આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની આધાર નોંધણીની કામગીરી ચૂંટણી શાખા હસ્તક કરવામાં આવે છે. આધાર કેન્દ્રો ખાતે આધાર નોંધણીની કામગીરી માટે સુપરવાઈઝર અને ઓપરેટરની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) તા. ૨૪-૦૩-૨૦૨૩ને શુક્રવારનાં રોજ મીટિંગ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના આધાર કેન્દ્રો માટે કેન્દ્ર સરકારની સૂચના મુજબ નીચે મુજબની જગ્યા માટે ૧૧-માસના કરાર ધોરણે (માનદ વેતનથી) આધાર નોંધણીની કામગીરીનો અનુભવ ધરાવનાર તથા નીચે મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ તા૨૪/૦૩/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મીટીંગ હોલ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઝોન કચેરી, ડૉ.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

          આ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આવનાર ઉમેદવારોનું સવારે ૦૯:૦૦ કલાક થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ સમયમર્યાદા બાદ કોઈ ઉમેદવારોની અરજી ધ્યાનમાં લેવાશે નહિ.

          નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત તથા એક્ટીવ આઈ.ડી. ધરાવનાર ઉમેદવાર જ આ ઇન્ટરવ્યુમાં ભાગ લઇ શકશે. તેમજ UIDAI વિભાગ દ્વારા જેમની આઈ.ડી. સસ્પેન્ડ/બ્લેકલીસ્ટેડ/બંધ હોય તેવા ઉમેદવારો ગેરલાયક ગણાશે.

ક્રમ જગ્યાનું નામ સંખ્યા શૈક્ષણિક લાયકાત માનદવેતન
૧. ઓપરેટર UIDAI વિભાગની NSEIT EXAM પાસ કર્યાનું સર્ટીફીકેટ,

ધોરણ-૧૨ પાસ અને કોમ્પ્યુટરની બેઝીક જાણકારી

રૂા.૧૦,૦૦૦/-

માસિક ફિક્સ

૨. સુપરવાઈઝર પ્રતિક્ષા યાદી માટે UIDAI વિભાગની NSEIT EXAM પાસ કર્યાનું સર્ટીફીકેટ, ધોરણ-૧૨ પાસ અને કોમ્પ્યુટર ડીપ્લોમાં પરંતુ BSc(IT)/ BCA/ MCA/ MSc(IT)/ BE(IT/ Computer)ની ડીગ્રી ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવાની રહેશે. રૂા.૧૨,૦૦૦/-

માસિક ફિક્સ

ઉપરોક્ત જગ્યા માટે રસ ધરાવનાર ઉમેદવારોએ ૦૨-પાસપોર્ટ સાઈઝ ફોટો, જન્મતારીખનું પ્રમાણપત્ર/સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ તથા ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાતનાં તમામ આધાર પૂરાવાના અસલ ડોક્યુમેન્ટ તથા ઝેરોક્ષ નકલ સાથે ઉપસ્થિત રહેવું. વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકા, ચૂંટણી શાખા, રૂમ નં.૧૧, ત્રીજો માળ, ડૉ.આંબેડકરભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટનો સંપર્ક કરી શકશો.

Related posts

Leave a Comment