હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ નગરના મુખ્ય માર્ગ ઉપર આવેલ એસટી ડેપો પાસે ના સુલભ શૌચાલયમાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે, સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને આ શૌચાલય માં પ્રાથમિક સુવિધાઓ જેવીકે યુરીનલટબ, પાણીની લાઈન , વોશબેઝિન, રંગરોગાન જેવી પાયાની જરૂરિયાતો નો સદંતર અભાવ જોવા મળે છે. સદર શૌચાલયમાં માં ઠેરઠેર લાદીઓ ઉખડી ગયેલી હાલતમાં છે તેમજ પુરુષોના વિભાગમાં વચ્ચેના પાર્ટીશનો પણ ગાયબ થઈ ગયેલી હાલતમાં છે. સદર શૌચાલય એસટી ડેપોની બહાર આવેલું હોવાથી દરરોજ અસંખ્ય લોકો તેનો ઉપયોગ કરે છે પરંતુ પારાવાર ગંદકીના કારણે ઘણીવાર લોકો શૌચાલયની…
Read MoreMonth: October 2020
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં જેતપુર રોડ પર તેલ ભરેલુ ટેન્કર પલટી થતા તેલની રેલમછેલ
હિન્દ ન્યૂઝ, બગસરા તા. 20, મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ જેતપુર રોડ પર તેલ ભરેલું ટેન્કર પલટી થતા લોકો તેલ લેવા દોડી આવ્યા હતા. ગત રોજ અગિયાર વાગ્યાના સમયે જુનાગઢ થી તેલ ભરેલ ટેન્કર પીપાવાવ તરફ જઇ રહ્યું હતું ત્યારે ટેન્કરના ડ્રાઇવરનું ઘર બગસરા જેતપુર રોડ પર આવતા પોતાના નિવાસસ્થાને ટેન્કર ઉભુ રાખવા ડાઇવર ટેન્કરને રિવર્સ લેતાં ડ્રાઈવરે ટેન્કર પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું. તેમાંથી તેલ ધાર નિકળતા આસપાસના વિસ્તારમાંથી લોકો જે હાથમાં આવ્યું તે વાસણ લઈ તેલ ભરવા પહોંચી ગયા હતા. આ તેલ…
Read Moreવેરાવળના કાશી વિશ્વનાથ મંદિર ની પાસે આવેલ સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ને અટકાવા અને કાયદાસર ની કાર્યવાહી કરવા બાબતે
હિન્દ ન્યૂઝ, વેરાવળ, ગીર સોમનાથ ખાતે હાલ વેરાવળના કાશી વિશ્વનાથ મંદિરની દક્ષિણ દિશાએ શ્રી લીલાશાહનગર ની પૂર્વ દિશાએ, આશીર્વાદ હોસ્પિટલની ઉતર દિશાએ અને વેરાવળ પોસ્ટ ઓફિસ થી બજરંગ સોસાયટી જતા માર્ગની પશ્ચિમ દિશાએ આવેલ જે ખૂલી જ્ગ્યા હોય જે જમીન નગરપાલિકા ના વેરાવળ ટી.પી.સ્કીમ નંબર:01, અં.નં.301 (પ.વ.ડી. શાખા ના આંક મુજબ મ્યુનિ/પ.વ.ડી./301) પ્લોટ કે જે નગરપાલિકા ની માલિકીની છે અને તે જમીન ફરતે પાળી બાનવવા નું ટેન્ડર તા. 30/12/2020 ના રોજ વેરાવળ નગરપાલિકા એ આંક: મ્યુનિ./પ.વ.ડી./1769 નંબર…
Read Moreદિયોદર બજાર માં આડેધડ વાહનો વચ્ચે ખુદ પોલીસ ની ગાડી અટવાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ટ્રાફિક પોલીસ જાણે ટ્રાફિક માં નહીં પરંતુ હાઇવે પર કોણ માસ્ક વગર નીકળે છે અને કોણ નહીં તેમ અલગ અલગ સ્થળ પર અન્ય પોલીસ જવાનો ને લઈ ગાડીઓ રોકાવે છે અને બાઇક ચાલકો ને શું હપ્તા માં ચાલતી અનેક ગાડીઓ ને રોકાવી તે પોતાની ફરજ નથી ? અને શું ટ્રાફિક માં આવતા સાધનો સામે શું કાર્યવાહી ના કરી શકે ? ત્યારે, આજે કેમેરા માં કેદ થઈ ગયેલ તસ્વીર ઘણું કહી જાય તેમ છે. આજે દિયોદર મહાદેવ મંદિર ની ગોળાઈ માં અનેક ગાડી ઓ ના ચાલકે રસ્તા…
Read Moreશહેર સિવિલ હોસ્પિટલમાં ડોકટર બની મહિલા કર્મી.ની છેડતી કરતા શખ્સને ઝડપી પાડેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી મહિલાને છેલ્લા ૧૫ દિવસથી ડોકટર હિરેન તરીકે ઓળખ આપી શખ્સ પજવણી કરતો હતો. જે અંગે તેણીએ પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરી હતી. હું તારા વિના નહી રહી શકું, તુ મને નહી મળે તો હુ એસિડ પી જઈશ અને તારૂ નામ લખતો જાઈશ તેવી ધમકી આપતો હતો તથા મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કર્યાનું જણાવ્યું છે. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું…
Read Moreરાજકોટ શહેરના પોલીસમાં ફરજ બજાવતા ૧૧ જવાનોની આંતરિક બદલીનો હુકમ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા વધુ ૧૧ જવાનોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચના અનિલ સોનારા અને જયદીપસિંહની ટ્રાફિક શાખામાં, કુલદિપસિંહની પ્ર.નગરમાં, ટ્રાફિક શાખાના હાર્દિકભાઈની બી.ડિવિઝનમાં, સંજયભાઈની આજીડેમમાં, કરણભાઈની ભક્તિનગરમાં અને પ્રદીપસિંહની બી.ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. જયારે હેડ ક્વાટરમાંથી સાગરભાઈની માલવિયાનગરમાં અને જાવેદ હુસેન રીઝવીની આજીડેમ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સાથોસાથ થોરાળામાંથી હિતેન્દ્રસિંહની કુવાડવા અને તાલુકાના બળદેવસિંહની M.O.B માં બદલી કરવામાં આવી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreજામનગરના ધ્રોલ તાલુકામાં દુષ્કર્મના બનાવને વખોડી ઉચ્ચ અધિકારીઓને આપ્યુ આવેદન
હિન્દ ન્યુઝ, ધ્રોલ તા.૧૯, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના માલધારીની દિકરી ઉપર નરાધમો દ્વારા આચરેલ દુષ્કર્મના બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે અને આવી હિન પ્રવૃતિ કરનાર નરાધમોને કાયદાનો પાઠ ભણાવવા જાહેરમાં વરર્ઘોડો કાઢી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરી ધ્રોલ શહેરના તમામ વેપારીઓએ સ્વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પ્રચંડ રોષ વ્યક્ત કર્યો હતો અને માલધારી સમાજની સાથે અન્ય સમાજ જોડાયને રાજ્યપાલને સંબોધીને પ્રાન્ત અધિકારી, મામલતદાર તેમજ જીલ્લા પોલિસ વડાને રૂબરૂ કોવિંદ – ૧૯ ની ગાઈડલાઈન્સનું પાલન કરીને રેલી યોજીને…
Read Moreવાંકાનેર ના બોકડથંભામાં જમીનના શેઢાની સરકારમાં દંપતી પર છરી વડે હુમલો
હિન્દ ન્યૂઝ, વાંકાનેર, વાંકાનેરના બોકડથંભા ગામે માતાજીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હળવદના માથક ગામના બે શેઢા પાડોશીઓ વચ્ચે ફરી જમીનના શેઢાનો વિવાદ છેડાતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જેમાં દંપતી પર બે શબ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળેલ માહિતી મુજબ હાલ હળવદ કેનાલ રાણેકપર રોડ ઉપર આવેલ સાનિદય સોસાયટીમાં રહેતા મૂળ માથક ગામના વતની મહેશભાઇ જેસીંગભાઇ મઢેસાણીયા (ઉ.વ ૩૫) એ આરોપીઓ વીજયભાઇ ભુપતભાઇ મદ્રેસાણીયા અને વીપુલભાઇ ભુપતભાઇ મદ્રેસાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીને આરોપીઓ સાથે ઘણા સમયથી માથક ગામે આવેલ પોતાની ખેતીની…
Read Moreથરાદ ની રેફરલ હોસ્પિટલ ની બાજુમાં ચોકડી પર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત
હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ ની રેફરલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ ચોકડી પાસે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયેલ હતું. આ અકસ્માત માં વાવ ગામના રહેવાસી કીર્તિભાઈ દાનાભાઈ રાજપુત, ઉંમર અંદાજીત 30 વષૅ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થયેલ બાઈક નંબર g.j.o bc .o 6733. ને ગાડી નં p.b.o.4v.9340 હતી. ઘટના સ્થળે રહેલા વ્યક્તિઓ એ પોલીસ ને જાણ કરી હતી. અને લાસને પોસ્ટ મોર્ટમ કરવા માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રિપોર્ટર : રજનીકાંત જોષી, વાવ
Read Moreકવાંટ તાલુકાના વિજળી ગામે મશરૂમની ખેતી વિષયક સેમિનાર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા વિજળી ગામે જિલ્લા પંચાયત, છોટાઉદેપુર અને નાયબ બાગાયત નિયામકની કચેરી, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની અધ્યક્ષતામાં મશરૂમની ખેતી વિષયક સેમિનાર અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોની આવક બમણી થાય એ માટે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે અને ખેડૂતો મશરૂમની ખેતી કરી પૂરક રોજગારી મેળવે એ માટે ખેડૂતોને મશરૂમની ખેતી વિષયક માર્ગદર્શન આપવા તથા જે ખેડૂતો મશરૂમની ખેતી કરવા માંગે છે તેમને કીટ વિતરણ કરવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલે આધુનિક ખેતી કરવાના…
Read More