વેરાવળના કાશી વિશ્વનાથ મંદિર ની પાસે આવેલ સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ ને અટકાવા અને કાયદાસર ની કાર્યવાહી કરવા બાબતે

હિન્દ ન્યૂઝ, વેરાવળ,

                          ગીર સોમનાથ ખાતે હાલ વેરાવળના કાશી વિશ્વનાથ મંદિરની દક્ષિણ દિશાએ શ્રી લીલાશાહનગર ની પૂર્વ દિશાએ, આશીર્વાદ હોસ્પિટલની ઉતર દિશાએ અને વેરાવળ પોસ્ટ ઓફિસ થી બજરંગ સોસાયટી જતા માર્ગની પશ્ચિમ દિશાએ આવેલ જે ખૂલી જ્ગ્યા હોય જે જમીન નગરપાલિકા ના વેરાવળ ટી.પી.સ્કીમ નંબર:01, અં.નં.301 (પ.વ.ડી. શાખા ના આંક મુજબ મ્યુનિ/પ.વ.ડી./301) પ્લોટ કે જે નગરપાલિકા ની માલિકીની છે અને તે જમીન ફરતે પાળી બાનવવા નું ટેન્ડર તા. 30/12/2020 ના રોજ વેરાવળ નગરપાલિકા એ આંક: મ્યુનિ./પ.વ.ડી./1769 નંબર નો વર્કઓર્ડર પુજા ઇલેક્ટ્રિક એન્ડ કન્સટ્રસન ને કારોબારી સમિતિ ના ઠ.નં.186 મુજબ કરેલ જે પૂરતી સાબિતી છે કે આ જમીન નગરપાલિકા ની જમીન હોય.
ઉપર જણાવેલ જમીન પર પાયા ખોદી અને કૉલમબીમ ભરવામાં આવતું હોય અને આ સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ થતું હોય તે ધ્યાને આવતા તા.19/10/2020 ના રોજ બપોર ના 01:00 વાગ્યેની આસપાસ વેરાવળ નગરપાલિકા ના ચીફ ઓફિસર જતિનભાઈ મહેતાને રૂબરૂમાં જાણ કરેલ કે નગરપાલિકાની માલિકી ની જમીન પર ગેર કાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. જેને તાત્કાલિક અટકાવવા કહેલ અને જે તે વગદાર અને સતા નો ગેરઉપયોગ કરીને સરકારી જમીન પર કબ્જો અને ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે કાયદેસર ની કાર્યવાહી કરવી અને આ જે તે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી અને યથવાટ સ્થિતિ માં લાવવા ની માંગ કરેક હતી.
પણ આજે તારીખ: 20/10/2020 અને 04:45 સાંજે સુધીમાં તેની સામે કોઈ કાયદેસર ના પગલાં લેવામાં આવેલ નથી કે ત્યાં હાલ કામ ચાલુ હોય માટે તાત્કાલિક ના ધોરણે કામ અટકવું અને ગેરકાયદેસર બાંધકામ હટાવવું અને ત્યાં જે તે ચણતર માં વપરાતા સાધન સામગ્રી, ઓજાર-યંત્ર, રેતી, પથ્થર, કપચી વગેરે સામાન નો કબ્જો લેવો રોજકામ કરીને કરવા ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે અને જો આવું નહીં કરવામાં આવે તો ના છૂટકે ઉપરી અધિકારી સમક્ષ અથવા કાયદાકીય પ્રક્રિયા કરવા મજબૂર થવું પડશે. સાથે અ નકલ રવાના
1) માનનીય મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય , ગાંધીનગર
2) માનનીય મ્યુનિસિપલ કમિશ્નર, સૌરાષ્ટ ઝોન, ભાવનગર
3) માનનીય કલેક્ટર, ગીર સોમનાથ જિલ્લા
4) માનનીય નાયબ કલેક્ટર, વેરાવળ
5) માનનીય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ૧૩–જુનાગઢ લોકસભા
6) માનનીય ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ૯૦-સોમનાથ વિધાનસભા ના ઓ ને રવાના કરવામાં આવેલ છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment