બોટાદ કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ અન્વયે ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા બોટાદ દ્વારા આયોજિત આપત્તિ જોખમ વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફની ટીમ ભૂકંપ જેવી અણધારી આપત્તિ વખતે કેટલી સુસજ્જ છે તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એનડીઆરએફના વડોદરા ખાતેના બટાલિયન-6ના અધિકારી ચોપરા દ્વારા આપત્તિ સમયે એનડીઆરએફ ટીમની કામગીરી કંઇ પ્રકારની હોય છે તેમની શું જવાબદારી છે તેમજ કેવી તૈયારી છે તે બાબતે ઉપસ્થિત બોટાદ ટીમના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,…

Read More

બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વ્રુતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ વર્ગ” સંપન્ન

હિન્દ ન્યુઝ, બોટાદ         નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા બોટાદના શહેરી વિસ્તારમાં મહિલા વૃતિકા યોજના અંતર્ગત બહેનોને ફળ અને શાકભાજી પરિરક્ષણ (કેનિંગ) વિશે બાગાયત મદદનીશ પી. એચ. શિયાળીયા અને બાગાયત નિરીક્ષક એમ. એન. રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પાંચ દિવસીય તાલીમ વર્ગમાં આદુ-લીંબુનુ શરબત, નારંગીનું શરબત, અથાણું, ફ્રૂટજામ, વિવિધ શાકભાજીમાંથી સોસ, ટોપરાના લાડુ સહિતની બનાવટો સ્થળ પર બનાવવામાં આવી હતી. સાથોસાથ બહેનો પણ પોતાની જાતે આવી પૌષ્ટિક, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાનગીઓ બનાવે અને પગભર થાય એવા આશયથી સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Read More

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપતું ગુજરાત

હિન્દ ન્યુઝ, બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૮ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.ર૦મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૮ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં ૯૮પર કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૦,૮પ૧ સૂચિત…

Read More

તળાજા ખાતે તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર આઈ. ટી. આઈ. – તળાજા, જી. ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની) માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ડાઇરેક્ટ સેલ્સ એક્સિકયુટિવ, માર્કેટિંગ મેનેજર, ટ્રેની, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ . ટી . આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૨૨/૦૨/૨૦૨૩ (બુધવાર), સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે, આઈ. ટી. આઈ- તળાજા, મું. તળાજા, જી. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૫ ( પાંચ ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે…

Read More

વિદેશમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખવામાં આવેલા તાલાલાના આશાસ્પદ યુવાનને સહી સલામત ભારત પહોંચાડી પરીવાર સાથે મીલન કરાવતી ગીર સોમનાથ પોલીસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર ખાતે એક ઓરડામાં ગોંધી રાખવામાં આવેલા તાલાલા-ગુજરાતના આશાસ્પદ યુવાનને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી અને ગીર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ સહી સલામત ભારત પહોંચાડી ગીર સોમનાથ પોલીસે પરીવાર સાથે મીલન કરાવ્યુ છે. તાલાલાથી દુબઇ પહોંચેલા નીરવને વધુ પગારની નોકરીની લાલચ આપી દુબઇનો એક એજન્ટ મ્યાનમાર લઇ ગયો હતો. આ કંપની ફ્રોડ હોવાનું ધ્યાને આવતા નીરવે આ નોકરી છોડી ભારત પરત જવાનુ કહી દેતા કંપની સંચાલકોએ નીરવ તેમજ તેની સાથે ગયેલા અન્ય ૭ મળી કુલ…

Read More