બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વ્રુતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ વર્ગ” સંપન્ન

હિન્દ ન્યુઝ, બોટાદ

        નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા બોટાદના શહેરી વિસ્તારમાં મહિલા વૃતિકા યોજના અંતર્ગત બહેનોને ફળ અને શાકભાજી પરિરક્ષણ (કેનિંગ) વિશે બાગાયત મદદનીશ પી. એચ. શિયાળીયા અને બાગાયત નિરીક્ષક એમ. એન. રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

પાંચ દિવસીય તાલીમ વર્ગમાં આદુ-લીંબુનુ શરબત, નારંગીનું શરબત, અથાણું, ફ્રૂટજામ, વિવિધ શાકભાજીમાંથી સોસ, ટોપરાના લાડુ સહિતની બનાવટો સ્થળ પર બનાવવામાં આવી હતી. સાથોસાથ બહેનો પણ પોતાની જાતે આવી પૌષ્ટિક, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાનગીઓ બનાવે અને પગભર થાય એવા આશયથી સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ વર્ગ દરમિયાન બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જે. ડી. વાળાએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થી બહેનોએ આવા તાલીમ વર્ગો અવાર-નવાર યોજવા જોઈએ તેવા પ્રતિભાવો રજૂ કર્યા હતો. તાલીમ વર્ગના અંતમાં પ્રમાણપત્ર અને કેનીંગ બુકનું વિતરણ કરી પાંચ દિવસીય કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment