ભાવનગરમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર દ્વારા તા. 21 માર્ચના ‘વિશ્વ કવિતા દિવસ’ ની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર નારી ગામ પાસે, સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી) દ્વારા તા. ૨૧ માર્ચ ૨૦૨૩ ના રોજ ‘વિશ્વ કવિતા દિવસ ’ ની ઉજવણી થવા જઈ રહી છે. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ લોકો માં વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા લાવવાનો અને ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિતે વિજ્ઞાન ને અલગ રીતે રજુ કરવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ ની થીમ STEM (Science, Technology, Engineering, Mathematics) એટલે કે વિજ્ઞાન વિષયો પર આધારિત છે જેમાં યુવા કવિઓ પોતાને અનુકુળ ભાષા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી) માં પોતાની કૃતિ/કવિતા રજુ કરી શકશે. કવિતા પ્રેમી યુવાનો, વિદ્યાર્થી મિત્રો કે જે કૃતિ લખવામાં રસ ધરાવે છે તેમના માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર અનોખી તક આપે છે.

આ કાર્યક્રમ માં ભાગ લેવા માટે આપેલ ક્યું. આર. કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોઈ પણ કાર્યક્રમ માં ભાગ લેવા માટે એક પણ પ્રકાર ની રજીસ્ટ્રેશન ફી કે અન્ય ચાર્જ નથી. એન્ટ્રી ફી ૨૦ માં પ્રવેશ લઇ કાર્યક્રમ માણો અને કાર્યક્રમ ઉપરાંત આરએસસી ભાવનગર ની જુદી જુદી માહિતી સભર ગેલેરીઓ ની મુલાકાત લઈ શકશે કે જેમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ ગેલેરી, બાયો-સાયન્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી (ફિઝિયોલોજી અને મેડિસિન) નો સમાવેશ થાય છે. નોબલ પ્રાઈઝ ગેલેરી ભાવનગર માં આ એક અનોખી ગેલેરી છે કે જેમા 220 થી વધારે વૈજ્ઞાનિકો અને એના ના કામ વિશે માહિતી આપવામાં આવે છે જેઓ એ શરીરવિજ્ઞાન અને દવા પર પોતાનુ યોગદાન આપ્યુ છે.

Related posts

Leave a Comment