સુઇગામ તાલુકાના રડકા ગામે બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી નુ સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ભાભર,

બનાસ ડેરી ની રાજકીય ચુંટણી માં ગરમાવો જોવા મળ્યો હતો પરંતુ આખરે સત્ય ની જીત થઈ હતી. જેમાં પાંચ વર્ષ ના ઓછા ગાળામાં બનાસ ડેરી ને એશિયા ની નંબર વન ડેરી બનાવવા માં સાહેબ શંકરભાઈ ચૌધરી ની મહત્વ ની ભુમિકા હતી. જેને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના ચેરમેનો અને ડીરેકટરો ઓ એ પણ શંકરભાઇ ને ફરી વખત ચેરમેન બનાવતા આજે સુઇગામ તાલુકાના રડકા ગામે બનાસ ડેરીના ડિરેકટર મુળજીભાઇ ચૌધરી ના નિવાસસ્થાને મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પોતાને ફરી એક વાર બનાસડેરી ના ચેરમેન બનાવવા બદલ મંત્રી ઓ તથા ચેરમેનો અને પશુપાલકો ને આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં ચેરમેન નુ સ્વાગત ધનાણા ના ચેરમેન બળવંતસિહ દરબાર અને લીબુણી ચેરમેન પરબતભાઇ પટેલ દ્વારા પાઘડી અને શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે બાદ ભાભર ટીમ દ્વારા મુળજીભાઇ ચૌધરી નુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આ સમગ્ર કાર્યક્રમ સરકારની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી ને કરવામાં આવ્યો હતો.

અહેવાલ : બાબુ ચૌધરી,ભાભર

Related posts

Leave a Comment