“બોટાદ જીલ્લાના ખેડુતોને બાગાયતી યોજનામાં લાભ લેવા અનુરોધ”

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જીલ્લામાં સરકારના બાગાયત ખાતા દ્રારા વિવિધ યોજનાઓ હેઠળ ખેડુતો અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે i-khedut portal તા. ૨૦-૦૧-૨૦૨૨ થી ૩૧-૦૧-૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેમા (૧) નેટ હાઉસ- નળાકાર સ્ટ્રક્ચર માટે, (૨) ગ્રીન હાઉસ (૩) ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવા બાબત કાર્યક્ર, (૪) ડ્રેગન ફ્રુટ “કમલમ ફ્રુટ” વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય, તથા (૫) મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) જેવી વિવિધ યોજનાઓમાં અરજી કરવા માગતા અરજદારોએ આપેલ લિંક (www.ikhedut.gujarat.gov.in) પર જરુરી સાધનિક કાગળો જેવાકે ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુકની નકલ, તેમજ વિનામુલ્યે છત્રી માટે ગ્રામ્ય વિસ્તારમાં જે તે સેજાના ગ્રામસેવક/ તલાટીનો ફળ-ફુલ/શાકભાજી વેચાણ કરતા હોવા અંગેનો દાખલો અથવા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ-ફુલ/શાકભાજી વેચાણ કરતા હોવા અંગેનું ઓળખકાર્ડ/ દાખલો વગેરે સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે. અને વહેલી તકે અરજી કચેરીએ રજુ કરવાની રહેશે. વધુ વિગત માટે જીલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન, એ/એસ/૧૨, બીજો માળ, ખસ રોડ, બોટાદ, ફોન. ૦૨૮૪૯ ૨૭૧૩૨૧ નો સંપર્ક કરવાનો રહેશે.

Related posts

Leave a Comment