હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોએ પ્રવર્તમાન નિયમો મુજબ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી આવકવેરા કાયદા હેઠળ OLD રકમ REGIME અનુસાર (રૂ.૫,૦૦,૦૦૦/- તથા નિયમોનુસાર રોકાણો બાદની રકમ) તથા NEW REGIME અનુસાર (રૂ.૭,૫૦,૦૦૦/-) કરતા વધુ વાર્ષિક આવક થતી હોય તેઓના પેન્શનમાંથી આવકવેરાની કપાત કરવાની થતી હોય તો OLD REGIME અથવા NEW REGIME અંગેનો વિકલ્પ આપવાનો રહે છે. જે પેન્શનરઓ OLD REGIME નો વિકલ્પ સ્વીકારવા માગતા હોય તેઓએ જ અત્રેની કચેરીને લેખિતમાં મોડામાં મોડુ તા.૩૦/૦૪/૨૦૨૩ સુધીમાં વિકલ્પ આપવાનો રહેશે. જે પેન્શનર દ્વારા OLD REGIME નો વિકલ્પ આપેલ હશે તે સિવાયના તમામ પેન્શનરઓને NEW REGIME મુજબ આવકવેરા કાયદા હેઠળ આવકવેરાની કપાત કરવામાં આવશે જે પેન્શનરો કુટુંબ પેન્શન મેળવતા હોય તેઓની કપાત કરવાની થતી ન હોય તેમણે વિકલ્પ આપવાનો રહેતો નથી. જેની નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.