હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના તરૂણો વહેલામાં વહેલી તકે કોરોના વેક્સિન લઈ લે તે માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું છે કે, રસીકરણ એ જ કોરોના સામે લડવા માટેનું અમોઘ શસ્ત્ર છે. કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે લડવા સામે આપણી સજ્જતા જ કારગત નીવડે છે અને ‘આપ સુખી તો જગ સુખી’ ના ન્યાય વહેલામાં વહેલી તકે આ રસીકરણ કરાવી લે તે માટે તેમણે આહવાન કર્યું છે. જિલ્લાના તરુણો સાથે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તથા ૬૦ વર્ષથી વધુની…
Read MoreMonth: January 2022
“બોટાદ જીલ્લાના ખેડુતોને બાગાયતી યોજનામાં લાભ લેવા અનુરોધ”
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જીલ્લામાં સરકારના બાગાયત ખાતા દ્રારા વિવિધ યોજનાઓ હેઠળ ખેડુતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે i-khedut portal તા. ૨૦-૦૧-૨૦૨૨ થી ૩૧-૦૧-૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેમા (૧) નેટ હાઉસ- નળાકાર સ્ટ્રક્ચર માટે, (૨) ગ્રીન હાઉસ (૩) ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવા બાબત કાર્યક્ર, (૪) ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ” વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય, તથા (૫) મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) જેવી વિવિધ યોજનાઓમાં અરજી કરવા માગતા અરજદારોએ આપેલ લિંક (www.ikhedut.gujarat.gov.in) પર જરુરી સાધનિક કાગળો જેવાકે ૭-૧૨,…
Read Moreપાટણ જીલ્લાના નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું
હિન્દ ન્યુઝ, આગામી તા.26 જાન્યુઆરીના રોજ દેશભરમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેની પૂર્વતૈયારી રૂપે નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મર્યાદીત નાગરિકોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ધ્વજવંદન, પ્રજાજોગ ઉદબોધન અને રાષ્ટ્રગાન બાદ વૃક્ષારોપણ કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. સાથે જ જિલ્લા કલેક્ટરના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન અને…
Read Moreનિવાસી અધિક કલેકટર એ.આઇ.સુથાર એ ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કર્યું
હિન્દ ન્યુઝ, મહીસાગર ૭૩ મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કલેકટર ડૉ. મનિષકુમારના હસ્તે લુણાવાડા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ નિવાસી અધિક કલેકટર એ.આઇ.સુથારએ કર્યું હતું. આ રિહર્સલમાં સુથારએ કલેક્ટરનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, કલેકટરનું ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ કર્યું હતું. નિવાસી અધિક કલેકટરએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પોલીસ પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારી/અધિકારીઓ,…
Read Moreજિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતમાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ૭૩ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં ભાવનગર ખાતેનાં પોલીસ પરેડ મેદાન, નવાપરા ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગૂડેની રાહબરી હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં કલેક્ટરએ મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, મંત્રી દ્વારા ઉદબોધન, કોરોના વોરીયર્સને પ્રિકોશન ડોઝ, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું. કલેકટરએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી…
Read Moreકાલાવડ ભાજપના યુવા નેતા, દલિત યુવા સામાજિક કાર્યકર તરુણભાઈ ચૌહાણ નો આજે જન્મદિવસ
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર કાલાવડ ભાજપના યુવા કાર્યકર્તા તરૂણભાઈ નરોત્તમદાસ ચૌહાણ નો તા. 24/01/1987 રોજ એક સામાન્ય દલિત પરિવારમાં જન્મ થયો હતો. આજે જીવનના 35 વર્ષ પૂર્ણ કરીને 36માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શિશુકાળથી RSS ના સ્વયં સેવક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. વિવિધ સામાજિક સંસ્થાઓમાં પણ તરુણભાઈ જવાબદારી ખુબ જ નિષ્ઠાપૂર્વક નિભાવે રહ્યા છે. હાલ તેઓ નૂતન પ્રયાસ ફાઉન્ડેશન દિલ્હી ના ગુજરાત પ્રદેશના મહામંત્રી, અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના જામનગર જિલ્લાના સંગઠન પ્રમુખ, લોક રક્ષક સેનાના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના ઉપાધ્યક્ષ, જિલ્લા ભાજપ જામનગર ના આઈ.ટી.સેલ ના સહ સંયોજક, જિલ્લા…
Read Moreગોંડલની ગુન્હાખોરી PMO સુધી પહોંચી……..
