ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર માં નવરાત્રી મહોત્સવ નહિ યોજાય

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા

કોરોના વાયરસ ના સંક્રમણ ના કારણે સરકાર ની ગાઇડલાઈન મુજબ અંબિકા માતાજી મંદિર અને ટ્રસ્ટ દ્વારા આ વર્ષ તારીખ ૧૭/૧૦/૨૦૨૦ થી ચાલુ થતી નવરાત્રી મહોત્સવ આ વર્ષે મુલતવી રાખવામાં આવેલ છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન મંદિર ના પટાંગણ માં ગરબા રમવામાં નહિ આવે. આ દરમિયાન મંદિર મા નિયમિત પણે આરતી પૂજન તેમજ શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર નવરાત્રિમાં અનુષ્ઠાન કરવામાં આવશે. આ નવરાત્રી દરમિયાન મંદિર માં દર્શન માટે આવતા યાત્રિકો માટે દર્શન કરવા રાબેતા મુજબ ચાલુ રહેશે. મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થી ઓ પૈકી બાળકો તેમજ વૃદ્ધો ને ઘરે રહી માતાજી ની પૂજા અર્ચના કરવા નું જણાવવા મળેલ. મંદિર ટ્રસ્ટ દ્વારા નિયમિત જીવત દર્શન થાય તે માટે સોશ્યલ મીડિયા જેમકે ફેસબૂક તથા વોટ્સએપ ના માધ્યમથી મંદિર ના મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોરોના વાયરસ ને ધ્યાન માં લઈને દર્શનનો સમય સવારે ૮:૩૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી રહેશે. તે દરમિયાન તમામે સાવચેતી રાખી સુરક્ષિત રેહવું.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment