રાધનપુર હાઇવે થી પટણી દરવાજા સુધીના મુખ્ય માર્ગ ની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર નગર પાલિકા નાં અણધડ વહીવટ ને કારણે ચોમાસા બાદ બિસ્માર હાલતમાં બનેલા માર્ગ ને રીપેરીંગ કરવાની કામગિરી ખોરંભે ચઢી હતી. પરંતુ 2 દિવસ પહેલા નવા વરાયેલ ધારાસભ્ય દ્વારા નગર પાલિકા નાં ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી.જેમાં બિસ્માર હાલત માં માર્ગ રસ્તા રીપેરીંગ બબતે સૂચના આપવામાં આવી હતી. નગર પાલિકા દ્વારા રાધનપુર શહેર નાં મુખ્ય માર્ગ ની કામગીરી ધારાસભ્યના હસ્તે શરુ કરવામાં આવી હતી.

રાધનપુર નાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર તથા નગર પાલિકા નાં ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર ચીફ ઓફિસર સહિત ભાજપ અને કોંગ્રેસ નાં કાર્યકરો સાથે ગુરુવાર નાં બપોરે 3: 00 વાગ્યે શક્તિ વિધિ સાથે રાધનપુર શહેર નાં હાઇવેથી પટણી દરવાજા સુધીના મુખ્ય માર્ગ ની કામગીરી નું મૂર્હત કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ તળે રૂપિયા 1.5 કરોડ નાં ખર્ચે રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જ્યારે રોડની કામગીરી શરૂ કરવામાં નિયમ અનુસાર થાય અને રોડ નું કામ મજબૂત કરવામાં આવે મજબુત બને તે માટે અમો ચાંપતી નજર રાખીશું તેવુ રાધનપુર ધારાસભ્ય દ્વારા જણાવવામા આવ્યું હતું. કોંગ્રેસ શાસિત નગરપાલિકા નાં ઉપ પ્રમુખ કાનજીભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેર નાં વિકાસ નાં કામોની શરૂઆત થઈ રહી છે.ત્યારે નગર પાલિકા નાં તમામ સદસ્યો ને જાણ કરવામાં આવી હતી અને આ વિસ્તાર નાં ધારાસભ્ય ને પણ જાણ કરવામાં આવી હતી.નગર નાં વિકાસ ની વાતમાં અમે સાથે છીએ તેવી વાત વ્યકત કરવામાં આવી હતી. જ્યારે કેટલીક જગ્યાએ રોડના ખાડા પૂરવા નાખવામાં આવેલી માટી અને રોડા દૂર કરાવી લેવલ કરી નિયમ મુજબ કામગીરી થાય તેવી રજૂઆત નગર નાં વેપારીઓ દ્વારા ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment