હિન્દ ન્યૂઝ, વિરમગામ
મહે. પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ ચન્દ્રશેખર તથા મહેશ પોલીસ અધીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્યના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા માં સ્ત્રી અત્યાચાર તથા અપહરણ, અપનયન દારૂ-જુગાર તથા લૂંટ જેવી ગંભીર ગુનાઓને અટકાવવા આપેલ સૂચના આધારે મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હા આઇ.પી.એસ વિરમગામ વિભાગ વિરમગામ નાઓનાં સીધા માર્ગદર્શન હેઠળ વિઠલાપુર પોલીસ સ્ટેશનના શક્તિ માર્કેટમાં સ્પા ની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કરી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉપરોક્ત ગુનાની તપાસમાં આજરોજ અમો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ગુણવંતભાઈ નાઓને વાત ની હકીકત મળેલ કે વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સેવન બ્લુ થાઈ સ્પા માં ચાલતા કૂટણખાના માં બહારના રાજ્યમાંથી છોકરીઓ મંગાવી તેઓને નાણાકીય પ્રલોભન આપી બોડી મસાજ સેન્ટર માં પોતાના આર્થિક લાભ સારુ દેહ વિક્રિયની અનેતિક પ્રવૃતિઓ નો ધંધો ચલાવે છે જે બાતમી હકીકત આધારે વિઠલાપુર ચોકડી ખાતે અમો પો. ઇન્સ. કે. એમ.પ્રિયદર્શી તથા પી.એસ આઈ આર.એમ.દેસાઈ તથા સ્ટાફના માણસો હેદુભા ભિકાભાઈ, પાર્વતીબેન અમૃતલાલ, જીગ્નેશભાઈ ગુણવંતભાઈ, ગૌરવકુમાર ખુશાલભાઈ, વિષ્ણુભાઈ ગફુરભાઈ, સુરેશભાઈ જશુભાઈ, ભીખાભાઈ ભવનભાઈ સ્ટાફના માણસો પંચો સાથે હાજર રહીશ સ્થળ ઉપર જઈ સ્થળ ઉપર છાપો મારતા રેડ દરમિયાન સેવન બ્લુ થાઈ સ્પા સેન્ટરમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવતા ધી ઈમ મોરલ ટ્રાફીક એકટ પ્રિવેન્સ એકટ.1956 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ.2005 મુજબ કાર્ય વાહી કરવમાં આવી
પકડાયેલ આરોપી 1. મેનેજર દ્રવકુમાર ઉતમજોય હાલ રહે. વિઠલાપુર, 2. અશોકકુમાર રામદેવ સિંહ યાદવ હાલ રહે. જેસંગપુરા, 3. ચિન્ટુ કુમાર શ્રીભગવાન યાદવ હાલ રહે. જેસંગપુરા
વોન્ટેડ આરોપી માં તુષારભાઈ પટેલ બી પટેલ રહે. કડી જિલ્લો મહેસાણા
રિપોર્ટર : નસીબખાન મલેક, વિરમગામ