જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટની ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમાઈ

હિન્દ ન્યુઝ, સુરત           જિલ્લા પંચાયત દ્વારા આયોજીત આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-3 માં ૯ તાલુકા, ૬ શાખાઓ તેમજ દાધિકારીઓની ટીમ મળી કુલ ૧૬ ટીમો તેમજ મહિલા ક્રિકેટમાં ૪ તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ ડી.એસ.પી. ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ હતી. આ આંતર તાલુકા કિક્રેટ ટુર્નામેન્ટ સિઝન ૩ માં મહિલાઓની ફાઇનલ મેચ તાલુકા પંચાયત વાગરા અને તાલુકા પંચાયત નેત્રંગ વચ્ચે રમાઈ હતી. જે મેચમાં તાલુકા પંચાયત વાગરાનો વિજય થયો હતો. વાગરાના મહિલા કેપ્ટને ૧૫ બોલમાં 38 રન બનાવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપી મેન ઓફ ધી…

Read More

બીલીમોરા બર્ડ-પાર્ક બીલીમોરામાં પ્રાકૃતિક જ્ઞાન સંવર્ધનનું નવલું નજરાણુ

હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં તાજેતરમાં વિવિધ દેશના પક્ષીઓ સમાવતું ખાસ પક્ષીઘર લોકચાહનાનું અને મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ પક્ષીઘરમાં ૩૦ પ્રજાતિના ૨૫૫ પક્ષીઓ જોવા મળી રહયાં છે. બીલીમોરા બર્ડ પાર્કમાં વિવિધ એકઝોટિક બર્ડ રાખવામાં આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિ સહિતના વિવિધ દેશોના પક્ષીઓનો સમાવેશ કરાયો છે. મુલાકાતીઓને પક્ષીઓના પ્રજાતિ વિશે વિસ્તૃત જાણકારી ઉપલબ્ધ છે. ઉપરાંત રંગબેરંગી માછલીઓ, બતકની જોડીઓ, ઇગુઆના ( મોટા કાચીંડા) , ગીની પીગ અને સસલા પણ બર્ડ પાર્કમાં છે. આ બર્ડપાર્કનો મુખ્ય હેતુ એ છે કે સ્થાનિક તથા આસપાસના વિસ્તારોમાં લોકોમાં…

Read More

સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત ‘સીટેક્ષ– ર૦ર૩’ પ્રદર્શનનો ભવ્ય શુભારંભ

હિન્દ ન્યુઝ, સુરત              ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સાતમા ‘સીટેક્ષ- સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો– ર૦ર૩’ પ્રદર્શનને કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સીટેક્ષ એક્ઝીબિશનમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર…

Read More

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે માંડવી ખાતે આયુષ મેળાને ખુલ્લો મુકાયો

હિન્દ ન્યુઝ, સુરત           આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી પ્રેરિત, જિલ્લા આયુષ વિભાગ સુરતના સંયુકત ઉપક્રમે માંડવીના સુથાર ફળિયા પૂનમ વાડી ખાતે આયુષ મેળાને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ અવસરે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, ભારતે આપેલી અનમોલ ભેટ એવા યોગને સમગ્ર વિશ્વમાં જાણીતો થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનો સમક્ષ રજુઆતને પગલે ૨૧મી જુનને સમગ્ર વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના પરિણામે ભારત જ નહિ પણ…

Read More

ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધો-૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાષ્ટ્રિય કક્ષાએ ઝળકી

હિન્દ ન્યુઝ, ભરૂચ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તથા મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા વીરગાથા નામનો પ્રોજેક્ટ ભારત વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાની બહાદુરીને લગતા કિસ્સા ઉપર સમગ્ર શાળાઓના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તે અંર્તગત ભરૂચ શહેરમાં આવેલી એસવીએમ હાયર સેકન્ડરીની વિદ્યાર્થીનીનું પેઇન્ટિંગ અને કવિતા શ્રેષ્ઠ રહ્યું હતું. જે અંર્તગત તેણીને પરિવાર સાથે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં આમંત્રણ પાઠવામાં આવ્યું છે. ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બતુલ સંચાવાલાએ ધોરણ ત્રણ થી પાંચમી કેટેગરીમાં કારગિલ યુદ્ધના મહાન સપૂત કેપ્ટન મનોજકુમાર પાંડે ઉપર એક ભાવવાહી હિન્દી…

Read More

૯મીના ભુજમાં કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ

હિન્દ ન્યુઝ, ભુજ         સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૯/૦૧/૨૦૨૩ના સોમવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “સુવર્ણપ્રાશન કેમ્પ” કરવામાં આવશે . જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે . તથા “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાઓ: સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય(શરીરના વર્ણને ઉજળો કરનાર ) કરનાર છે.…

Read More

સુરીનામના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ મંદિરે વેદમંત્રોથી અભિવાદન..

હિન્દ ન્યુઝ, ભુજ         આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે સુરીનામ દેશ જે દક્ષીણ અમેરીકામાં આવેલ છે, ત્યાના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી પરીવાર તેમજ ડેલીગેશન સાથે સોમનાથ આવી પહોચ્યા હતા. સોમનાથ વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબે પૂષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરેલ હતુ. શ્રી સોમનાથ મંદિરે તિર્થ પુરોહિતો અને સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારોએ વેદમંત્રોથી તેઓનું અભિવાદન કરેલ, મંદિરની પરંપરા મુજબ સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇએ પૂષ્પહારથી તેઓનું સ્વાગત કરેલ હતું.         સોમનાથ મહાદેવના દર્શન ગંગાજળ અભિષેક વેદમંત્રો સાથે મહામહિમ રાષ્ટ્રપતીજીએ કરેલ. તેઓએ સોમેશ્વર મહાપૂજન ધ્વજાપૂજન કરેલ, મહાપૂજન મુખ્યપૂજારીશ્રી વિજયભાઇ ભટ્ટ તથા સાથી પૂજારીવૃંદ…

Read More

રિપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા. ૦૯/૦૧/૨૦૨૩ના રોજ Major GSO-2 (int), HQ, 75(I) inf Bde Gp, Pin-908075, C/o 56 APO દ્વારા Range no.−1 (20 MAHAR) ઉપ૨ 17 MARATHA LI, Pin-908075, C/o 56 APOના તાબા હેઠળ ફરજ બજાવતા અધિ./કર્મ.શ્રીઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજનાર છે. જેથી આ  ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિઓએ પ્રવેશવુ નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇ પણ વ્યક્તિ આ ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસ૨ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની…

Read More

ગીરસોમનાથમાં ઉમેદપરા(ગીરગઢડા) ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી ગીરસોમનાથ અને સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા) દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ના રોજ  સવારે ૧૧.૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા), હરમડિયા રોડ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં ઓમ એન્ટરપ્રાઇઝ-રાજકોટ, એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ- ઉના, સ્નેહા સર્વિસ શોલ્યુશન મારુતિ સુઝુકી)- મહેસાણા, ડીસેન્ટ મેનપાવર- અમદાવાદ અને વેલસ્પૂન ઈન્ડિયા- અંજાર વગેરે કંપનીઓ હાજર રહી ધો.૧૦, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ), ડિપ્લોમા (ટેકનિકલ ટ્રેડ તમામ)  ૧૮ વર્ષથી ૪૦ વર્ષની ઉમર ધરાવતા, તેમજ મૂક-બધીર દિવ્યાંગ રોજગાર વાંચ્છુ  ભાઈઓ- બહેનો હાજર રહી શકશે. આ ભરતી મેળામાં બીપીએલ અને જોબ કાર્ડ (મનેરેગા) ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તેમજ  આ ભરતી મેળામાં…

Read More

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પહેલાં લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ પર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મંદિરમાં સૌ પ્રથમ સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહારથી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતું. જે પછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિનું અભિવાદન કરવામાં…

Read More