શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થતાં કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલે માન્યો અધિકારીઓ-કર્મચારીઓનો આભાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા વિસ્તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ૮ ડિસેમ્બરના રોજ એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૪ વિધાનસભા બેઠકોની મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થતાં કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલે અધિકારીઓ-કર્મચારીઓનો આભાર માન્યો હતો.

     ઉચ્ચ અધિકારી તેમજ કર્મચારીઓના સઘન પ્રયાસો થકી ચૂંટણીની કામગીરી જેવી કે, ૫૦થી વધુ પ્રકારનું અલગ-અલગ ચૂંટણી સાહિત્ય તાલુકાકક્ષાએ પહોંચાડવું, નિમણૂક પામેલ કર્મચારીઓને તાલિમ આપવી, જિલ્લાકક્ષાએ આવતી ફરિયાદોનું નિવારણ, મીડિયા મોનિટરિંગ અને સી-વિજિલ રૂમ તૈયાર કરવો, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોનું જિલ્લાકક્ષાએ જીપીએસ મારફતે ટ્રેકિંગ, મતગણતરીના દિવસે પોસ્ટલ બેલેટથી લઈ મતગણતરી હોલ તૈયાર કરવાની કામગીરી, મીડિયાને રાઉન્ડવાઈઝ આંકડાઓ પહોંચાડવાની કામગીરી જેવી તમામ કામગીરી સુપેરે પાર પાડી હતી.

     ઈણાજ ખાતેના ચૂંટણી શાખામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  તુષારભાઈ જાની, શંકરભાઈ ભૂસડિયા, મનનભાઈ ઠુંમર, ગોપાલભાઈ બારડ, રોનકભાઈ પુરાણી, તેજલબહેન જોશી, ફાલ્ગુનીબહેન રાજપરા, હમીરભાઈ બારડ, રવિભાઈ જોશી, શિલ્પાબહેન રાઠવા, નરેન્દ્રભાઈ બારડ, નરેન્દ્રભાઈ ચાવડા, મહેશ સાકરિયા સહિતના કર્મચારીઓએ ખડેપગે પોતાની ફરજ બજાવી ચૂંટણી કામગીરી સુનિયોજીત રીતે પાર પાડી હતી.

Related posts

Leave a Comment