હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાતની ૨૦ વર્ષની વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ગીર સોમનાથનાં બેડિયા તેમજ મહોબતપરામાં વિકાસ યાત્રાનું આગમન થતાં બાળાઓએ કુમકુમ તીલક કરી અને ગ્રામજનો દ્વારા ઉલ્લાસભેર રથને આવકારાયો હતો. બેડિયા અને મહોબતપરા ઉપરાંત માલજિંજવા અને તાલાળામાં પણ ગ્રામજનોએ વિકાસયાત્રાનું દબદબાભેર સ્વાગત કર્યુ હતું. ઉપરોક્ત ગામોમાં સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત ઔષધિય છોડ આપીને કરવામાં આવ્યું હતું. જ્યારે વહીવટી તંત્ર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે…
Read MoreDay: July 12, 2022
ગીર સોમનાથ માં તા. 12-13-14 ના રોજ અતિ ભારે વરસાદની આગાહી, લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ ની અપીલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં મેઘમહેર થઈ રહી છે ત્યારે કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૨, ૧૩ અને ૧૪ ભારેથી અતિ ભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ)ની આગાહી કરવામા આવેલ છે. જે અન્વયે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલની રાહબરી હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સમગ્ર ટીમ તમામ કાર્યવાહીનું મોનિટરિંગ કરી રહી છે. કલેક્ટર શ્રી રાજદેવ સિંહ ગોહિલે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરતા સાયકલોન શેલ્ટર હોમની સ્થિતી, દરિયાકિનારાના વિસ્તારમાં આવતા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ન ભરાય તે માટેની કામગીરી કરવા, આશ્રયસ્થાન, દરિયો તોફાની બને તેવા સમયે કોઈ અઘટિત બનાવ ન બને…
Read Moreહિન્દુ સેના દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં હિન્દુ સેના દ્વારા સૌપ્રથમ વખત સંસ્કૃત શિબિર નું એટલે કે સંસ્કૃત સંભાષણ વર્ગનું આયોજન ૧૧/૦૭/૨૦૨૨ ના હિન્દુ સેના ધર્માચાર્ય વિભાગ પ્રમુખ ગુરુજી રવિ જોશી ના માર્ગદર્શન થી ઓમ સંસ્કૃત એકેડમી, પંચવટી ખાતે શુભ શરૂઆત શિબિર શિક્ષક ગુરુજી રવિ જોશી તેમજ સહ શિક્ષક ડો. સિદ્ધાર્થ જૈન મૂળ (જાપાન) આયુર્વેદ યુનિ., સહ શિક્ષક જયદેવ રાવલ એ કરી હતી. જે શિબિર આરંભ માં દીપ પ્રાગટ્ય ડો. અનિલભાઈ દ્વિવેદી સંસ્કૃત પ્રાધ્યાપક (એ. કે. દોશી મહિલા કોલેજ), પ્રો. જીતેન્દ્રભાઈ સોઢા ગુજરાતી પ્રાધ્યાપક (એ.કે. દોશી મહિલા કોલેજ), ડો. કેતનભાઇ ધોળકિયા માનસશાસ્ત્ર પ્રાધ્યાપક(એ.…
Read More