હિન્દ ન્યૂઝ, વાંકાનેર
વાંકાનેર શહેર પી.આઈ દ્વારા દિપાવલી ના તહેવાર અન્વયે શહેરનાં મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. કડક અધિકારી ની છાપ ધરાવતા શહેર પી.આઈ. બી.પી.સોનારા એ વાંકાનેર માં ચાર્જ સંભાળ્યા બાદ ક્રિકેટ સટા, વરલી આંકડા લેતા જુગારીઓ, માર્ગ પર રઝળતા પ્યાસીઓ સહિત નાં ગુનેગારો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે રવિવારે શહેર પોલીસ સ્ટાફ સાથે શહેર નાં માર્કેટ ચોક, ચાવડી ચોક, મુખ્ય બજાર સહિત નાં માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, અને દિપાવલી ની શાંતિ પૂર્ણ અને સરકારી જાહેર નામાં મુજબ ઉજવણી થાય તે મુજબ જરૂરી સૂચનો કરાયા હતા, ટ્રીપલ સવારી વાહન ચાલકો, માસ્ક વગર નાં વાહન ચાલકો ને પણ પાલન કરાવાયું હતું, પ્રતિબંધિત ફટાકડા નું વેચાણ ન થાય અને તહેવાર દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ સહિત નાં નિયમો નું પાલન થાય તે માટે આજરોજ ફૂટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હોવાનું પી.આઈ. એ જણાવ્યું હતું.
રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર
