અઢાર ગામો માટે અવરજવર અને સિંચાઈ માટે સુવિધા મળવાની હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આભાર વ્યક્ત કરતા સાંસદ પૂનમબેન માડમ.
જામનગર
મનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ ની રજૂઆત થી હળવદ તાલુકાની મણવર નદી ઉપર ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારશ્રીએ મંજૂર કરતા ૧૮ ગામો માટે અવરજવર અને સિંચાઈની સુવિધા થનાર છે જે અંગે સાંસદ પૂનમબેન માડમએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આભાર વ્યક્ત કર્યો છે.
કાલાવડ તાલુકાના મોટા નાગાજાર અને નાની નાગાજાર વચ્ચે મણવર નદી આવેલી છે અને નદી ની અંદર ઉંડ ડેમ નો ભરાવો થતાં રસ્તો કાયમી બંધ થવાથી પીઠડીયા 1 થી 4, ખારાવેઢા, સુમરી, ધુતારપર, વિભાણીયા, રોજીયા, જુવાનપર, જીવાપર, ખાખરા, ખોખરી, ડાંગરા, હડમતીયા, વિસામણ, ગોલીટા અને જીલરીયા ના ગ્રામજનોની હાલાકી થાય છે કેમકે અવરજવર બંધ થતા ફરીને જવું પડે છે માટે મણવર નદી ઉપર કોઝવે કમ ચેકડેમ બનાવવાની જરૂરિયાત બાબતે સાંસદ સભ્ય પુનમ બેન માડમ સમક્ષ ગામોના સરપંચોએ, આગેવાનોએ, પ્રજા પ્રતિનિધિઓ એ રજૂઆત કરી હતી.
આ રજૂઆતને ગંભીરતાથી લઈ સંસદ સભ્ય પૂનમબેન માડમનએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સમક્ષ ભારપૂર્વક રજુઆત કરી હતી. જે રજૂઆતને મુખ્યમંત્રીએ મંજૂર કરી સિંચાઈ વિભાગની સુચના આપતા આ કામને વહીવટી મંજૂરી આપી દીધું છે અને ટેન્ડર બહાર પાડી તાત્કાલિક કામ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.
અઢાર ગામોને અવરજવરની તેમજ સુવિધા થનાર હોય રજૂઆત કરતાં સૌ સહિત ગ્રામજનોમાં ખુશીની લાગણી વ્યાપી છે અને સૌએ સાંસદ પૂનમબેન માડમ નો આભાર વ્યક્ત કર્યો છે.