હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર ટ્રાફિક પોલીસ જાણે ટ્રાફિક માં નહીં પરંતુ હાઇવે પર કોણ માસ્ક વગર નીકળે છે અને કોણ નહીં તેમ અલગ અલગ સ્થળ પર અન્ય પોલીસ જવાનો ને લઈ ગાડીઓ રોકાવે છે અને બાઇક ચાલકો ને શું હપ્તા માં ચાલતી અનેક ગાડીઓ ને રોકાવી તે પોતાની ફરજ નથી ? અને શું ટ્રાફિક માં આવતા સાધનો સામે શું કાર્યવાહી ના કરી શકે ? ત્યારે, આજે કેમેરા માં કેદ થઈ ગયેલ તસ્વીર ઘણું કહી જાય તેમ છે. આજે દિયોદર મહાદેવ મંદિર ની ગોળાઈ માં અનેક ગાડી ઓ ના ચાલકે રસ્તા પર આડેધડ ગાડીઓ મૂકી દેતા એક સમય ત્યાં થી પ્રસાર થતા અન્ય વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તે સમય દિયોદર પોલીસ સ્ટેશન ની ગાડી પણ ટ્રાફિક માં સલવાઈ હતી, પરંતુ પોલીસ ની ગાડી એ સાઇલેશન વગાડતા અમુક ટ્રાફિક ઓછો થયું હતું. પરંતુ જો એક સમય પોલીસ ની ગાડી જો ટ્રાફિક માં સલવાઈ હોય અને જો તેનું સાઇલેશન વાગે તો કદાચ વાહનો જગ્યા આપે પણ જો આમ જનતા નું વાગે તો કોઈ કઇ પણ ના કહે આવું દિયોદર જાણે ટ્રાફિક પોલીસ ની મહેરબાની ના કારણે પ્રાઇવેટ સાધનો અને મુસાફરી કરતા વાહન ચાલકો ને ટેવ પડી હોય તેમ ખુલ્લેઆમ વાહનો મૂકી જતા રહે છે કારણ કે અહીં મોટો હાથ ટ્રાફિક પોલીસ નો હોય છે. હાઇવે નીકળતા અનેક વાહનો માત્ર ઇસરા થી નીકળી જાય છે. અને અનેક લોકો કોરોના વાઇરસ ના લીધે દંડ ભરવા મજબૂર થવું પડે છે. હવે આમ જનતા પણ આ સમસ્યા થી પરેશાન થઈ ગઈ છે. ત્યારે શું આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક અને શું દિયોદર પોલીસ સ્ટેશન માં નવા આવેલ પી એસ આઈ ધ્યાન દોરસે કે પછી ‘સબકા ભલા વો અપના ભલા’ ની નિયન રાખશે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર