સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા “મૌન સત્યાગ્રહ”નું આયોજન

હિન્દ ન્યૂઝ, સોમનાથ, આજ તા.05.10.2020 ને સોમવાર ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશ મુજબ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા ઉતરપ્રદેશ માં એક વાલ્મિકી સમાજ ની દીકરી પર જે ઘટના બની છે, જેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો છે. પણ ત્યા ની યોગી સરકારે જે લાપરવાહી રાખી છે તેમજ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી તથા કોંગ્રેસ કાર્યકર્તા ઓ પર અમાનવીય વર્તન તેમજ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જેના માટે એક દિવસ માટે ગાંધી ચીંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ…

Read More

ગોંડલ મામલતદાર ભરતસિંહ ચુડાસમા ના જન્મદિન નિમિત્તે શુભેચ્છા સંદેશ

હિન્દ ન્યૂઝ, ગોંડલ, આજરોજ ગોંડલના મામલતદાર ભરતસિંહ ચુડાસમા નો જન્મદિવસ નિમિતે મામલતદાર કચેરીના નિવૃત્ત મામલતદાર રાજેન્દ્રસિંહ જાડેજા તથા નાયબ મામલતદાર મણવર ભાઈ, મકવાણા ભાઈ, કોરાટ ભાઈ, જોષી ભાઈ, વઘાસીયા ભાઈ તથા આચાર્ય ભાઈએ સમગ્ર સ્ટાફ વતી તેઓને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. અને દીર્ઘ આયુષ્યની કામના કરી હતી. આ તકે “ભગવત ભૂમિ સમાચાર” ના તંત્રીશ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા એ હાજર રહી મામલતદાર ભરતસિંહ ચુડાસમા ને પુષ્પગુચ્છ અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા, ગોંડલ

Read More

વાંકાનેર સીટી પોલીસે એક બાઈક, એક લેપટોપ અને ૧૫ ચોરાઉ મોબાઇલ સાથે ચાર ઇસમોને દબોચ્યા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર,  મોરબી-વાંકાનેર સીટી પોલીસ દ્વારા એક ચોરાઉ બાઈક, એક ચોરાઉ લેપટોપ અને પંદર ચોરાઉ મોબાઇલ સાથે ત્રણ ઇસમોની અને તે ચોરાઉ માલ ખરીદનાર તરીકે એક ઈસમની એમ કુલ મળીને ચાર ઇસમોની ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. વાંકાનેર સીટી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીટી પીઆઇ બી.પી.સોનારા તેમજ સ્ટાફના કિરીટસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, રમેશભાઈ કાનગડ અને મુકેશ ફાંગલીયા સહિતનો સ્ટાફ રાઉન્ડમાં હતો ત્યારે ચંદ્રપુર ગામ પાસે ચંદ્રપુરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ દંગા પાસેથી ત્રિપલ સવારીમાં નીકળેલા ત્રણ ઈસમોને અટકાવીને તેમાં તેમની પાસે રહેલ…

Read More

ગોંડલ ખાતે ‘યુવશક્તિ ગ્રુપ’ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ગોંડલ,                ગોંડલ ખાતે મહાદેવ વાડી ખાતે આવેલ સિંધુભવન માં ‘યુવાશક્તિ ગ્રુપ’ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ, ફ્રી આઈ ચેકઅપ, બ્લડ ડોનેશન, સુવર્ણ પ્રાસન તથા રોજગાર એપ્લિકેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય જ્યોતિરાદિત્યસિંહ જાડેજા દ્વારા કરાયું હતું. અતિથિ વિશેષમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, શહેર યુવાભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, યુવાભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા, ડો.હરિરામ સોનૈયા, ડો.મેહુલ ડોબરીયા, ડો. કૃષીત કોટડીયા, ડો.પિનલ રૈયાણી, નેત્રપાલ ગંગવાર, ઉપેન્દ્રભાઈ તિવારી હાજર રહ્યા હતા.…

Read More

  શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, પાટણ શિહોરી પાટણ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિહોરી પાટણ હાઈવે ભુતિયા વાસણા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જાણવા મળતી માહિતી અનુસાર પાટણ શિહોરી હાઈવે પર ભુતિયાવાસણા ગામ નજીક મારુતિ કાર પુરઝડપે આવી રહી હતી. તે દરમિયાન બાઈક સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે બાઈક ચાલકનું મોત થયું હતું અને તે દિયોદર તાલુકાના ફોરણા કોટડા ગામનાં મહેશભાઈ માંનસુંગભાઇ પટેલ ધારપુર લેબ. ટેકનીશિયનમાં નોકરી કરતા હોવાનું જાણવા મળી આવ્યું હતું. વધુ માહિતી કોઇ સામે આવી નહોતી.…

Read More

થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી રોકડ રકમ કિં.રૂ .51,150/- નો તીન પતીનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

હિન્દ ન્યૂઝ, થરાદ, તા.4/10/2020, જે. આર. મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર.જી. દેસાઈ પો. સબ ઇન્સ નાઓ ના માર્ગ દર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ.વદુજી, પો.કોન્સ.ભરતભાઇ, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ, પો.કોન્સ.દસરથભાઈ, પો.કોન્સ.અમરસિંહ, પો.કોન્સ.ઓખાભાઈ, પો.કોન્સ.રમેશભાઈ નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ પાંચપીર વાસ પાસે કેટલાક ઇસમો જાહેરમાં તીન પતી પતાનો પૈસાથી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા…

Read More

સુઇગામ તાલુકાના રડકા ગામે બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી નુ સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ભાભર, બનાસ ડેરી ની રાજકીય ચુંટણી માં ગરમાવો જોવા મળ્યો હતો પરંતુ આખરે સત્ય ની જીત થઈ હતી. જેમાં પાંચ વર્ષ ના ઓછા ગાળામાં બનાસ ડેરી ને એશિયા ની નંબર વન ડેરી બનાવવા માં સાહેબ શંકરભાઈ ચૌધરી ની મહત્વ ની ભુમિકા હતી. જેને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના ચેરમેનો અને ડીરેકટરો ઓ એ પણ શંકરભાઇ ને ફરી વખત ચેરમેન બનાવતા આજે સુઇગામ તાલુકાના રડકા ગામે બનાસ ડેરીના ડિરેકટર મુળજીભાઇ ચૌધરી ના નિવાસસ્થાને મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પોતાને ફરી એક વાર બનાસડેરી ના…

Read More

કચ્છ રાપર ખાતેના અગરિયા એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીના જીવલેણ હુમલા થી મૃત્યુ નીપજેલ હોય તે સંદર્ભે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત,  વિષય : તા 25/09/2020 ના રોજ કચ્છ રાપર ખાતેના અગરિયા એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીના ઉપર થયેલ જીવલેણ હુમલા ના કારણે તેઓનું મૃત્યુ નીપજેલ હોય અને તેઓને યોગ્ય સહકાર આપી આરોપી વિરૂધ્ધ કડક માં કડક કાર્યવાહી થાય તે બાબત તે સંદર્ભે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ઉપરોક્ત વિષયના અનુસંધાને તા. 25-9-2020 ના રોજ કાચબો કચ્છ જિલ્લાના રાપર ખાતે ત્યાંના અનુસૂચિત જાતિના એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરી ના ઉપર સાંજે અજાણ્યા શખ્સ દ્વારા છરી ના ઘા થી તેઓને લોહીથી લથપથ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ…

Read More

સુરત ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ,  સુરત, રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના માન. અધિકારી કે. કે દીક્ષિતભાઈ તેમજ પ્રદેશ પ્રભારી ગુજરાતના પ્રવીણભાઈ સોલંકી દ્વારા ઉત્તર પ્રદેશ હમીરપુર જિલ્લાની વિકલાંગ બહેન આરતી સિંગ સાથે થયેલ અન્યાય અને માનસિક ત્રાસ સાથે નોકરીમાંથી જાણ કર્યા વગર છૂટા કરવામાં આવ્યા, માટે આ બેન ને ન્યાય મળે તે બદલ ભારતના વિકલાંગો એકજૂથ થઇ દરેક જિલ્લાના કલેકટરને આવેદન પત્ર આપીને બેન ને ન્યાય મળી રહે તેવી માંગ કરી. તેમાં સુરતના વિકલાંગ પાર્ટીના પદાધિકારીઓ માં મનહરભાઈ, બાબુભાઇ, હિનાબેન ભટ્ટ, રેખાબેન, સંદીપભાઈ વગેરે દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર : નજમીન શેખ , સુરત

Read More

અરવલ્લીના મોડાસા શહેર ના તેમજ મોડાસા-ધનસુરા તાલુકાના ૩ ગ્રામ્ય વિસ્તારનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ

હિન્દ ન્યૂઝ, મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે.જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા નગરપાલિકાના પાંડુરંગ સોસાયટી બાયડ નગરપાલિકાની પરીશ્રમ સોસાયટી રીલાયન્સ પેટ્રોલપંપ પાસે તથા મોડાસા તાલુકાના આનંદપુરા કંપા અને…

Read More