનેર જયદીપભાઇ  ચૌધરી અને વર્ક આસીસ્ટન્ટ તૃપ્તેશ વસાવા હાજર રહી ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવાનીકામગીરી કરવામાં આવેલ છે જેમાં આજ રોજ બાહોળા સમુદાયે લાભ લીધેલ છે.

Related posts

Leave a Comment