ગોંડલ માં હનીટ્રેપ નો કારસો રચી બ્રાહ્મણ નું મકાન પચાવી પાડનાર છ શખ્સો વિરુદ્ધ ની ફરિયાદ ગોંડલ સીટી.પો.સ્ટે.માં કરેલી તે ફરિયાદ માં ફરિયાદી ની ફરિયાદ નહીં લેવાતા તેની ફરિયાદ ઠેઠ PMO સુધી પહોંચી છે હિન્દ ન્યુઝ, ગોંડલ પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ભોજરાજપરા નાં અંબીકાનગર માં રહેતા બ્રાહ્મણ સ્વ.હરસુખલાલ પંડ્યા સાથે પહેલા લોકડાઉન સમયે હનીટ્રેપ જેવો કારશો રચી તેના મકાનનો દસ્તાવેજ કરાવી લઈ સર-સામાન સાથે મકાન પચાવી પાડનાર મોટા દડવા ગામનાં નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી અને તેમાં સામેલ કુલ ૬(છ) શખ્સો વિરુદ્ધ ગોંડલ સીટી પો.સ્ટે.માં હરસુખલાલ પંડ્યા નાં પુત્ર કપિલભાઈ પંડ્યા એ…
Read Moreઅમદાવાદ શહેરની AMTS અને BRTS બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ ને મફત મુસાફરી નો લાભ આપવામાં આવે : ગુણવંત સરવૈયા
હિન્દ ન્યુઝ, અમદાવાદ AMTS તેમજ BRTS બસમાં અલગ-અલગ પ્રકારના કન્સેસન આપવામાં આવે છે પરંતુ હવેથી ૪૦% થી તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓ ને મફત મુસાફરી નો લાભ આપવો જોઈએ અમદાવાદ શહેરની AMTS બસ અને BRTS બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારના કન્સેશન આપવામાં આવે છે પરંતુ હવે ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને અમદાવાદ બી.આર.ટી.એસ. બસ અને એ.એમ.ટી.એસ. બસમાં દિવ્યાંગ વ્યક્તિઓ મફત મુસાફરી નો લાભ લઈ શકે તેવી ગુણવંત સરવૈયા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અમદાવાદના મેયર પાસે માંગણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની એ.એમ.ટી.એસ. અને…
Read Moreકડી તાલુકાના વામજ ગામના ગણપતજી ભીખાજી ઠાકોરની દીકરી સ્વ.સુહાગ ની યાદગીરી માટે બનાવેલું મિસ યુ સુહાગ વોટ્સએપ નું શૈક્ષણિક ગ્રૂપ
હિન્દ ન્યૂઝ, કડી તાલુકાના વામજ ગામના ગણપતજી ભીખાજી ઠાકોરની દીકરી સ્વ.સુહાગ ની યાદગીરી માટે બનાવેલું મિસ યુ સુહાગ વોટ્સએપ નું શૈક્ષણિક ગ્રૂપ એક પરિવાર બની ગયો છે. આ ગ્રુપમાં ગુજરાત માંથી અલગ અલગ જિલ્લામાંથી ભાઈઓ અને બહેનો જોડાયેલા છે. એક બીજાની ઓળખાણ પણ આ ગ્રુપ દ્વારા જ થઈ છે. આ ગ્રુપના સભ્યો દ્વારા ફાળો એકત્રિત કરી સુહાગબેનની ત્રીજી પુણ્યતિથિએ સેવાના કાર્યરૂપી મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામમાં પક્ષીઓ માટે ચબુતરો બનાવી સુહાગબેનની પુણ્યતિથિ નિમિત્તે તેને ખુલ્લો મુકવામાં આવેલ છે. આ મિસ યુ સુહાગ ગ્રુપ દ્વારા આગળ જતા જે શિક્ષણને લગતી…
Read Moreસમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના નિયંત્રણો ૨૯મી જાન્યુઆરી સુધી લંબાવવાના આદેશ કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા.૧૧/૧/૨૦૨૨ વાળા હુકમથી સમગ્ર રાજયમાં તા.૨૨/૧/૨૦૨૨ સુધી અમલમાં રહે તે રીતે કેટલાક નિયંત્રણો મુકવમાં આવેલ. સરકારના ગૃહ વિભાગના હુકમ તા.૨૧/૧/૨૦૨૨ વાળાથી રાજ્યમાં કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતીની પુનઃસમીક્ષા કરી કેટલાક ફેરફારો સાથેના નિયંત્રણો સમગ્ર રાજયમાં અમલમાં આવેલ નિયંત્રણોની અવધિ તા.૨૯/૦૧/૨૦૨૨ સુધી સવારના ૬.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જેથી કલેકટર પ્રવિણા ડી.કે. દ્વારા…
Read More