નર્મદા જિલ્લા ની આદિવાસી યુવતી એ પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી

હિન્દ ન્યૂઝ, રાજપીપલા

           નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના ડેકાઇ ગામની આદિવાસી યુવતી પ્રેમપ્યારી અગમદાસ તડવી એ પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી આદિવાસી સમાજ તેમજ નર્મદા જિલ્લા નું ગૌરવ વધાર્યું છે. ડો.પ્રેમપ્યારી જેઓ એમ.એ. એમ એડ ની ડિગ્રી ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવસિટી માંથી ડો.નિશા.બી પટેલ ના માર્ગદર્શન હેઠળ. પછાત વિસ્તાર માં કામ કરતી શિક્ષિકા ઓ ની વ્યવસાયિક સમસ્યાઓ નો સંદર્ભ નિબંધ તૈયાર કરી પીએચડી બન્યા છે. જે માટે તેમણે ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને ડાંગ જેવા પછાત જિલ્લા માં 873 શિક્ષિકાઓ ની મુલાકાત લઇ નિબંધ તૈયાર કર્યો છે. એક માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના તડવી સમાજ માં ડો. પ્રેમપ્યારી સૌ પ્રથમ પીએચડી પ્રાપ્ત કરી.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment