વેરાવળ માં ગૌવંશના માસ સાથે શખ્સ ઝડપાયો ‌‍‌…….

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ વેરાવળ પોલીસ પેટ્રોલિંગ મા હતી ત્યારે મોટા હનુમાન પાટણ દરવાજા તરફથી પુરપાટ ઝડપે મોટરસાયકલ લઈને આવી રહેલ તાહીર ઇકબાલ રાઠોડને ઊભો રખાવી તેની પાસે બાચકુ ભરેલું હતું. તેની તલાસી લેતાં તેમાંથી ગૌનુ માંસ ૫૦ કિલો મળી આવેલું હતું. પોલીસે તેને ઝડપી લઈ વધુ તાપસ હાથ ધરી છે. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Read More

વાંકાનેર શહેર પોલીસ દ્વારા તહેવાર અનુલક્ષી ફૂટ પેટ્રોલીંગ કરાયું

હિન્દ ન્યૂઝ, વાંકાનેર વાંકાનેર શહેર પી.આઈ દ્વારા દિપાવલી ના તહેવાર અન્વયે શહેરનાં મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. કડક અધિકારી ની છાપ ધરાવતા શહેર પી.આઈ. બી.પી.સોનારા એ વાંકાનેર માં ચાર્જ સંભાળ્યા બાદ ક્રિકેટ સટા, વરલી આંકડા લેતા જુગારીઓ, માર્ગ પર રઝળતા પ્યાસીઓ સહિત નાં ગુનેગારો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે રવિવારે શહેર પોલીસ સ્ટાફ સાથે શહેર નાં માર્કેટ ચોક, ચાવડી ચોક, મુખ્ય બજાર સહિત નાં માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, અને દિપાવલી ની શાંતિ પૂર્ણ અને સરકારી જાહેર નામાં મુજબ ઉજવણી થાય તે…

Read More

પાંજરાપોળની પાછળ આવેલી વાડીમાં દરોડો સમયે ૩ શખ્સો ફરાર

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ વેરાવળ તાલાળા રોડ ઉપર ગોવિંદપરા ગામ પાસે પિજરાપોર આવેલ છે તેની પાછળ વાડીમાં કતલખાનું ચાલતું હોય તેમાં દરોડા પાડતા બનાવના સ્થળેથી ત્રણ સખ્શ નાસી છુટેલ હતાં. પોલીસે બે જીવતા વાછરડા છરી કુહાડી મોટરસાયકલ ગૌમાંસ સહિતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પ્રભાસ પાટણ પોલીસને મળેલી બાતમી આધારે ગોવિંદપરા ગામની બાજુમાં પાંજરાપોળની પાછળ મીરાજી પટેલની વાડીમાં કતલખાનું ચાલતું હોય દરોડો પાડતા રાતના અંધારાનો લાભ લઇ મીરાજી પટેલ સોયુબ ઇબારાહીમ સુમરા અને અજાણ્યા ઈસમ નાસી છુટેલ હતાં સ્તર ઉપરથી પોલીસ ને ગૌવંશ પશુના અવશેષો ૧૬૦ કિલો માંસ…

Read More

જામનગર ની જાણીતી અને માનીતી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને પોલીસ કર્મીઓને કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા

હિન્દ ન્યૂઝ, જામનગર તા. 8 /11/2020 આપણે સૌ જાણીએ છીએ કે આખી દુનિયા કોરોના નામ ની મહામારી સામે લડી રહી છે. એવામાં લોકડાઉન દરમિયાન અને એ પછી પણ અવિરતપણે પોતાની સેવા આપતા અને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને પોલીસ કર્મીઓનો માનીએ એટલો આભાર ઓછો છે. રાતદિવસ પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર, જાહેર જનતાને જ પોતાનું કુટુંબ માની ને તેમણે वसुधैव कुटुम्बकम् ની લાગણી સાર્થક કરી બતાવી છે.’આવા સેવકોનું સન્માન ના કરીએ તો આપણે નગુણા કહેવાય એવું દ્રઢપણે માનતા જામનગર જિલ્લા વોર્ડ -16 ના કોર્પોરેટર નીતાબેન પરમાર એ…

Read More

દિયોદર શિક્ષણ સમિતિ ના ચેરમેન નું શાલ ઓઢાડી સન્માન

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા પંચાયત માં શિક્ષણ સમિતિ માં ચેરમેન તરીકે નિમણુક થયેલ નરસિંહભાઈ દેસાઈ નું આજરોજ કાંકરેજ તાલુકા રબારી કર્મચારી મંડળ દ્વારા સત્કાર સમારોહ યોજી શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાંકરેજ ની ઓળખ કાકારેજી ગાય ની પ્રતીક સ્વરૂપ ભેટ આપવામાં આવેલ આ પ્રસંગે જગમાલ દેસાઈ નું પણ સન્માન કરાયું હતું જેમાં સરતનભાઈ દેસાઈ, વડા મંડળ ના સિનિયર શિક્ષક વિરભણભાઈ કળોતરા, જોરાભાઈ દેસાઈ, અરજણભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, અમૃતભાઈ દેસાઈ તેમજ કાંકરેજ તાલુકા રબારી કર્મચારી મંડળ ના સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો…

Read More

ભારત વિકાસ પરિષદ દ્વારા બનાસ ડેરી ના ડિરેકટર નું શાલ ઓઢાડી સન્માન

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર આરામ ગૃહ ખાતે આજરોજ દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા તાજેતર માં બનાસ ડેરી માં બિન હરીફ વરણી થયેલ બનાસ બેંક ના વર્તમાન ડિરેકટર અને બનાસ ડેરી ના ડિરેકટર ઈશ્વરભાઈ ટી પટેલ નું શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, દિયોદર ના વતની અને વડોદરા ખાતે પી આઈ તરીકે સેવા આપતા મહેશભાઈ ચૌધરી તથા મંત્રી દીપેશભાઈ સેવક, રસિકભાઈ ત્રિવેદી, ભરતભાઇ અખાણી, બાબુભાઇ પટેલ, પ્રદીપભાઈ શાહ,વગેરે સભ્યો હાજર રહ્યા હતા અને સન્માન કર્યું હતું. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

લોકગાયક જોગાજી ઠાકોર નું ગુજરાતી લોક ગીત લીલવાણી નો લીલવો ચારો ગીત ને ઉત્તર ગુજરાત માં જોરદાર સમર્થન

હિન્દ ન્યૂઝ, દિયોદર લોકો માં સમજણ અને સમરસતા લાવવા માટે કલાકારો દ્વારા પોતાના કંઠે ગાયેલા ગીતો થી સમજણ અને એકતા નું પ્રતીક સમાન હોય છે, ત્યારે હમણાં થી કેટલાક સમય થી ઉત્તર ગુજરાત માં ધૂમ મચાવતું લોકગાયક અને કોકિલ કંઠ ધરાવતા જોગાજી ઠાકોર ના કંઠે ગવાયેલું લીલવાણી નો લીલવો ચારો… એ લોકો ને મંત્રમુગ્ધ કરી દીધા છે ઉત્તર ગુજરાત ના શહેરો જેવા કે દિયોદર લાખણી ભાભર જેવા શહેરો માં જોગાજી ઠાકોર નું ગીત ધૂમ મચાવી રહ્યું છે. જ્યાં જોવો ત્યાં જોગાજી ઠાકોર નું ગીત ધૂમ મચાવી રહ્યું છે આ ગીત…

Read More

ગુજરાતના પૂર્વ સીએમ અને સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ સ્વ કેશુભાઈ પટેલ ના અસ્થિ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટ મા વિસર્જિત કરાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સ્વ. કેશુભાઈ પટેલ નું આશરે 92 વર્ષ ની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતા આજે તેમના દીકરાઓ અને પરિવાર સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવેલા ત્રિવેણી ઘાટ મા સ્વ. કેશુભાઈ પટેલ ના અસ્થિ નું વિસર્જન કરવામાં આવ્યું.કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પણ અહીં થી જ નિજ ધામ પધાર્યા હતા અને મહાભારત યુદ્ધ બાદ પાંડવો દ્વારા પણ અહીં પિતૃ મોક્ષ માટે પિંડદાન કરાયું હતું. સોમનાથ ની ભૂમિ ને હરિ અને હરની ભૂમિ કહેવામાં આવે છે. સોમનાથ ખાતે સરસ્વતી કપિલા અને હિરણ નદીનું સંગમ થાય છે જેના કારણે આ…

Read More

વાંકાનેરના પુલ દરવાજા નજીક વરલી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર વાંકાનેર સીટી પોલીસ ટીમના શહેરમાં પેટ્રોલિંગ દરમ્યાન પુલ દરવાજા પાસે વરલીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમતા રમેશભાઈ તેજાભાઈ કોળી (રહે. આરોગ્યનગર, વાંકાનેર) અને હુસેનભાઇ ઈસ્માઈલ ઘાંચી (રહે. કુંભારપરા, વાંકાનેર) ને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ રૂ. 5,140 /- જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Read More

નર્મદા જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પ્રથમ શૈક્ષણિક સત્ર સમીક્ષા બેઠક યોજાય

હિન્દ ન્યૂઝ, નર્મદા તા. 7, નર્મદા જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી ના સાનિધ્ય માં જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય ઓની [લોકડાઉન] બાદ પ્રથમ શૈક્ષણિક સત્ર ની પ્રથમ બેઠક યોજાય. જેમાં સત્ર દરમિયાન વિવિધ માધ્યમ થી થયેલ શૈક્ષણિક કાર્ય ની સમીક્ષા ના ભાગ રૂપે સરકાર ની કોવિડ ની ગાઈડ લાઈન મુજબ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક ની શરૂઆત કચેરી ના ડી.બી.વસાવા દ્વારા હોમ લર્નિંગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મણિલાલ પરમાર દ્વારા શાળામાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી નીપાબેન પટેલ ની બદલી થતા…

Read More