છોટાઉદેપુરના ચિત્રકારોને મોબાઇલ ટુ સ્પોર્ટસ્ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવાની તક

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, 

                              ગુજરાત રાજય લલિત કલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે મોબાઇલ ટુ સ્પોર્ટસ્ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના ચિત્રકારોએ આગામી તા. ૦૭/૧૧/૨૦૨૦ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં એ-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર મોબાઇલ ટુ સ્પોર્ટસ્ વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, એફ-૫, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે મોકલી આપવાની રહેશે. રાજયકક્ષાની ચિત્ર સ્પર્ધા તા. ૨૧/૧૧/૨૦૨૦ સુધી ચાલશે. રાજયકક્ષાની ચિત્ર સ્પર્ધામાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા. ૧૦,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂા. ૭૫૦૦/-, તથા તૃતીય વિજેતાને રૂા. ૫૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેકને) રૂા. ૨૫૦૦/- મુજબ ઇનામો આપવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, એફ-૫, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, છોટાઉદેપુરનો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment