હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સુચના કરેલ જે અન્વયે ડી.જે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત આધારે પાવી ગામે ગરનાળા પાસેથી “ટ્રક નંબર-GJ-04-V-6942” ની અંદર ભરી લઇ જવાતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.…
Read MoreMonth: October 2020
માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું પરિણામ જાહેર થયું પરિવર્તન નો પવન ફૂંકાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર વિખવાદ માં રહેલ દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું પરિણામ આજે જાહેર થવા પામ્યું હતું. માર્કેટ યાર્ડ ની કુલ 16 બેઠક પર બે બેઠક બિન હરીફ થતા 14 બેઠક માટે બુધવાર ના રોજ મતદાન યોજાયું હતું. જેમાં કુલ 98.62 ટકા જેટલું સરેરાશ મતદાન થવા પામ્યું હતું. જેમાં આજે શાળા નંબર 2 ખાતે પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારી ની હાજરી માં 6 બુથ પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વહેપારી વિભાગ 4 બેઠક પર વર્તમાન શિવાભાઈ ભુરિયા ની પેનલ જીત થઈ હતી. જો કે ખેડૂત…
Read Moreખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર માં નવરાત્રી મહોત્સવ નહિ યોજાય
હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા કોરોના વાયરસ ના સંક્રમણ ના કારણે સરકાર ની ગાઇડલાઈન મુજબ અંબિકા માતાજી મંદિર અને ટ્રસ્ટ દ્વારા આ વર્ષ તારીખ ૧૭/૧૦/૨૦૨૦ થી ચાલુ થતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે મુલતવી રાખવામાં આવેલ છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન મંદિર ના પટાંગણ માં ગરબા રમવામાં નહિ આવે. આ દરમિયાન મંદિર મા નિયમિત પણે આરતી પૂજન તેમજ શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર નવરાત્રિમાં અનુષ્ઠાન કરવામાં આવશે. આ નવરાત્રી દરમિયાન મંદિર માં દર્શન માટે આવતા યાત્રિકો માટે દર્શન કરવા રાબેતા મુજબ ચાલુ રહેશે. મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થી ઓ પૈકી બાળકો તેમજ વૃદ્ધો ને…
Read Moreતા.૩૧ મી ઓક્ટોબરે કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિયકક્ષાની થનારી ઉજવણી
હિન્દ ન્યૂઝ, રાજપીપલા, તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૦ ને શનિવારના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિયકક્ષાની થનારી ઉજવણીના સુચારૂ આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટર ડી. એ. શાહે ગત સોમવારે સાંજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજીને સંબંધિતોને સોપાયેલી ફરજો જવાબદારીઓ-સુપેરે નિભાવી આ કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થાય તે માટેની સૂચનાઓ સાથે “ટીમ નર્મદા” ને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.…
Read Moreછોટાઉદેપુરના ચિત્રકારોને મોબાઇલ ટુ સ્પોર્ટસ્ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાની તક
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, ગુજરાત રાજય લલિત કલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે મોબાઇલ ટુ સ્પોર્ટસ્ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના ચિત્રકારોએ આગામી તા. ૦૭/૧૧/૨૦૨૦ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં એ-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર મોબાઇલ ટુ સ્પોર્ટસ્ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, એફ-૫, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે મોકલી આપવાની રહેશે.…
Read Moreતા. ૧૬મી, ઓકટોબરના રોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો ઓનલાઇન મેગા જોબફેર યોજાશે
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, તા. ૧૬મી, ઓકટોબરના રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહે એ માટે ભરતીમેળામાં નોકરીદાતાઓ પાસેથી મેળવેલ વેકેન્સી અનુસાર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય એ માટે ઓનલાઇન ભરતી મેળો યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસના સંક્રમણને કારણે રોજગારવાંચ્છુ ઉમેદવારો કે જેઓની લાયકાત ધો. ૦૯ થી ૧૨ પાસ, ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાના ઉમેદવારો તેમજ આઇ.ટી.આઇ અને ડિપ્લોમા એન્જીનિયરિંગ પાસ કરેલ ઉમેદવારો ભાગ લઇ શકશે. ઓનલાઇન મેગા જોબફેરમાં ભાગ લેવા માંગતા રોજગારવાંચ્છુ ઉમેદવારો પોતાની વિગતો…
Read Moreજીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમનનો ફરજીયાત અમલ શરુ કરાયો
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર ટ્રાફિક નિયમ ભંગના 400 થી વધુ કેસ સાથે 21 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા દ્વારા તા.25-8-20 થી જીવન રક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી અને લોકોની અમૂલ્ય જિંદગી બચાવી શકાય તે હેતુથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર અને નગરમાં ટ્રાફિક નિયમોની જાગૃતતા અંગે જિલ્લાની ટ્રાફિક શાખા દ્વારા વાહનો ઉપર સ્ટીકર લગાવવા અને પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર…
Read Moreપાલનપુર માં મારુતિ 800 અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠા ના પાલનપુર શહેરમાં આવેલા ચેકપોસ્ટ પર અચાનક ભયાનક અવાજ આવ્યો. જેથી આજુ બાજુ ના લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ચેકપોસ્ટ પર મારુતિ 800 અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જતા પાલનપુર ના કોલેજ કમ્પાઉન્ડ માં રહેતા રાજેશભાઈ નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ અકસ્માત સર્જતા ટ્રેલર ખટારા નો ડ્રાઈવર ટ્રક મૂકી નાશી ગયો હતો. અને પશ્ચિમ પોલીસ પણ ઘટના થી એક કલાક મોડા પોહચતા લોકો એ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ આવી બોડી ને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.…
Read Moreદિયોદર તાલુકાના નવાપુરા ગામની ગૌચર જમીનો મોટા પ્રમાણ દબાણો દુર કરવામાં આવતું નથી
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા દિયોદર તાલુકાના નવાપુરા ગામની ગૌચર જમીનો મોટા પ્રમાણ દબાણો હોવા છતાં સરકારના નિયમ ઘોળીને પી જતાં સરપંચ અને તલાટીઓ સૂચના છતાં દબાણો દુર કરવામાં આવતી નથી. ગૌચરની જમીનની દબાણ બાબતે અવાર નવાર લેખિત અરજીઓ કરતા છતાં ગૌચરની જમીનો દુર કરવામાં આવતાં નથી અને દિયોદર તાલુકાના નવાપુરા ગામના માથા ભારે લોકો કેટલાં વર્ષોથી ગૌચરની જમીનમાં ખેતી કરી રહ્યા છે. છતાં સરકાર નીંદરમાં હોય તેવું લાગી રહ્યું છે અને ગામનાં સ્થાનિક ના લોકોને રહેવા માટે પ્લોટ કે મકાન નથી મળતાં જ્યારે નવાપુરાની ગ્રુપ પંચાયત પાસે જઇને ગામતળની માંગણી કરીએ…
Read Moreરાજ્ય કક્ષાના આયોજીત ઓનલાઈન ઔદ્યોગિક ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, તા.૧૪, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક, રોજગાર અને તાલીમ, ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને મોડેલ કેરિયર સેન્ટર ગીર સોમનાથ દ્વારા કોરોના કોવિડ-19 વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્યકક્ષાનો ઔદ્યોગિક વર્ચુઅલ ભરતી મેળાનું તા.૨૨/૧૦/૨૦૨૦ રોજ આયોજન કરાયુ છે. આ ભરતી મેળામાં ગુજરાતની ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ ભાગ લેવાની છે. જેમાં તા.૨૧/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૧ કલાક સુધીમા ધોરણ ૧૦, ૧૨, ગ્રેજ્યુએટ તેમજ આઈટીઆઈ પાસ તેમજ ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવાર (ભાઈઓ/બહેનો) એ https://forms.gle/NV8vKkmrVZtDRxQU7 લીંક ઉપર અરજી કરવાની રહશે. કંપનીઓના નામ, લાયકાત, પગાર વગેરે લીંક ઉપર દર્શાવવામાં આવેલ…
Read More