રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન ભાવનગર ખાતે માનવસેવા હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર

તા. ૯ જુલાઈ ૨૦૨૨ ના રોજ રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન ભાવનગર અને સરદાર પટેલ યુવા ગ્રુપ તરસમિયા અને કેપીએસ કોલેજના સહયોગી સંસ્થાઓથી અને શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. બ્લડ ડોનેટ કરવાથી ન માત્ર કોઈનું જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવું પોતાના સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે આ ઉપરાંત કેટલાય લોકો રક્તદાન કરવાથી ડરતા હોય છે એક્સપર્ટ નું કેવું છે કે રક્તદાન કરવાથી હૃદયના શ્વાસમાં સુધારો અને વજન કંટ્રોલ સહિત હેલ્થને કેટલા ફાયદા થાય છે બ્લડ ડોનેશન રક્તદાતાઓ ના શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે એટલા માટે બ્લડ ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે ૧૪ જૂનના દિવસે વર્લ્ડ ડોનર ડે સેલિબ્રેટ કરવામાં આવે છે આથી બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ બેન્કના કર્મચારીઓ અને રોટરી ક્લબના મેમ્બર્સ, કેપીએસ કોલેજના પ્રિન્સિપલ અને સ્ટાફ બ્લડ ડોનેટ કરવા આવેલ તમામ મિત્રોનો રોટરી ક્લબ ભાવનગર રાઉન્ડ આભાર વ્યક્ત કરેલ

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment