ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ટૂંકું ને ટચ ને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રતિ વર્ષ શ્રેષ્ઠ પુસ્તકો માટે અનેકવિધ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે અંતર્ગત વર્ષ ૨૦૧૮, ૧૯ના વિવિધ વિભાગના સર્વશ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સુરેન્દ્રનગરના રાજ સૌભાગ સત્સંગ મંડળ, સાયલા ખાતે આયોજિત ત્રિદિવસીય જ્ઞાન સત્ર અંતર્ગત યોજાયેલ એક એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ, શ્રી નરોત્તમ પલાણ, પીનાકીન દવે સહિતના અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતમાં આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. લેખક, ચિંતક અને વક્તા પુલક ત્રિવેદીના ટૂંકું ને ટચ પુસ્તકની નિબંધસંગ્રહ વિભાગમાં વર્ષ ૨૦૧૮ માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક તરીકે…

Read More

રોજગાર કચેરી દ્વારા લશ્કરી ભરતી અંગેની લેખિત પરીક્ષા તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય સેના દ્વારા રાજકોટ ખાતે તા.૨૭/૧૦/૨૦૨૨ થી ૦૭/૧૧/૨૦૨૨ દરમિયાન યોજાયેલ અગ્નિવીર લશ્કરી ભરતીરેલીમાં એડમિટકાર્ડ મેળવેલ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અનુસંધાને વિના મૂલ્યે બિનનિવાસી દિવસ-૧૫ નાં લેખિત તાલીમવર્ગ ફક્ત ભાવનગર જિલ્લાનાં ઉમેદવારો માટે યોજાનાર હોય તો લેખિત તાલીમ લેવા ઈચ્છુંક ઉમેદવારોએ મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, અનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર કચેરીથી ખાતેથી વહેલા-તે-પહેલાનાં ઘોરણે અરજીપત્રકો મેળવી એડમીટ કાર્ડ નકલ, આધારકાર્ડ નકલ તેમજ પાસપોર્ટ ફોટો સાથે કચેરી સમય દરમિયાન ફોર્મ ભરી રૂબરૂમાં પરત કરવાનાં રહેશે.

Read More

ભાવનગર જીલ્લાની મહિલાઓ માટે ફળ તથા શાકભાજી પરિરક્ષણ તથા કિચન ગાર્ડનની તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર બાગાયત ખાતું, ગાંધીનગરની ભાવનગર જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી અંતર્ગત કેનીંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરિરક્ષીત કરી તેમાંથી મળતાં ઉપયોગી પોષક્તત્વો દ્વારા મહિલાઓ તેમજ તેમના દ્વારા તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાય તેમજ તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહઉદ્યોગ દ્રારા કેનીંગ(ડબ્બાબંધી) કરી આર્થિક સ્વનિર્ભર બને તે હેતુથી મહિલા સશક્તિકરણ માટે ફળ તથા શાકભાજીના પરિરક્ષણ માટેની ગ્રામ્ય ક્ક્ષાએ તથા ભાવનગર(સીટી)માં દિન: ૨ અને ૫ ની પરિરક્ષક તાલીમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓને ફળો તેમજ શાકભાજીમાંથી બનતાં વિવિધ શરબત, જામ, જેલી, કેચઅપ,…

Read More

નડાબેટ હાઇવે રણ વિસ્તાર માં એક સ્વિફ્ટ કાર પુર જોશમાં આવતી હોવાથી અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમવતાં ધડકાભેર ગાડી ખાઈમાં ખાબકી

હિન્દ ન્યુઝ, વાવ         કાર રણ વિસ્તાર માં પુરજોશમાં રણમાં ઉતરી જતાં ગાડી ચાલક બેભાન થઇ ગયેલ સાથે ચાલકે કાબૂ ગુમાવ્યો અને ગાડી ભાગીને ભુક્કા થઈ ગઈ હતી. ગાડીમાં સવાર લોકો તેમાં બુમાં બૂમ કરવા લાગ્યા હતા. ત્યાં ગાડી જ્યારે ખાબકી ત્યારે રણમાં કોઈ લોકો પણ હતા નહિ. કોઈ ટ્રાફિક પણ ત્યાં હતી નહિ ગાડીમાં બેઠેલા લોકો વાતોમાં આવી અને ગાડી ચાલક તેની સ્પીડ વધારે કરતાં ગાડી બે ત્રણ વાર પલટી થઈ ગયેલ હોય એમ જોવા મળેલ. આ સ્વિફ્ટ કાર એકદમ ખાબકતા ડ્રાઈવર ને થોડી ઇજા પહોંચી હતી…

Read More

રાધનપુર સેનેટરી ખાતેથી વેપારી નાં બાઈકની ચોરી

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા નાં રાધનપુર ખાતે અવારનવાર છેલ્લા એક અઠવાડિયા થી લઈને 15 દિવસ ની અંદર મા 3 બાઇક ચોરી ની ઘટનાઓ સામે આવી છે. રાધનપુર વિસ્તાર માં દિવસે ને દિવસે વધી રહી છે બાઇક ચોરી ની ઘટના થોડા સમય અગાઉ પણ રાધનપુર મેન બજાર માં વેપારી ની સ્કુટી ની ચોરી ની ઘટના સામે આવી હતી.તે સમય વિત્યા ને ગણ્યા કલાકો ની અંદર જ ફરી થી નગર પાલિકા ખાતે પાર્ક કરેલ બાઇક ની ચોરી ની ઘટના સામે આવી હતી. ત્યારે ફરીથી રાધનપુર વિસ્તારના સેનેટરી ખાતે થી વેપારી નાં…

Read More

પ્રેમ પ્રકરણ માં જાનથી મારી નાખવાની કોશિશ..મહિલા ની વધુ ગંભીર હાલત હોઈ પાટણ ધારપુર ખસેડાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર      પાટણ જિલ્લા ના સમી ખાતે ગત મંગળવાર નાં રોજ , 3 સંતાનોની માતાએ ભાગી જવાની ના પાડતા યુવાને તે મહિલા નાં શરીરે સાત ઘા ઝીંકતા લોહી લુહાણ હાલતે ધારપુર મેડિકલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલા લોહી લુહાણ હાલતમાં હોઈ વધુ સારવાર અર્થે પાટણ ની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી .      સમી માં રહેતી મહિલા સાથે આ યુવક ની આંખ મળી ગઈ હતી.ત્યાર પછી પ્રેમ વધુ આગળ વધી જતાં મહિલા એ ભાગવાની નાં પાડતા યુવક એ મહિલા નાં શરીરે સાત ઘા ઝીંકતા…

Read More

ભાવનગરમાં જિલ્લા આરોગ્ય સમિતિ દ્વારા એનેમીયા મુક્ત ભારત અંતર્ગત તાલીમ યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર એનેમીયા મુક્ત ભારત અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા. ૧૫ મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ હોટલ સરોવર પોર્ટિકો ખાતે જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડો. ચંદ્રમણિ કુમાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનગર, આર.સી.એચ.ઓ. ભાવનગર ડો.કોકિલાબેન સોલંકી, ડો. સુનિલ સોન્થાલીયા સ્ટેટ મિલ લીડ ગાંધીનગર પ્રોજેક્ટ વૃદ્ધિ, પી. ઓ, આઈ.સી.ડી.એસ. ભાવનગર શારદાબેન દેસાઈ તથા જિલ્લા શિક્ષણ અધિકારી રામજીભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ ઓફિસરઓ, સી.ડી.પી.ઓ. શ્રીઓ અને પ્રોજેક્ટ વૃદ્ધિ કેર ઇન્ડિયાના બ્લોક કોઓર્ડીનેટરઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આર.સી.એચ.ઓ. ભાવનગર ડો. કોકિલાબેન…

Read More

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિતે ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ CSMCRI ભાવનગરના પ્રિન્સીપલ સાયન્ટીસ્ટ ડો. પ્રતાપ બાપટ દ્વારા એક્સપર્ટ લેક્ચર લેવામાં આવ્યા હતું. બાળકો માટે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરીને બાળકોમા ઊર્જા સંરક્ષણ નિમીત્તે જાગૃતિ કેળવવામાં આવી હતી. આ કાર્યક્રમાં 3૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓએ ભાગ લીધો હતો. દર વર્ષે ૧૪ ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ મનાવવામાં આવે છે. તેનો હેતુ લોકોને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃત કરવા અને ઊર્જા સ્ત્રોતોની બચત માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. વધતી વસ્તી સાથે ઊર્જા…

Read More

રાધનપુર હાઇવે થી પટણી દરવાજા સુધીના મુખ્ય માર્ગ ની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર નગર પાલિકા નાં અણધડ વહીવટ ને કારણે ચોમાસા બાદ બિસ્માર હાલતમાં બનેલા માર્ગ ને રીપેરીંગ કરવાની કામગિરી ખોરંભે ચઢી હતી. પરંતુ 2 દિવસ પહેલા નવા વરાયેલ ધારાસભ્ય દ્વારા નગર પાલિકા નાં ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી.જેમાં બિસ્માર હાલત માં માર્ગ રસ્તા રીપેરીંગ બબતે સૂચના આપવામાં આવી હતી. નગર પાલિકા દ્વારા રાધનપુર શહેર નાં મુખ્ય માર્ગ ની કામગીરી ધારાસભ્યના હસ્તે શરુ કરવામાં આવી હતી. રાધનપુર નાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા નગર પાલિકા નાં ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર ચીફ ઓફિસર સહિત ભાજપ અને કોંગ્રેસ નાં કાર્યકરો સાથે…

Read More

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થતાં કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલે માન્યો અધિકારીઓ-કર્મચારીઓનો આભાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા વિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ૮ ડિસેમ્બરના રોજ એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૪ વિધાનસભા બેઠકોની મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થતાં કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલે અધિકારીઓ-કર્મચારીઓનો આભાર માન્યો હતો.      ઉચ્ચ અધિકારી તેમજ કર્મચારીઓના સઘન પ્રયાસો થકી ચૂંટણીની કામગીરી જેવી કે, ૫૦થી વધુ પ્રકારનું અલગ-અલગ ચૂંટણી સાહિત્ય તાલુકાકક્ષાએ પહોંચાડવું, નિમણૂક પામેલ કર્મચારીઓને તાલિમ આપવી, જિલ્લાકક્ષાએ આવતી ફરિયાદોનું નિવારણ, મીડિયા મોનિટરિંગ અને સી-વિજિલ રૂમ તૈયાર કરવો, ચૂંટણીમાં ઉપયોગમાં…

Read More