તા.૩૧ મી ઓક્ટોબરે કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિયકક્ષાની થનારી ઉજવણી

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,

તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૨૦ ને શનિવારના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ ની જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીમાં વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિયકક્ષાની થનારી ઉજવણીના સુચારૂ આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટર ડી. એ. શાહે ગત સોમવારે સાંજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજીને સંબંધિતોને સોપાયેલી ફરજો જવાબદારીઓ-સુપેરે નિભાવી આ કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થાય તે માટેની સૂચનાઓ સાથે “ટીમ નર્મદા” ને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ. એમ. ડિંડોર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેક્ટર એચ. કે. વ્યાસ, પ્રાયોજના વહિવટદાર બી. કે. પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહિવટદાર નિલેશ દુબે, કેવડીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમના અધિક્ષક ઇજનેર જે. કે. ગરાસીયા, કેવડીયા કોલોનીના વહિવટદાર એન. કે. પરીખ, પ્રાંત અધિકારી કે. ડી. ભગત અને દિપક બારીયા, પ્રોટોકોલ નાયબ કલેક્ટર બી. એ. અસારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. કે. પી. પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવીલ સર્જન ર્ડા. જ્યોતી ગુપ્તા સહિત જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર ડી. એ. શાહે જણાવ્યુ હતુ કે, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીયકક્ષાની થનારી ઉજવણીની પૂર્વ તૈયારી, સુચારૂ વ્યવસ્થા અને સંકલન માટે જુદી જુદી ૩૨ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. કોવિડ-૧૯ ની સરકારની સ્થાયી સુચનાઓ તથા જિલ્લા વહિવટતંત્ર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવેલ જાહેરનામા તથા હવે પછી બહાર પાડવામાં આવનાર તમામ સૂચનાઓ તથા જાહેરનામાઓના ચુસ્ત અમલની સાથે સંબંધિતોને સોપાયેલી કામગીરી કરવાની રહેશે.
કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની થનારી રાષ્ટ્રીયકક્ષાની આ ઉજવણી સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિના કો-ઓર્ડિનેટર, સભ્યો સાથે અત્રેની સ્થાનિક જિલ્લા કક્ષાની વિવિધ સમિતિના સંબંધિત અધિકારઓને સત્વરે પરામર્શ કરી લેવા અને રાજ્યકક્ષાની ઉક્ત સમિતિઓના સંકલનમાં રહીને જે તે સમિતિને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સઘનરૂપે હાથ ધરીને સોંપાયેલી કામગીરી અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે જોવાની જિલ્લા કલેક્ટર શાહે ખાસ હિમાયત કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર ડી. એ. શાહ દ્વારા ઉકત ઉજવણી માટે સ્થાનિકક્ષાએ સંકલન, પાદપૂજા, પરેડ કલ્ચર અને બેન્ડ ડિસ્પ્લે, સ્ટેજ ઇવેન્ટ અને પરેડ ગ્રાઉન્ડ, કો-ઓર્ડિનેશન-LBSNAA, ઇન્વીટેશન, સીટીંગ પ્લાન અને રિસેપ્સન, માહિતી અને પ્રસારણ-મિડીયા, કાયદો વ્યવસ્થા જાળવણી, ટ્રાફિક વાહન વ્યવહાર, ફુડ, સાફ-સફાઇ/સેનીટેશન, એકોમોડેશન, પાર્કીગ, હેલીપેડ, એસપીજી લાયઝન, લાઇટ/સાઉન્ડ વ્યવસ્થા, પ્રોટોકોલ, વાહન વ્યવસ્થા, મંડપ-હેલીપેડ વ્યવસ્થા, આરોગ્ય, પાણી, વિજ પુરવઠા, પાસ વિતરણ, સંદેશા વ્યવહાર ફુડ ચેકીંગ, ક્રુ-મેમ્બર્સ, VVIP સરકીટ હાઉસ ખાતે વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી સંકલન, પોલીસ એકોમોડેશન વ્યવસ્થાપન, કોવિડ/સેનીટેશન સુપરવિઝન સમિતિ, હોમ સ્ટે અને અનામત સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment