જામનગર તા.૧૧ ડિસેમ્બર, રાજ્યમાં ખરીફ ઋતુમાં તારીખ ૧૫ ઓક્ટોબર થી ૨૦ નવેમ્બર દરમિયાન વાવાઝોડું, કમોસમી વરસાદ તેમજ કરા પડવાના કારણે ખેડૂતોને પાક કાંપણી, લણણી અને સંગ્રહના તબક્કે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે જે ધ્યાને આવતા સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ ખેડૂતોના લાભાર્થે જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ આ પેકેજનો લાભ મેળવવા દરેક ખેડૂત ખાતેદારે ‘ડીજીટલ ગુજરાત પોર્ટલ’ પર ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ મારફત ખાતાદિઠ એક અરજી કરવાની રહેશે અને ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તે તમામ પૈકી એકને સહાય મળવાપાત્ર રહેશે તથા ઓનલાઈન કરેલ અરજી પત્રક, ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/૭-૧૨, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની વિગત, સંયુક્ત ખાતાનું સંમતી પત્ર અથવા કબુલાતનામુ વગેરે સાધનીક કાગળો સાથે તા.૩૧/૧૨/૨૦૧૯ સુધીમાં તલાટી મંત્રી / ગ્રામ સેવકને મોકલી આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.
Related posts
-
राहुल गांधी द्वारा हिंदुओं के खिलाफ की गई टिप्पणियों के विरोध में कानूनी कार्रवाई कराने हेतु।
हिन्द न्यूज़, फरीदाबाद दिनांक 1 जुलाई 2024 को राहुल गांधी ने संसद में... -
‘देव सेना’ द्वारा नगर निगम आयुक्त को श्री कृष्ण बलदेव छठ मेले के लिए दशहरा मैदान आयोजित करने की मांग
हिन्द न्यूज़, फरीदाबाद ‘देव सेना’ द्वारा नगर निगम आयुक्त को श्री कृष्ण बलदेव छठ... -
વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છના ત્રણ તાલુકામાં જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, ભુજ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગની...