સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ ભુજ સમગ્ર રાજય સાથે આજરોજ કચ્છ જિલ્લામાં લાખોંદ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવના ખાણેત્રા કામનો પ્રારંભ કરાવતા સાંસદએ સમગ્ર કચ્છવાસીઓને સરકારની આ યોજના હેઠળ થનારા જળસંચય અને જળબચાવના કામોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. લાખોંદના રાગેરાઇ તળાવને ૨૦ હજાર ઘનમીટર ઊંડુ કરાશે જેનાથી તેમાં ૨ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પાણીના સંગ્રહથી ૫૦૦ જેટલા પશુધનને ફાયદો થશે તે ઉપરાંત પીવા, સિંચાઇ માટે પણ પાણી ઉપલબ્ધ બનશે તેવું વિગતો આપતા સાંસદ વિનોદભાઇ ચાવડા ઉમેર્યું હતું…
Read MoreMonth: February 2023
અખિલ કોટક પ્રોડકશન – પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત
હિન્દ ન્યુઝ, રાજકોટ શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સહ સંયોજક વિજયભાઈ કારીયાની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં અખિલ કોટક પ્રોડકશન અને પુષ્પરાજ ગુંજન એન્ટરટેઈન્મેન્ટ ધ્વારા નિર્મિત સસ્પેન્સ, થ્રીલર ગુજરાતી ફિલ્મ ‘ગુમ’ નું ખાતમુર્હુત શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, શહેર ભાજપ મીડીયા સેલ ઈન્ચાર્જ રાજન ઠકકર અને શહેર ભાજપ સાંસ્કૃતીક સેલના સંયોજક વિજયભાઈ કારીયા, અભિષેક કારીયાના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ તકે હરેશભાઈ જોષી, રાજન ઠકકર અને વિજયભાઈ કારીયાએ જણાવેલ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફીલ્મ ક્ષેત્રે આમુલ પરિવર્તન આવતુ જાય છે. ગત વર્ષે…
Read MoreG-૨૦: ‘વસુધૈવ કુટુંબકમ’ : લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ઘટના
વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે: આદિકાળથી ભારત ‘વસુધૈવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ જ એક પર હિન્દ ન્યુઝ, સુરત ભારતને તા. ૧ ડિસેમ્બર,૨૦૨૨ થી ૩૦ નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦ અધ્યક્ષપદ દેશના ઈતિહાસમાં ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના છે. વિશ્વના ભલા માટે ભારતની ભૂમિકા વિશ્વના દેશો સ્વીકારે છે. ભારત વિશ્વની પ્રમુખ સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. આ અભિગમમાં જ ‘વસુધૈવ કુટુંબકમ’- સમગ્ર વિશ્વ જ એક પરિવાર છે’ એવી ભાવના મૂર્તિમંત થાય છે. તા.૧ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ…
Read Moreતળાજા, પાલિતાણા અને મહુવા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર આર.ટી.ઓ. દ્વારા વાહનોના ફિટનેસ માટે વિવિધ તાલુકા મથકે કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં તળાજા ખાતે તા.૨૨-૦૨-૨૦૨૩, પાલિતાણા ખાતે તા.૨૩-૦૨-૨૦૨૩ તથા મહુવા ખાતે તા.૨૪-૦૨-૨૦૨૩ નાં રોજ આ કેમ્પ રાખવામાં આવેલ છે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.
Read Moreભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર(ગ્રામ્ય) તાલુકામાં ઘોળીવાવ, કાનાતળાવ, ભડભીડ, કાળાતળાવ નિરમા બ્રાંચ, સવાઇનગર જત વિસ્તાર, નવા કોટડા, ગોકુળપરા તથા મેલકડી ખાતે આવેલ પ્રાથમિક શાળાઓ ખાતે મધ્યાહન ભોજન યોજના ચલાવવા માટે સંચાલકોની જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ ૭ પાસ તથા ૨૦ થી ૫૫ વર્ષ વચ્ચેની ઉમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી તા.૦૫/૦૩/૨૦૨૩ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવે છે. વિધવા, નિરાધાર મહિલાઓ, અપંગ તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકોનાં અરજી ફોર્મ જાહેર રજાનાં દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી, ભાવનગર(ગ્રામ્ય) ખાતેથી મળી શકશે. બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)
Read Moreભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ થી ૧૨ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડથી ૧૨ નવી બસોને સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસોમાં ૨ સ્લીપર કોચ અને ૧૦ લક્ઝરી કોચ (પુસ બેક ની સુવિધાયુક્ત) નવી બસો ભાવનગર એસ. ટી. બસ સ્ટેન્ડ થી અલગ અલગ રૂટ માટે દોડશે. આ તકે ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળે તેવો સરકાર નો અભિગમ રહ્યો છે લોકોને આવાગમનની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ શકે તેમજ આરામદાયક…
Read Moreવોર્ડ નં. ૦૭માં મ્યુનિ. કમિશનર અમિત અરોરાની વોર્ડ ઓફિસે રીવ્યુ મીટિંગ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૧૪-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૦૭ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ સહિતની બાબતો અંગે પ્રેઝેન્ટેશન થકી રીવ્યુ મીટિંગ કરવામાં આવી હતી. આજની મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની વિઝિટ દરમ્યાન સિટી…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથી૫ગા રોગ નિમુર્લન કાર્યક્રમ અન્વયે નાઇટ બ્લડ સર્વેની કામગીરીમાં કૂલ ૧૮ સાઇટમાંથી ૯૧૦ લોહીના નમુના લેવામાં આવ્યા.
હિન્દ ન્યુઝ, રાજકોટ હાથીપગો મચ્છર કરડવાથી થતો એક રોગ છે.હાથી૫ગાને આ૫ણે ‘’ફાઇલેરિયા’’નામે ૫ણ ઓળખીએ છીએ. જે વુચેરીયાબેનક્રોફટી નામના કૃમિથી થાય છે.આરોગથી સમાન્યત: દર્દીનુ મૃત્યુ થતુ નથી પરંતુ દર્દી કાયમી માટે અપંગ બની જાય છે અને દર્દીનીજીવનભરની ખુશાલી છિનવાય જાય છે. હાથી૫ગાની સારવાર માટે (ડી.ઇ.સી.) નામની દવા આ૫વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ – ૨૦૦૭ થી ૨૦૧૨ હાઉસ-ટુ-હાઉસ એમ.ડી.એ (માસ ડ્રગ એડમીનીસ્ટ્રેસન) કાર્યક્રમ હાથ ઘરી ઘરે ઘરે લોકોને ડી.ઇ.સી. ટેબલેટગળાવવાની કામગીરી હાથ ઘરેલ હતી. છેલ્લો એમ.ડી.એ. રાઉન્ડ વર્ષ ૨૦૧૨ માં સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ હાથી૫ગા નિમુર્લન કાર્યક્રમ અંતર્ગત ટ્રાન્સમીશનએસેસમેન્ટ સર્વે – ૧, ર તથા…
Read Moreરૂદ્રાક્ષ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રૂદ્રાક્ષ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૪/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ. આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે. …
Read Moreવોર્ડ નં. ૮ તથા આસપાસનાં વિસ્તારોમાં ટ્રન્ક લાઈન, મેન હોલની સફાઈ જેટિંગ યુનિટ, ડીસિલ્ટ રીક્ષા તથા મેન્યુઅલ લેબર દ્વારા સફાઈ હાથ ધરવામાં
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન તથા મેનહોલની સફાઈ નિયમિત કરવામાં આવતી હોય છે, શહેરના વોર્ડ નં ૮માં આવેલ લક્ષ્મીનગર મેઈન રોડ તથા આસપાસનાં વિસ્તારોમાંથી આવતી ફરિયાદોના નિવારણના ભાગરૂપે તા.૧૪-૦૨-૨૦૨૩નાં રોજ ટ્રન્ક લાઈન, મેન હોલની સફાઈ જેટિંગ યુનિટ, ડીસિલ્ટ રીક્ષા તથા મેન્યુઅલ લેબર દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી.
Read More