નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભાઈ ભટ્ટ અને સમગ્ર કોંગ્રેસ ટીમ દ્વારા નડિયાદ ચીફ ઓફિસર ને આવેદન

હિન્દ ન્યૂઝ, નડિયાદ

 વોર્ડ નંબર ૧૦માં વલ્લભ નગર પોલીસ સ્ટેશન ની સામે આવેલ ખંડેર હાલતમાં પડેલ બાગ ના ભાગ મા રીનોવેશન માટે અને નડિયાદ માં તૂટી ગયેલા રોડ જે છ મહિના માં બન્યા છે અને તૂટી ગયા છે. નગરપાલિકાના વિસ્તારમાં આવેલ લાઈટના થાંભલા ઉપર લાઇટ બંધ છે તેના અનુસંધાનમાં નડિયાદમાં જે પ્રકારે કચરો જ્યાં ત્યાં જોવા મળે છે તેના અનુસંધાનમાં માય મંદિર થી ઊભો રોડ અને નડિયાદમાં જે પણ જગ્યા ઉપર ખાડા પડેલા છે તે સત્વરે પૂરી અને આવનાર ચોમાસામાં તકલીફ ન પડે તેના માટે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી તેના અનુસંધાનમાં ટૂંક સમયમાં તેઓ જાતે જ સ્થળ ઉપર જઈ અને નિરાકરણ કરવાની ખાત્રી આપેલ છે આ સાથે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, કાઉન્સિલર ગોકુલ ભાઈ શાહ, જતીનભાઈ પ્રવાસી, નડિયાદ શહેર ઉપપ્રમુખ ધર્મેશ ભાઈ દેસાઈ, મહામંત્રી એસ.કે બારોટ, ભરતભાઇ દેસાઇ, વિજયભાઈ ચૌહાણ, ખેડા જિલ્લા એસસીએસટી સેલના ચેરમેન દિનેશભાઈ રાઠોડ, નડિયાદ શહેર લીગલ સેલના ચેરમેન ગિરીશભાઈ સોલંકી, વિદ્વાન વકીલ એસ.કે રાણા જેમના વોર્ડ નંબર ૧૦માં અરજી આપેલ છે તેવા વોર્ડ નંબર ૧૦ના જાગૃત કારોબારી સભ્ય અને વિદ્વાન વકીલ કલ્પેશભાઈ પ્રજાપતિ સંગઠન મંત્રી અંતરીક્ષ મહેતા, પ્રવક્તા વિકી ભાઈ ઉનડકટ, મંત્રી વકીલ શબ્બીરભાઈ, રજનીભાઈ દવે, મીડિયા સેલના પ્રતિકભાઇ ભટ્ટ વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment