ઓલપાડ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ઓલપાડ         મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના સહયોગથી કિશોરી કુશળ બનો કાર્યક્રમ અંતર્ગત ઓલપાડ તાલુકામાં તળાદ માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત અમિતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા દિવ્યાબેન દેસાઈ અને મહિલા મોરચા ઓલપાડ પ્રમુખની ઉપસ્થિતિમાં સશકત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો હતો. આ અવસરે અધ્યક્ષ અમિતભાઈ પટેલે કિશોરીઓને નિયમિત આંગણવાડી સેવાઓનો લાભ લેવા તથા પૂર્ણા શકિતમાંથી વિવિધ વાનગીઓ બનાવી ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ઓલપાડ દ્વારા કિશોરીઓને નિયમિત લોહતત્વની ગોળી લેવા સમજ આપી તેમજ કિચન ગાર્ડનના મહત્વ સમજાવ્યું હતું. સાથે ઉપસ્થિત…

Read More

કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભ સમીક્ષા બેઠક મળી

હિન્દ ન્યુઝ, ભુજ         મકરસંક્રાતિ નજીક આવી રહી છે. અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા નજરે પડી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તથા તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી રાજયભરમાં કરૂણાઅભિયાનનો પ્રારંભ કરશે. જે અંતર્ગત આજરોજ કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ભુજ કલેકટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છમાં કરૂણા અભિયાનને લઇને થનારી કામગીરી અને વ્યવસ્થાની સમીક્ષા તથા ચર્ચા કરવામાં આવી હતી.         કચ્છમાં તા.૧૦થી ૨૦ સુધી કરૂણા અભિયાન અંતર્ગત વિવિધ કામગીરી…

Read More

તા. ૦૪ જાન્યુઆરી : વર્લ્ડ બ્રેઈલ ડે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી

હિન્દ ન્યુઝ, રાજકોટ અંધ વિદ્યાર્થીનીઓ માટે રાઇટર તરીકે સેવા આપવા ઈચ્છુકોએ સંસ્થાનો સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ આ વાત કદી ના ભુલાય… જમતા પહેલા પ્રભુને યાદ કરાય, આ વાત કદી ના ભુલાય.. રોજ મંદિરે દર્શન કરવા જવાય, આ વાત કદી ના ભુલાય.. આ ગીત ગાતા-ગાતા હીંચકે ઝુલતી સાત વર્ષની અંધ દીકરી મંદિરા પોતાની વ્યથા ભૂલીને જીવન જીવવાની નવી રાહ ચીંધે છે. જ્યારે એવું લાગે કે જીવનમાં અનેક સમસ્યાઓ છે ત્યારે રાજકોટના ઢેબરભાઈ રોડ પર આવેલ વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની મુલાકાતે જઈએ તો ખ્યાલ આવે કે આપણી મુશ્કેલીઓ…

Read More

તા. ૨૬/૧૨/૨૦૨૨ થી તા. ૦૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૬૪ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો સહકાર મેઈન રોડ, નંદા હોલ, બાલાજી પાર્ક, શિવરંજની પાર્ક, કોઠારિયા મેઈન રોડ, કોઠારિયા સોલવન્ટ, શિતળાધાર, હરિદ્વાર પાર્ક, વ્રુંદાવન પાર્ક, સોલવન્ટ મેઈન રોડ, વ્રુંદાવન સોસાયટી, હરિદ્વાર સોસાયટી, રસુલપરા મેઈન રોડ, વાવડી મેઈન રોડ  તથા આજુબાજુમાંથી ૪૦(ચાલીસ) પશુઓ, પાટીદાર ચોક, રૈયાધાર, ધરમનગર મેઈન રોડ, વૈશાલીનગર, સહકારનગર રોડ, ભોમેશ્વર મહાદેવ રોડ, રૈયા રોડ, આમ્રપાલી ફાટક, મોચીનગર, શ્યામનગર, મારવાડી વાસ, ગોપાલ ચોક, ભીડભંજન સોસાયટી, બંસીધર પાર્ક, રૈયાધાર એનિમલ હોસ્ટેલની પાછળ, શાસ્ત્રીનગર પાછળ, હવિલી મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૨૭(સત્તાવીસ) પશુઓ, મનહરપુર, વિનાયક વાટીકા, દર્શન પાર્ક, વૈશાલીનગર, છોટુનગર, બજરંગવાડી, ભારતીનગર, ગોવિંદનગર, લાખનો બંગલો રોડ, રૈયાધાર મેઈન રોડ, ધરમનગર( સ્ટ્રલીંગ હોસ્પીટલની બાજુમાં) તથા આજુબાજુમાંથી ૩૮(આડત્રીસ) પશુઓ, ચુનારવાડ, ભગવતી પરા મેઈન રોડ, ચુનારવાડા શાક માર્કેટ, ભાવનગર રોડ, બેડીપરા, આજી જી.આઈ.ડી.સી. તથા આજુબાજુમાંથી ૧૮(અઢ્ઢાર) પશુઓ, કટારીયા ચોકડી, કણકોટ પાટીયા, મુંજકા ગામ મેઈન રોડ, પચ્ચીસ વારીયા ક્વાર્ટર્સ, અવધ રોડ, મોટા મોવા પુલ પાસે, લક્ષ્મી નો ઢોરો, કાલાવડ રોડ તથા આજુબાજુમાંથી ૨૦(વીસ) પશુઓ, અનમોલ પાર્ક, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, છપ્પનીયા ક્વાટર્સ, મેંગો માર્કેટ, હુડકો ક્વાર્ટર્સ, શિવમનગર કો. સોસાયટી, મંચ્છાનગર, ખટારા સ્ટેન્ડ પાસે, શિવનગર, ચામુંડા સોસાયટી, શ્રીરામ…

Read More

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં સર્વાનુમતે નિયુક્તિ પામેલા ચાર ટ્રસ્ટીઓનો ટૂંક પરિચય

હિન્દ ન્યુઝ, ભાવનગર  પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા : પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયાએ ગુજરાત ખાદી બોર્ડના સભ્ય તરીકે ત્રણ વર્ષ સેવાઓ આપી છે. પાંચ વર્ષ સુધી તેમણે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ, પશ્ચિમ ક્ષેત્રના સદસ્ય તરીકે સેવાઓ આપી છે. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિ, રાજઘાટના તેઓ ત્રણ વર્ષ સભ્ય રહ્યા. ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિના સભ્ય રહ્યા છે. ગાંધી સ્મારક નિધિ રાજઘાટ કોલોની, નવી દિલ્હીના કાર્યકારી સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે સામાજિક સેવા, ખાદી અને ગ્રામ આંદોલન, હરિજન અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને માનવીય કાર્યોમાં હંમેશા યોગદાન…

Read More

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ

હિન્દ ન્યુઝ, ભાવનગર  કુલપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક આજે વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સમિતિ ખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. ચાર નવા ટ્રસ્ટીઓમાં પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા, પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રી બિરલા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ડૉ. હર્ષદ એ. પટેલ અને દિલીપ પી. ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ નવા ટ્રસ્ટીઓની વરણીને આવકારી હતી અને કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુના ઉદ્દેશ્યને ફળીભૂત કરવા સૌ સાથે મળીને પરસ્પર પારિવારિક સહયોગથી મિશનની માફક કામ કરીશું.…

Read More

ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળોને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં એન. આર. એલ. એમ. યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ૮૪ સખી મંડળો ને રૂ. ૧૨૦.૯૩ લાખની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કું. લી ઉપક્રમે નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસેમ્બર માસ ૨૦૨૨ દરમિયાન જિલ્લાના સ્વ. સહાય જૂથોને વિવિધ બેન્કો દ્વારા ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવેલ કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ડિસેમ્બર ૨૦૨૨ માસ દરમ્યાન વિવિધ બેન્કો દ્વારા ₹ ૧૨૦.૯૩ લાખનું ધિરાણ…

Read More

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૬/૧૨/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૨૬/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૩૨ રેંકડી-કેબીનો  રેસકોર્ષ રોડ, જંકશન રોડ ફુલછાબ ચોક,   ગાયત્રીનગર, જ્યુબેલી માર્કેટ, સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ,  ભિમનગર રોડ, મોવડી મેઈન રોડ,  પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૬૪ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જંકશન રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા મેઈન રોડ, ભિમનગર ચોક, સાધુવાસવાણી રોડ, મવડી મેઈન રોડ, બાપાસીતારામ ચોક, ચંદ્રેશનગર માર્કેટ, ધરાર માર્કેટ…

Read More

અમદાવાદ(પૂર્વ) આર.ટી.ઓ. દ્વારા મોટર સાયકલ (ટુ વ્હીલર)ની નવી સીરીઝ GJ27-FA અને મોટર કારની નવી સીરીઝ GJ27-ECના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

હિન્દ ન્યુઝ, અમદાવાદ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ (પૂર્વ) દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૩ બપોરે ૦૪:૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે. મોટર સાયકલ (ટુ વ્હીલર)ની નવી સીરીઝ GJ27-FA અને મોટર કારની નવી સીરીઝ GJ27-ECના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancynumber પર આગામી તા. ૧૬ જાન્યુઆરી…

Read More

પ્રત્યેક સમાજના ઝડપી વિકાસ માટે શિક્ષણ અતિ આવશ્યક છે – સાંસદ મનસુખભાઈ વસાવા

હિન્દ ન્યુઝ, રાજપીપલા નાંદોદ તાલુકાના તરોપા ગામે આવેલી અને રાજપીપલા વિભાગ ગ્રામ કેળવણી મંડળ-તરોપા સંચાલિત આર.એન.દીક્ષિત હાઈસ્કૂલના સ્થાપક રાજેન્દ્રસિંહ એન. દીક્ષિત (બાપા) ના શતાબ્દિ મહોત્સવ સાથે હાઈસ્કૂલની સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ષષ્ટીપૂર્તિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનના ત્રિવિધ કાર્યક્રમો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને UASમાં સ્થાયી થયેલા અને રાજેન્દ્રસિંહ દીક્ષિતના પુત્ર ઓગષ્ટીન દીક્ષિતની ઉપસ્થિતિમાં આજે શાળાના પટાંગણમાં યોજાયા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો હંમેશાં અન્ય લોકોનું ભલું થાય તેવી રીતે પરોપકારની ભાવના સાથે આગળ વધતા હોય છે. માણસ જેટલો…

Read More