સુઈગામ તાલુકા ના સોનેથ ગામે સોનેથ પ્રાથમિક શાળા માં 73 મો પ્રજાસતાક દિન પર્વ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સૂઇગામ

                સુઈગામ તાલુકા ના સોનેથ ગામે સોનેથ પ્રાથમિક શાળા માં 73 મો પ્રજાસતાક દિન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. સોનેથ પ્રાથમિક શાળા ના આચાર્ય, શિક્ષકો, બહેનો, વડીલો, માતા ઓ અને બાળકો હાજર રહ્યા હતા અને કોરોના ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરવામાં આવ્યું હતું.  સોનેથ પ્રાથમિક શાળા માં હેતલબેન ઈશ્વરભાઈ ઠાકોર ની પુત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સલામી આપી અને 73 મો પ્રજાસતાક દિન ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્ર ગીત, ઝંડા ગીત, વંદે માતરમ્ ગીત, ગાઈ ને બાળકો , વડીલો, માતાઓ, પ્રાથમિક શાળા આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા 73 માં પ્રજાસતાક દિન પર્વ ઉજવણી કરવામાં આવી હતી.

સોનેથ પ્રાથમિક શાળા માં હેતલબેન ઈશ્વરભાઈ ઠાકોર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” વિષયે પર પ્રવચન આપ્યું હતું અને ચમનભાઈ સોલંકી, જયેશભાઈ ઠાકોર દ્વારા પ્રજાસતાક દિન પર્વ નિમિતે પ્રવચન આપ્યું હતું.

અહેવાલ : હસમુખ બઢીયા, સૂઇગામ

 

Related posts

Leave a Comment