હિન્દ ન્યુઝ, ભુજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૮૨ આસામીઓ પાસેથી ૫૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૮,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી ૨૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ. ૧૮,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો…
Read MoreMonth: January 2023
મિરજાપર સરકારી શાળા ધો ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ભુજ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ધો ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મિરજાપર સરકારી શાળા ખાતે કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્માની પ્રેરણાથી વિદ્યાર્થીઓને સફળતાના પંથે આગળ વધવા ઉપલબ્ધ તમામ તકો અંગેની વિસ્તૃત માહિતી આપતા આ આયોજનમાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી કચ્છના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ રિષી જોશીએ માહિતી પૂરી પાડી હતી. કયો પ્રવાહ પસંદ કરવો, મનપસંદ વિષયોની પસંદગી, રોજગારીની પ્રાપ્ત તકો તથા જે તે વિષયમાં મુંજવતા પ્રશ્નોના સરળ જવાબો આપીને ડૉ. રીષીએ બાળકોને સંબોધ્યા હતા. આ…
Read Moreનખત્રાણામાં ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ અંતર્ગત કિશોરી મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ નખત્રાણા તાલુકામાં તા.૦૪/૦૧/૨૦૨૩ના રોજ જિલ્લા પ્રોગ્રામ અધિકારી દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને નખત્રાણા સી.ડી.પી.ઓ. આર.ડી.ચૌધરીના આયોજન હેઠળ કચેરીના સ્ટાફ દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો નખત્રાણા ઘટક કચેરીએ યોજાયો હતો. જે અંતર્ગત જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, તાલુકા શિક્ષણ શાખાના શ્રવણભાઈ ભાવાણી, તાલુકા કોર્ટના એડવોકેટ નિકેશ મોહનભાઈ ઠક્કર, તાલુકા કાનૂની સેવાસદન, નખત્રાણા પોલીસ સ્ટાફ, અભયમ ટીમ, આઈ.ટી.આઈ, તાલુકા હેલ્થ ઓફિસના અલ્પાબેન, નારી અદાલતના સુમરા હિનાબેન વગેરેએ હાજર રહી કિશોરીઓને બાળ લગ્ન, પોસ્કો એક્ટ, સલામતી અને સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ઉદ્યોગ અને તાલીમ, કાયદો…
Read Moreસ્વ-રોજગાર બેન્કેબલ યોજના અંતર્ગત મળતી રૂ. ૨ લાખ સુધીની લોન મારફત સ્વનિર્ભર બનતા વ્યવસાયી લાભાર્થી: સાવરણા-સાવરણીનો વ્યવસાય શરૂ કરી પરિવારનું ભરણ-પોષણ આસાન બનાવ્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા દિનદયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાના સ્વ-રોજગાર ઘટક અંતર્ગત રોજગાર વાછુંક લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ધિરાણ મળવાપાત્ર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૬૦૦થી પણ વધારે લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે બેંકો દ્વારા ધિરાણ આપવા આવેલ છે. જેમાંના એક લાભાર્થીને સ્વ-રોજગાર યોજના હેઠળ મળેલ લાભ શહેરીજનો સમક્ષ રજુ કરીએ છીએ. પ્રોજક્ટનુંનામ : દિનદયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન લાભાર્થીનુંનામ : ચાવડા મનસુખભાઈ મોતીભાઈ સરનામું : કૈલાશ સોસાયટી નાનાંમવા રોડ, રાજકોટ વ્યવસાય : સાવરણા,સાવરણી બેંકનુંનામ :…
Read Moreઆગામી ૮મીએ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧-૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની પરીક્ષા યોજાશે
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ માટેની પરીક્ષા આગામી તા.૮/૧/૨૦૨3ના લેવાનાર છે. આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તેમજ પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમ્યાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા…
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શિયાળાની ઋતુ તેમજ મકરસંક્રાંતિના તહેવારોમાં ચીકી વગેરેનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા લક્ષ્મીનગર મેઇન રોડ, મવડી મેઇન રોડ, સાધુવાસવાણી મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ તથા સદર બજાર વિસ્તારમાં આવેલ ચીકીનું ઉત્પાદન /વેંચાણ કરતાં કુલ ૩૨ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ૧૮ પેઢીને લાઇસન્સ બાબતે તેમજ પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા બાબતે સૂચના આવેલ. · ફૂડ વિભાગ દ્વારા પારસ એગ્રો સોસાયટી, સૂચક સ્કૂલ શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ મુકામે આવેલ મિડ ડે મીલ કિચનની સ્થળ તપાસ કરી ખાધ્ય ચીજોના ૪ નમૂના લેવામાં આવેલ. · રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વાંકાણી સાહેબ…
Read Moreહિન્દ ન્યુઝ, રાજકોટ વર્ષ ૨૦૨૨-૨૩ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી: વોર્ડ નં- ૧ શીતલ પાર્ક વિસ્તારમાં આવેલ ૬- કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે નોટીસની બજવણી કરેલ છે. રામાપીર ચોકડી પાસે આવેલ “રંગત રેસ્ટોરન્ટ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૭૦,૦૦૦/- વોર્ડ નં- ૨ શારદાબાગ પાસે આવેલ “ICICI BANK “ ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૩.૮૧ લાખ વોર્ડ નં- ૪ મોરબી રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૨.૪૪ લાખ “વિશાલ ટ્રેડર્સ” ના બાકી માંગણા સામે નોટીસ આપેલ. વોર્ડ નં- ૫ કુવાડવા રોડ પર ૨- યુનિટને સીલ કરતા રીકવરી…
Read Moreવોર્ડ નં.૮માં ચાલતી પેવિંગ બ્લોકની કામગીરી નિહાળી, પેવિંગ બ્લોક સ્ટ્રેન્થ અને મટીરીયલ્સની ચકાસણી કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૦૫-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. ૮માં વિદ્યાકુંજ સોસાયટી મેઈન રોડ પર ચાલતી પેવિંગ બ્લોકની કામગીરી નિહાળી હતી તેમજ વોર્ડ નં. ૮ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા…
Read Moreમિલકત વેરા નંબર સાથે લિંક નહી થયેલ નળ કનેક્શનોના બાકી પાણી દર વસૂલવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાનો આદેશ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ ના મિલકત વેરા વસુલાતના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સઘન વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં મિલકત વેરાની સાથોસાથ પાણી દરની રકમ ભરવાની બાકી હોય તેવા અનલિંક નળ કનેક્શન અંગેની એક ખાસ ઝુંબેશ શરૂ કરવા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ આદેશ કર્યો છે. હાલ કુલ–૫૭,૭૮૦ અનલિંક નળ કનેક્શનોના પાણી દરના માંગણાની વસુલાત બાકી છે, જે પૈકી ૨૫૪૦૬ અનલિંક નળ કનેક્શનો એવા છે જેની દરેકની રૂ.૨૫૦૦૦/- થી વધારે રકમની પેન્ડીંગ માંગણાની વસુલાત કરવા આ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જ્યારે રૂ. ૫,૦૦૦/- કે…
Read Moreતા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન કાલાવડ રોડ, નાનામવા રોડ, મવડી રોડ ખાતે કુલ-૧૭ આસામીઓ પાસેથી ૯.૫૦ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા રૂ|.૭,૩૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઇ પરમાર તથા…
Read More