નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ પ્રા.લિ. દ્વારા યોજાયો

હિન્દ ન્યૂઝ, રાજપીપલા

          નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે ખુબજ નામના પામી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ ની અવર જવર પણ હવે આ જિલ્લામાં વધી  રહી છે. ખાસ કરીને કોરોના ની મહામારી માં ઘરે બેસી રહેલા પ્રવાસીઓ ની પ્રથમ પસંદ હાલ નર્મદા જિલ્લો છે, ત્યારે આ પ્રવાસીઓ ને કોરોના મહામારી થી સંરક્ષિત કેવી રીતે રાખવા અને તેમની જરૂરિયાતો કોવીડ ની ગાઈડ લાઈન મુજબ કેવી રીતે પુરી કરવી તે બાબતે ઓન લાઈન કોવિડ-19 તાલીમ કાર્યક્રમ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ પ્રા.લિ. દ્વારા યોજાયો. જેમાં જિલ્લાભરના હોટેલ ઉદ્યોગ તથા હોમ સ્ટે સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો. આ કાર્યક્રમ માં વાર્ચ્યુઅલી અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ પ્રા.લિ.ના એક્સપર્ટ વક્તા ફારૂક કમાલ એ તમામ લોકો ને પ્રવાસીઓ ની સુરક્ષા અને સાવચેતી અંગે માર્ગદર્શન આપી સ્વછતા અને સલામતી નું ધ્યાન કેવી રીતે રખાય તેનું માર્ગદર્શન આપી પ્રવાસન ઉદ્યોગ ને વધુ વેગ આપી આ ઉદ્યોગ ફરી બેઠો થાય તેવા સૂચનો કર્યા હતા.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment