સ્વ-રોજગાર બેન્કેબલ યોજના અંતર્ગત મળતી રૂ. ૨ લાખ સુધીની લોન મારફત સ્વનિર્ભર બનતા વ્યવસાયી લાભાર્થી: સાવરણા-સાવરણીનો વ્યવસાય શરૂ કરી પરિવારનું ભરણ-પોષણ આસાન બનાવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ

          રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા દિનદયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાના સ્વ-રોજગાર ઘટક અંતર્ગત રોજગાર વાછુંક લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ધિરાણ મળવાપાત્ર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૬૦૦થી પણ વધારે લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે બેંકો દ્વારા ધિરાણ આપવા આવેલ છે. જેમાંના એક લાભાર્થીને સ્વ-રોજગાર યોજના હેઠળ મળેલ લાભ શહેરીજનો સમક્ષ રજુ કરીએ છીએ.

પ્રોજક્ટનુંનામ : દિનદયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન
લાભાર્થીનુંનામ : ચાવડા મનસુખભાઈ મોતીભાઈ
સરનામું : કૈલાશ સોસાયટી નાનાંમવા રોડ, રાજકોટ
વ્યવસાય : સાવરણા,સાવરણી
બેંકનુંનામ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાજનગર શાખા
લોનનીરકમ : ૧,૯૦,૦૦૦/-

જેમાં ચાવડા મનસુખભાઈ મોતીભાઈ કે જેઓ કૈલાશ સોસાયટી નાનાં મવા રોડ પાસે રહે છે. પહેલા તે ચંપલ વેચાણની લારી ચલાવતા અને તેઓ પોતાનો ધંધો ચાલુ કરવા માંગતા હતા. તેમના વિસ્તારના કોમ્યુનીટી ઓર્ગેનાઇઝર શ્રી અતુલભાઈ વાઘેલા દ્વારા લક્ષ્મીનગર હોકર્સ ઝોનમાં પચાર-પ્રસાર દરમ્યાન જેઓએ DAY-NULMની સ્વ-રોજગાર બેન્કેબલ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી અને તરત જ તેમની લોન અરજી સંપૂર્ણ તૈયાર કરી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની રાજનગર શાખામાં મોકલેલ હતી. આ લોન અરજી મંજુર થતા આજે ચાવડા મનસુખભાઈ મોતીભાઈ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. હવે તેમનો ખુદનો સાવરણાસાવરણી ધંધો હોવાથી આવક વધી ગઈ છે અને આર્થિક સ્થિતિ સારી બની છે. જેથી તેમના ઘર પરિવાર તેમજ તેમના બાળકોનું ભણતર સારી રીતે કરાવી રહ્યા છે અને લોનના હપ્તા પણ ચૂકવાઈ જાય છે તેમજ લોનમાં વ્યાજ સબસીડી મળે છે જેથી ઓછા વ્યાજમાં તેમને ધિરાણ પ્રાપ્ત થવાથી તેઓ સન્માનભેર પોતાના પરિવાર સાથે જીવન જીવી રહ્યા છે. આ તકે તેઓ તેમના જેવા અન્ય રોજગાર માટે ધિરાણ મેળવવા ઈચ્છા ધરાવતા લોકોને રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા ના NULM-સેલ પ્રથમ માળ ડૉ. આંબેડકર ભવન રાજકોટનો સંપર્ક કરી લાભ લેવા જણાવે છે.

આ લોન યોજના અંગેની જરૂરી માહિતી:

રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેંકેબલ યોજના (SEP-G) ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે રૂ. ૨,૦૦,૦૦૦/-ની વ્યક્તિગત લોન મળવાપાત્ર છે આ યોજનાના લાભાર્થીને ૭% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે સુવર્ણજયંતી શહેરી રોજગાર યોજનાનું બી.પી.એલ કાર્ડ, બી.પી.એલ રેશન કાર્ડ, આવાસના લાભાર્થી તથા અનુ.જાતિ, અનુ.જન જાતિના લાભાર્થીઓ તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી શકે. ભારત સરકારશ્રી પુરસ્કૃત આયોજનામાં શહેરી ગરીબોને ધંધા રોજગાર શરુ કરવા અથવા રોજગારના વિકાસ માટે લાભ આપવામાં આવે છે. લોનમાં ૭% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમયગાળો ૫ વર્ષથી ૭ વર્ષ રહેશે.

જરૂરી પ્રમાણપત્રો

·      પાસપોર્ટફોટોગ્રાફ –

·      ચુંટણીકાર્ડ

·      આધારકાર્ડ

·      પાનકાર્ડ

·       સ્કુલલીવીંગ/જન્મનોદાખલો

 

·       મકાનવેરાબિલ

·       ડ્રાઈવિંગલાયસન્સ (વાહનલોનમાટે)

·       લાઈટબિલ

·       ભાડેરહેતાહોયતોભાડાચિઠ્ઠી /સહમતીપત્રક

·       ક્વોટેશનઓરિજિનલ

·       બેંકખાતાનીપાસબુકનીનકલ

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડૉ.આંબેડકર ભવન NULM-CELL રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર, પ્રથમ માળ ખાતે સંપર્ક કરવો.

Related posts

Leave a Comment