રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથી૫ગા રોગ નિમુર્લન કાર્યક્રમ અન્વયે નાઇટ બ્લડ સર્વેની કામગીરીમાં કૂલ ૧૮ સાઇટમાંથી ૯૧૦ લોહીના નમુના લેવામાં આવ્યા.

હિન્દ ન્યુઝ, રાજકોટ

હાથીપગો મચ્છર કરડવાથી થતો એક રોગ છે.હાથી૫ગાને આ૫ણે ‘’ફાઇલેરિયા’’નામે ૫ણ ઓળખીએ છીએ.  જે વુચેરીયાબેનક્રોફટી નામના કૃમિથી થાય છે.આરોગથી સમાન્યત: દર્દીનુ મૃત્યુ થતુ નથી પરંતુ દર્દી કાયમી માટે અપંગ બની જાય છે અને દર્દીનીજીવનભરની ખુશાલી છિનવાય જાય છે.

હાથી૫ગાની સારવાર માટે (ડી.ઇ.સી.) નામની દવા આ૫વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ – ૨૦૦૭ થી ૨૦૧૨ હાઉસ-ટુ-હાઉસ એમ.ડી.એ (માસ ડ્રગ એડમીનીસ્ટ્રેસન) કાર્યક્રમ હાથ ઘરી ઘરે ઘરે લોકોને ડી.ઇ.સી. ટેબલેટગળાવવાની કામગીરી હાથ ઘરેલ હતી. છેલ્લો એમ.ડી.એ. રાઉન્ડ વર્ષ ૨૦૧૨ માં સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ હાથી૫ગા નિમુર્લન કાર્યક્રમ અંતર્ગત ટ્રાન્સમીશનએસેસમેન્ટ સર્વે – ૧ર તથા ૩ સફળતા પુર્વક પાસ કરેલ છે.

હાલ રાજકોટ શહેરમાં હાથી૫ગા (ફાઇલેરીયાસીસ) નાજુના ૧૩ દર્દી છે. આ તમામ દર્દીઓ અગાઉ નોંઘાયેલ છે. છેલ્લા વર્ષ ૨૦૦૭ થી એક ૫ણ નવો કેસ નોંઘાયેલ નથી. 

આ રોગના જંતુઓ (માઇક્રોફાઇલેરીયા કૃમિ) મનુષ્યના શરીરમાં રહે છે અને ઘણા વર્ષો બાદ રોગના ચિન્હો દેખાય છે એક વાર હાથીપગાનો રોગ લાગુ પડી ગયા બાદ તેને મટાડવાનો કોઈ ઈલાજ નથી. પરંતુ મનુષ્યના લોહીમાં આવા કૃમિમાલૂમ પડે તેને દવા આપી તેને હાથીપગાના દર્દી બનતા અટકાવી શકાય.હાથી૫ગાના કૃમિ રાત્રીના સમય દરમ્યાન લોહીમાં સક્રિય હોયઆથી રાત્રી દરમ્યાન લોહીનાનમુના લઇ તેનુ ૫રીક્ષણ કરવાની કામગીરી કરવામાં આવે છે.

હાથી૫ગા નિમૃર્લન કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર વર્ષે ફિકસ અને રેન્ડમસાઇટ ૫ર અને માઇગ્રેટરી વિસ્તાર (ગુજરાત બહારથી સ્થળાંતર કરેલવસ્તીના વિસ્તાર) માં નાઇટ બ્લડ સર્વેઘ્વારાલોહનાનમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. તા.૦૮/૦૨/૨૦૨૩ અને તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ૩૬ ટીમ દ્વારાદેવકીનંદનસોસા.ભીમરાવનગરમયુરનગરભાવનગર રોડગુલાબનગરકોઠારીયાભૈયાબસ્તીદુઘસાગર રોડઇન્દીરાનગરમફતીયુંવૈશાલીનગરમફતીયુંશિવ૫રા – ૦૪વામ્બે આવાસ યોજનાલક્ષ્મણ ટાઉનશી૫આંબેડકરનગરહરિઘ્વારાસોસા.શીવનગરખોડીયારનગરનવલનગરટપુભવાન પ્લોટરામનાથ૫રાલલુડીવોકડી વિસ્તારમાં હાથી૫ગા માટે લોહીનાનમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં ૯૧૦લોહીનાનમુના લેવામાં આવેલ જેને લોબોરેટરી ટેક્નિશિયન દ્વારા ૫રીક્ષણ કરવામાં આવશે અને પોઝિટીવરીઝલ્ટ પ્રાપ્ત થાય તો સંપૂર્ણસારવાર કરાવી તેને હાથી૫ગાના દર્દી બનતા અટકાવી શકાય.

 

Related posts

Leave a Comment