હિન્દ ન્યુઝ, સુરત સુરત મહાનગરપાલિકાએ આવી કોઈ પરમિશન આપી છે ? દીવાલ તોડીને અંદરથી લાઇન પસાર કરી બિન્દાસ થી પાણીની ચોરી થઈ રહી છે આની જાણ સુરત મહાનગરપાલિકાને છે ? કોઈ અધિકારી દ્વારા બારોબાર સેટીંગ પાડી દેવાયું છે ? સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાની ને જણાવવાનું કે તે આવી કેટલી જગ્યાએ આવા વેપલા ઓ ચાલી રહ્યા છે તાત્કાલિક આની તપાસ કરવામાં આવે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ભેસાણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં થી બારોબાર પાણીની ચોરી થઈ રહી હોય…
Read MoreMonth: January 2022
દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા ઉપયોગી દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના
હિન્દ ન્યુઝ, સુરત રાજ્ય સરકાર દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે દિવ્યાંગ શિષ્યવૃત્તિ આપવાની યોજના અમલી છે. આ યોજનાનો લાભ લેવા માટે અભ્યાસકર્તા દિવ્યાંગ વિદ્યાર્થીની વિક્લાંગતાની ટકાવારી ૪૦% થી ઓછી હોવી ન જોઈએ, છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા ૪૦% ગુણથી ઉત્તિર્ણ હોવા જોઈએ, જે તે અભ્યાસમાં હાજરીની નિયમિતતા હોવી જોઈએ, દિવ્યાંગ વિદ્યાર્થીઓના વાલીની કૌટુંબિક વાર્ષિક આવક રૂા. ૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ અને અરજીકર્તા દિવ્યાંગ ઓળખકાર્ડ ધરાવતા હોવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા અમલી આ યોજના અંતર્ગત ધો.૧ થી ૭ સુધીમાં ભણતા દિવ્યાંગ…
Read More‘કરૂણા અભિયાન-૨૦૨૨’ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓનું રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સન્માન
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચમાં જિલ્લા કક્ષાના ૭૩માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કર્મયોગીઓ અને કરૂણા અભિયાન-૨૦૨૨ અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર વ્યક્તિ/સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવા અને સાર-સંભાળની કામગીરી કરવા બદલ, બર્ડ રેસ્ક્યુ ટીમ ભરૂચના આકાશભાઈ પટેલ, મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના જયેશભાઈ પરીખ, સાર્થક ફાઉન્ડેશનના હેતલ શાહ, વોલેંટીયર સંજયભાઈ પટેલ(અંદાડા) તેમજ કરૂણા અભિયાનને લગતી પત્રિકા છપાવી ઘરે ઘરે ફરી ચાઈનિઝ દોરા ન વાપરવા પ્રચાર પ્રસાર કરેલ, ઉત્તરાયણના તહેવાર બાદ તાર ઉપર લટકતા દોરા પતંગ સલામત રીતે ઉતારી વન…
Read Moreટેકાના ભાવે ચણા,રાયડા અને તુવેરની ખરીદી માટે તા.૧ ફેબ્રુઆરીથી નોંધણી કરાવી શકાશે
હિન્દ ન્યુઝ, પોરબંદર ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ રવી સીઝન-૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેર દાળની ખરીદી તા. ૧૫-૦૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા. ૧-૦૩-૨૦૨૨થી શરૂ થનાર છે. ભારત સરકાર દ્રારા જાહેર કરાયેલ લઘુતમ ટેકાના ભાવ તુવેર ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૬૩૦૦ ટેકાના ભાવ ૧૨૬૦ (પ્રતિ ૨૦ કિલો), ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૨૩૦ ટેકાના ભાવ ૧૦૪૬ (પ્રતિ ૨૦…
Read Moreભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપ લીકેજ બાબતના પ્રશ્ન તાત્કાલીક ઉકેલવાની તાકીદ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ભરતનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ વેળાએ અહીંના સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની પાણીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ આવે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગુજરાત વોટર સપ્લાય ઇન્ડ. લી. તેમજ વહિવટી તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં…
Read Moreસુઈગામ તાલુકા ના સોનેથ ગામે સોનેથ પ્રાથમિક શાળા માં 73 મો પ્રજાસતાક દિન પર્વ ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સૂઇગામ સુઈગામ તાલુકા ના સોનેથ ગામે સોનેથ પ્રાથમિક શાળા માં 73 મો પ્રજાસતાક દિન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. સોનેથ પ્રાથમિક શાળા ના આચાર્ય, શિક્ષકો, બહેનો, વડીલો, માતા ઓ અને બાળકો હાજર રહ્યા હતા અને કોરોના ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરવામાં આવ્યું હતું. સોનેથ પ્રાથમિક શાળા માં હેતલબેન ઈશ્વરભાઈ ઠાકોર ની પુત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સલામી આપી અને 73 મો પ્રજાસતાક દિન ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્ર ગીત, ઝંડા ગીત, વંદે માતરમ્ ગીત, ગાઈ…
Read Moreકૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દ હસ્તે માંડવી નગરપાલિકાના ૨૦ કામોનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, માંડવી કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના વરદ્દ હસ્તે માંડવી નગરપાલિકાના ૨૦ કામોનું ખાતમુહૂર્ત માંડવીના નગરજનોને રૂ.૩.૩૫ કરોડના ખર્ચે મળનારી માળખાગત સુવિધાઓ કૃષિ ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે માંડવી ખાતે માંડવી નગરપાલિકાના ૨૦ જેટલા કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૂ ૩.૩૫ કરોડના ખર્ચે થનારા આ કામો દ્વારા માંડવીના નગરજનો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થનાર છે. આ સુવિધાઓ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫માં નાણાંપંચ વિવેકાધીન જોગવાઈ, મનોરંજન કર તથા વ્યવસાય વેરા અને રાષ્ટ્રીય પર્વ ઉજવણીની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.…
Read Moreસરકાર વિનયન કોલેજ કલ્યાણપુર ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર મામલતદારની એમ.સી.પટેલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સરકારી વિનયન કોલેજ કલ્યાણપુર ખાતે “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૨૨ નિમિત્તે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મામલતદારએ લોકશાહીને મજબૂત અને સૂદ્રઢ બનાવવા માટે ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનોને મતદારયાદીમાં નોંધણી કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેયુ હતું કે, ચૂંટણી પંચના NVSP, VOTERPORTAL અને VOTER HELPLINE જેવા ડીઝીટલ માધ્યમોથી નામ નોંધણી કરાવા શકાય છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે મતદાર…
Read Moreલીંબડી શહેરના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા
લીંબડી સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન COVID-19ના કેસો મળી રહ્યા છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાવો અટકાવવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કોરોના વાયરસ COVID-19ના ૫ પોઝીટીવ કેસ આવતા સદરહુ વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા લીંબડી સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ.એમ.સોલંકીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા…
Read Moreભંડુરી ખાતે ૧૫૦ કિશોરીઓને સ્વ-રક્ષણના દાવની ૮ દિવસની તાલીમ અપાઇ
હિન્દ ન્યૂઝ, જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિત સ્વ-રક્ષણની તાલીમ અપાઇ જૂનાગઢ મહિલા અને બાળ અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામ ખાતે ગામની માતૃશ્રી જી.આર.એ.પંડ્યા સ્કુલ ખાતે ૧૫૦ કિશોરીઓને સ્વ-રક્ષણના દાવની ૮ દિવસની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કિશોરીઓને સ્વ-રક્ષણના દાવ જેવા કે, જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિત અન્ય સ્વ-રક્ષણના દાવ શીખવવામાં આવ્યા હતા અને સ્વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે…
Read More